ઔરંગઝેબના કડક ચોકી પહેરા અને પૂરી તકેદારી છતા શિવાજી આગ્રામાંથી જે રીતે નાસી ગયા, તે એમની સુત્ર, દૂરંદેશી હોશિયારી અને કૂટનીતિજ્ઞતા પર પ્રકાશ પાડે છે. તે મિઠાઈના ટોપલામાં બેસીને નાસી ગયા હતા આવી પ્રચલીત માન્યતા આવી નથી.પોતાના વીરતા, વ્યકિતત્વ અને કૂટનીતિ દ્વારા શિવાજીમોગલોનાં ભ્રષ્ટ શાસનમા પોતાનું એક આગવું સ્થાન ઉભુ કરી શકયા હતા અને એટલે જ આગ્રાથી નીકળીને સલામત સ્થળે પહોચ્યા નહિ ત્યાં સુધી ઔરંગઝેબ સહિત કોઈને તેની ખબર પડવા પામી નહિ.
ત્યારના રાજસ્થાની કાગળ પત્રોમાંથી શિવાજીના આગ્રામાંથી નાસી છૂટવા બાબતમાં મહત્વપૂર્ણ માહિતી મળે છે.નીચેના પત્ર મિતિ ભાદવા સુદી ૧૫ (૩જી સપ્ટેમ્બર ૧૬૬૬ના રોજ ગંગરાજે આમે કે એવા કોઈને કશી સજા પણ કરવામાં આવી નહિ, જયારે બીજી બાજુ બીજા કેટલાય શકમંદ લોકોને કઠોર શારીરીક અને દંડની સજા કરવામાં આવી.
શિવાજી કેવી જટિલ સમસ્યા અને કઠીન પરિસ્થિતિમાં હતા તેનો ખ્યાલ ૨૩મી ઓગષ્ટ ૧૬૬૬ના રોજ પરકાલદાસે કલ્યાણદાસના લખેલા પત્ર પરથી આવે છે.
‘અપરંચ સેવો ભાગ્યાં કા સમાચાર આગો લીખી બંદાયા છો. સુ સાહિબાના માલુમ હુઆ હાંસી જી ઔર સવા સો ભાગા નાંઠા પહલી દીન ૪ થં ગઠાસ હાઈ થી, ચોકી કા આર પાતાસાહજી પાછા મારી નાખીઆ કાં હુકમ કીધો. પાછો રાજા વિઠલદાસ કી હવેલીમા રાષીબા કો હુકમ કાર્યો સૂસગલા સમાચાર સેવાનો પહ્તા તવ સેવા જાણા સબ બૂરા હા તબ ભાગો.
આ પત્ર પરથી જાણવા મળે છે કે શિવાજી જ દિવસે નાસી છૂટયા તેના ચાર દિવસ પહેલા તેમને મારી નાખવાનો ઔરંગઝેબે નિશ્ર્ચય કર્યો હતો. આ પરથી શિવાજી પામી ગયા કે ભયંકર સંકટ આવી રહ્યું છે. આ પત્ર પરથી એ પણ જાણવા મળે છે કે આ બધી વાત શિવાજીના જાણવામાં આવી હતી તે એ વાતની શાખપૂરે છે કે શિવાજીની પોતાની એક જાળ હતી જૂના દ્વારા ગુપ્તમા ગુપ્ત માહિતી તેમના સુધી પહોચી જતી હતી. ૨૩મી ઓગષ્ટના પત્રમાં લખ્યું છે કે તબ સવો હકિકત પૂછીવાની શ્રી મહારાજ કુવારજી કાં ડરો આયા. ના પરથી એ વાતપણ સ્પષ્ટ થાય છે કે શિવાજી તેમના ઓરડામાંથી અંદર બહાર જઈ આવી શકતા હતા આમ જ માણસ ઓરડા બહાર નીકળી શકતા હોય તેણે કહ્યું તમે એમને કહી દો કે અમે મારા નિગહાબીન છા ના બાદશાહ તમને અહી જ રાખશે. ત્યારે રામસિંહે શિવાજીને કહ્યું તમે આવતા હો તો તમનેય સાથે લઈ જઈએ.
આ પરથી સ્પષ્ટ થાય છે કે રામસિંહના શબ્દોનું કેટલુ વજન પડતું હતુ અને જો શિવાજીને આવવું હોત તો એ તમને શિકારમાં પણ સાથે લઈ જઈ શકે તેમ હતુ.
૧૮મી જુલાઈના આ પત્રમાંથી જ શિવાજીના સમયકાળની એક ઝાંખી મળે છે. પત્રમાં લખ્યા પ્રમાણ એક દિવસ બલ્લુશાહ, તેજસિંહ અને રણસિંહ બેઠા હતા. મહાસિંહ શેખાવતે કહ્યું કે શિવાજી ઘણો ચતૂર છે, એ ખરખરી વાત કરે છે, એ જે કહે છે એ બાબત વધુ કંઈ કહેવાની જરૂ ર રહેતી નથી એની વાતો આવી હોય છે કે જ ખરે ટાકણે લાખ ટકાની પૂરવાર થાય એનામાં સાચા રજપૂતનો આત્મા વસે છે. એને વિષે જે કંઈ સાંભળવા મળ્યું હતુ એ સાચુ નીવડયું છે.
૬ જિલહિલ જલુસી સન ૯ (૩૧મી મે, ૧૬૬૬)ના ફારસી પત્ર પરથી જાણવા મળે છે કે શિવાજીએ ૧૫ હજાર રૂ ાપયાની કિંમતના હાથી ઈમાવર્દીખા પાસેથી ખરીધા હતા. જે પરથ સ્પષ્ટ થાય છે કે તેની પાસે કેટલા લોકો કેટલા લોકો આવતા જતા હતા.
૭મી જૂનના રોજ પર કાલદાસ પત્રમાં લખે છે કે બાદશાહે શિવાજી કનથી કિલ્લા માંગતા તેમણે ઈન્કાર કરતા કહ્યું કે કિલ્લા મારા હાથમાં નથી રહ્યા. આથી ઔરંગઝેબ ઘણા નાખુશ થયો અને તેણે ફોલાદખાં તથા તાપખાના પર હુકમ છોડયો કે શિવાજીને મારી નાંખો પરંતુ બેગલ વચ્ચે પડી અને કહ્યું કે મિઝારાજા બાદશાહનો વફાદાર સેવક છે. અને તેના વચન પર શિવાજી અહીં આવ્યા છે અને જો બાદશાહે તેમને મારી નાખશે તો ભવિષ્યમાં તેમના વચનનું કોણ માન આપશે?
શિવાજીને મારી નાખવાનો હુકમ રદ થયો. બેગને સાથ આપનાર જફરખાં અને મહમદ અમીરખા હતા. આ બિના એ વાતને સિધ્ધ કરે છે કે દરબારની રાજનીતિમાં બેગમનું ઘણુ વજન પડતું અને બેગમ પણ શિવાજીની પ્રાણરક્ષા માટે પ્રયત્નશીલ હતી.
કુંવર રામસિંહના રસાલામાં કાપ મૂકવામાં આવ્યો અને બાદશાહે તેને પણ મારી નાખવાની ઈચ્છા વ્યકત કરી પરંતુ બેગમે તેને બચાવી લીધા આમ, શિવાજીના પક્ષમાં જ સંગઠન થયું હતુ તેમા બેગમનું સંરક્ષણ પણ હતુ આજ કારણે બાદશાહ મનથી ઈચ્છવા છતા પણ ન તો શિવાજીના કાબુલયા આગ્રા બહાર મોકલી શકયા નતા વીઠલદાસની હવેલીમાં યે રાખી શકયો કે ન તો તેમને જાનથી ખતમ પણ કરી શકયા. શિવાજી તથા રામસિંહને બચાવવાનું એ બેગમનું એક મહત્વપૂર્ણ પગલુ હતુ જે તેના પ્રભાવ અને સમર્થનની સાખ પૂર છે.
ઔરંગઝેબને પોતાની આ કુટનીતિક હાર તથા પોતાના અધિકારીએ શિવાજી સાથે મળી ગયા બદલ ઘણુ દુ:ખ થયું હતુ જયારે એને કંઈ ન સુઝયું ત્યારે શિવાજીના ચરિત્ર અને યોગ્યતાને હીણા પાડવા માટે ટોપલાની અફવા ફેલાવી. પરંતુ એ અફવા બહુ સફળ થઈ નહિ, જે ઉપયુકત રાજસ્થાની પત્રો પરથી સ્પષ્ટ જોઈ શકાય છે.