શાસ્ત્રી રાજદીપ જોશી: શિવપુરાણમાં શિવજીએ પાર્વતી માતાને જણાવ્યું પૂર્વે જયારે હું તપ કરતો હતો ત્યારે મારી આંખ ઉઘડી અને તેમાંથી અશ્રુબિંદુ નીકળ્યા અને પૃથ્વી પર પડયા તેમાંથી વૃક્ષ ઉપન્ન થયું આમ તેનું નામ રૂદ્રાક્ષ પડયું.
ખાસ કરીને એક મુખીથી માંડી 14 મુખી સુધીના રૂદ્રાક્ષ આવે છે. તેમાં પંચ મુખી રૂદ્રાક્ષ સૌથી વધારે હોય છે અને સસ્તા સારા અને આપવાવાળા હોય છે. પંચમુખી રૂકાક્ષને શિવ કહેવાય છે. આ રૂદ્રાક્ષ શિવ સ્વરુપ હોવાથી શિવજીના ભકતોને તુરંત ફળ આવે છે. અને કિંમતમાં પણ સસ્તા હોય છે.
આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી માનસીક શાંતિ મળે છે. રોગોમાંથી રાહત મળે છે. જન્મ કુંડળીમાં અશુભ રાહુ પીડા દુર કરવા માટે પાંચ મુખી રૂદ્રાક્ષ ધારણ કરવો ઉત્તમ છે. શ્રાવણ મહિનાના સોમવારે પાંચ મુખી રૂદ્રાક્ષ ઉપર પુજા વિધિ કરી અભિષેક કરી અને રૂદ્રાક્ષ ધારણ કરવો.