વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતનું લોકતંત્ર હવે આઠ દાયકાની મજલ કાપનારૂ પરિપક્વ લોકતંત્ર બન્યું છે ત્યારે તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં દેશના રાજકારણમાં કેટલાંક મહત્વના પરિવર્તનો દેખાઈ રહ્યાં છે. અઢી દાયકા પૂર્વે 1996માં જ્યારે રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી યોજાઈ હતી ત્યારે ડાબેરીઓ અને કોંગ્રેસ 294 માંથી 280 બેઠકો જીતીને 86.3 ટકા મતો બન્ને જુથો વચ્ચે વેંચાયા હતા. આજ રીતે પાંચ વર્ષ પહેલા ડાબેરીઓ અને કોંગ્રેસે 76 ટકા બેઠકો અને 38 ટકા મતો પ્રાપ્ત કર્યા હતા. હવે કોંગ્રેસ અને ડાબેરીઓના થઈ ચૂકેલા રકાસમાં માત્ર 10 ટકા મતો જ ભાગ આવ્યા છે. 5.5 ટકા ડાબેરી અને કોંગ્રેસ માત્ર 2.9 ટકામાં સમેટાઈ ગયું છે. હવે તૃણમુલ કોંગ્રેસ અને ભાજપનો દાયકો આવ્યો હોય તેમ બન્ને વચ્ચે 86 ટકા મતોની ભાગીદારી જે 1996ની સ્થિતિથી તદન વિપરીત પરંતુ પુનરાવર્તીત હોય તેવી નિર્માણ થઈ છે.ભાજપ 3 માંથી 77 બેઠકો સુધી પાંચ વર્ષમાં આગળ વધ્યું છે. રાજ્યના રાજકારણમાં આવી રીતે વિકાસ થવાની ઘટનાઓ દુર્લભ ગણાય જ્યારે તૃણમુલ કોંગ્રેસને 73 ટકાની ભાગીદારી પ્રાપ્ત થઈ છે. દેશના સાંપ્રત રાજકારણમાં હવે વિચારધારા કે પક્ષની કામગીરી કે હિન્દુત્વ જેવા મુદ્દાનું મહત્વ સામે સ્થાનિક રાજકારણ હાવી બન્યું છે.
પાંચ બદલાવોમાં બીજા બદલાવ તરીકે પ્રાદેશીક પક્ષ કોંગ્રેસનો ઉપયોગ કરીને મજબૂત થઈ રહી છે. પશ્ર્ચિમ બંગાળના પરિણામમાં જોવા જઈએ તો કોંગ્રેસનું ગ્રહણ તૃણમુલ કોંગ્રેસે કર્યું છે. દિલ્હીમાં બે વાર આ પ્રક્રિયા જોવા મળી. રાજધાનીમાં 3 બેઠકો જીત્યા બાદ 2015માં અને 2020માં કોંગ્રેસને ભારે રકાશ ખાળવો પડ્યો હતો અને આમ આદમી સાથે ભાજપનો પ્રતિકાર કરવા માટે હાથ મિલાવવા પડ્યા છે. 2021માં ડાબેરીના મતો પણ ટીએમસીમાં જમા થઈ ગયા અને 200 પ્લસની રેન્જ પ્રાપ્ત કરી. રાજકારણમાં આવેલા બદલાવના ત્રીજા મુદ્દામાં ભાજપની વધતી જતી લોકપ્રિયતાના રાજ્ય તરીકે હજુ ઘણા રાજ્યો બાકી છે. પોંડીચેરી, તામિલનાડુ, કેરળમાં ભાજપના પગપેસારાના નવા સમીકરણો 2016 અને 2021માં દેખાયા છે. અગાઉ 2.6 માંથી 13.7 સુધી કેસરીયો રંગ ઉભો થયો છે. બદલાયેલા રાજકારણમાં ભાજપ અને સ્થાનિક રાજકીય પક્ષોનો દબદબો વધતો જાય છે અને કોંગ્રેસ હાસીયામાં ધકેલાતુ જાય છે.
બદલાયેલા રાજકારણના ચોથા મુદ્દા તરીકે મતોનું ધૃવિકરણ પણ મહત્વનો મુદ્દો બન્યો છે. ભાજપ માટે હિન્તુત્વના મુદ્દાને લઈ મતોનું ધૃવિકરણ મુખ્ય વ્યૂહરચના રહી છે. આસામાં સીએએ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં હિન્દુત્વના મતો ભાજપને મજબૂત કરી છે પરંતુ પશ્ર્ચિમ બંગાળ કે જ્યાં મમતા બેનર્જીનો પ્રભાવ છે ત્યાં ભાજપ માટે મતોનું ધૃવિકરણ કામ આવ્યું નથી. પાંચમાં મુદ્દા તરીકે દેશભરમાં મજબૂત વિપક્ષનું પરિબળ ઉભરી આવ્યું છે. પશ્ર્ચિમ બંગાળ, આસામ, કેરળમાં પાંચ વર્ષની પરિસ્થિતિમાં વિપક્ષ વધુ મજબૂત બન્યું છે. બંગાળ શાસક અને વિપક્ષ વચ્ચે ટક્કરનું રાજ્ય બન્યું છે. આસામમાં ભાજપના ગઠબંધન સામે વિપક્ષનું પરિબળ જ્યારે કેરળમાં એલડીએફ પગલે પગલુ દબાવી રહ્યું છે. તામિલનાડુમાં પણ એઆઈડીએમકે અને ડીએમકે વચ્ચે કાંટે કી ટક્કર ચાલી રહી છે. પાંચ રાજ્યોની ચૂંટણીમાં પાંચ નવા પરિબળો હાવી બન્યા છે અને રાજકારણમાં ધડમુળથી ફેરફાર જરૂરી બન્યા છે.
બંગાળમાં રાજધર્મ ભુલાયો: ચૂંટણી પછી હિંસાના તાંડવમાં 11 હોમાયા
પશ્ર્ચિમ બંગાળની ચૂંટણીમાં રાજકીય પક્ષો રાજધર્મ ભુલ્યા હોય તેમ ચૂંટણી બાદ ફાટી નીકળેલ હિંસામાં 11ના મોત નિપજયા છે. આ હિંસામાં તૃણમુલ કોંગ્રેસ અને ભાજપે સામ-સામે પોતાના કાર્યકરોની હત્યાના આક્ષેપો કર્યા છે.
મમતા બેનર્જીને મુખ્યમંત્રી બનવા માટે પેટા ચૂંટણીનો સહારો લેવો પડશે
પશ્ર્ચિમ બંગાળમાં આ વખતે તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીના ખેલમાં તૃણમુલ કોંગ્રેસ માટે ગઢ આવ્યો પણ સિંહ ગયા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મમતા બેનર્જીની નંદીગ્રામમાંથી હાર થતાં હવે મમતા બેનર્જીએ મુખ્યમંત્રી બનવા માટે કલમ 164 (4)ની જોગવાઈ મુજબ પેટા ચૂંટણીના સહારે મુખ્યમંત્રી પદ રિન્યુ કરવું પડશે. મુખ્યમંત્રી પદ જાળવી રાખવા માટે 6 મહિનામાં જ પેટા ચૂંટણીથી ધારાસભામાં જવુ પડે. જો પેટા ચૂંટણીમાં પરાજય થાય તો પણ બંધારણીય જોગવાઈ મુજબ કેટલાંક રસ્તા મુખ્યમંત્રી બનવા માટે ખુલ્લા રહેશે.