કબૂતર જા જા જા… સલમાનની પહેલી હીરોઈન કેવી રીતે ઉડી ગઈ ? રાતોરાત સ્ટાર બની ગઈ તો ય ભાગ્યશ્રીએ ઓફરો કેમ ઠૂકરાવી ‘તી ? પ્રથમ ફિલ્મ મૈને પ્યાર કિયાથી સ્ટારડમના સિંહાસન પર બિરાજનારી ભાગ્યશ્રીએ મારવાડી બિઝનેસમેન હિમાલયા સાથે ૧૯૯૦માં લગ્ન કરી લીધા. હવે અત્યારે તે ટીવી પર ધર્મેન્દ્ર સાથે એક આયુર્વેદિક પ્રોડકટની એડ કરતી દેખાય છે.

મૈને પ્યાર કિયા પછી ભાગ્યશ્રીએ હીરોઈન તરીકે માત્ર બે ફિલ્મો કરી પણ તે બન્નેમાં હીરો તેનો પતિ હિમાલયા હતો. ત્યારબાદ ઘણા વર્ષે તે ફિલ્મ હમ કો દિવાના કર ગયે માં અક્ષય કુમારની ભાભીના રોલમાં દેખાઈ હતી.

જો કે, હવે છોકરાવ મોટા થઈ જતા ભાગ્યશ્રી ફિલ્મી પાર્ટીઓ ફંકશનોમાં આવતી જતી થઈ છે. ભાગ્ય હજુ પણ સ્લિમ એન્ડ ટ્રિમ છે. પરંતુ તેનો એકસ હીરો અને પતિ હિમાલયા ફુલીને દડા જેવો થઈ ગયો છે.

એક એવી પણ વાત સંભળાય છે કે ભાગ્યશ્રીના દીકરાને સલમાન ખાન બોલીવુડમાં લોન્ચ કરવાનો છે. ભાગ્યશ્રીએ બાળપણનો મિત્ર હિમાલયા દસાણી સાથે લગ્ન તો કર્યા પણ સાસરામાંથી પણ આગળ ફિલ્મોમાં કામ કરવાની રજા મંદી ન હતી. કેમ કે, આ લગ્ન માટે પણ બન્નેના પરિવારો માંડ માન્યા હતા.

અમોલ પાલેકરની ટીવી સિરિયલ કરચી ધૂપ (૧૯૮૭)માં પ્રથમ વખત ભાગ્યશ્રી ચમકી હતી. હવે ૪૮ વર્ષની ભાગ્યશ્રીના સંતાનો ફિલ્મી દુનિયામાં પ્રવેશવા તૈયાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.