28 ફેબ્રુઆરી સન 1909ના રોજ પહેલીવાર અમેરિકામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો. તેમા સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ મુખ્ય ભૂમિકા ભજવી. ઉલ્લેખનીય છે કે એ દિવસો દરમિયાન ન્યૂયોર્કમાં કપડા મિલોમાં કામ કરનારી મહિલાઓ શોષણને કારણે ખૂબ પરેશાન હતી. છેલ્લા એક વર્ષથી તેમની હડતાલ ચાલી રહી હતી અને તેમનુ સાંભળનારુ કોઈ નહોતુ. તેમના આ સંઘર્ષને સમર્થન આપતા 28 ફેબ્રુઆરી 1909ના રોજ સોશિલિસ્ટ પાર્ટીએ તેમને સન્માનિત કર્યા. પોતાના દમ પર મહિલા ગાર્મેંટ વર્કર્સે ત્યારે કામના કલાક અને સારા પગારની પોતાની લડાઈમાં જીત મેળવી હતી.

બીજી બાજુ રૂસમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ફેબ્રુઆરી મહિનના અંતમાં 1913ના રોજ ઉજવાયો હતો. આ મહિલાઓએ પ્રથમ વિશ્વ યુદ્ધનો વિરોધ કરવા માટે આ દિવસ મનાવ્યો હતો. આ જ રીતે યૂરોપમાં 8 માર્ચના રોજ પીસ એક્ટિવિસ્ટસના સમર્થનમાં મહિલાઓએ રેલીઓ કાઢી. આ સાથે જ યૂરોપમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનો પાયો નખાયો.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ત્યારે વૈશ્વિક સ્તર પર માન્યતા મળી જ્યારે સન 1975માં પહેલીવાર યૂનાઈટેડ નેશન્સે 8 માર્ચના રોજ આ દિવસ સેલિબ્રેટ કર્યો.

આ મિથકને મહિલાઓ હવે તોડવા માંડી છે. જેમા પુરૂષોનુ પણ પુર્ણ સમર્થન તેમને મળી રહ્યુ છે. મહિલા દિવસ કાર્યક્રમોમાં પુરૂષો તરફથી ખૂબ પ્રોત્સાહિત કરવામાં આવે છે. જો કે મજાકમાં જ પણ પુરૂષો પણ હવે એ સવાલ કરવા માંડ્યા છે કે આ જ રીતે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ કેમ નથી ઉજવાતો… ?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.