લાખો વર્ષો પહેલા પૃથ્વી સ્નોબોલ સમાન હતી !
ઓસ્ટ્રેલીયા, કેલીફોર્નિયા અને નામીબીયાના ભુગોળનો અભ્યાસ કરી હિમયુગ અંગે જાણકારી મેળવવા પ્રયાસ
અત્યારે હવામાન સતત ગરમી પકડી રહ્યું છે. પરંતુ આજી ૭૨૦૦ લાખ વર્ષો પહેલા આ પૃથ્વી સ્નોબોલ સમાન હતી. ૭૨૦૦ થી ૬૩૫૦ લાખ વર્ષના સમયગાળા વચ્ચે પૃથ્વી પર બે હિમયુગ પસાર ઈ ગયા હતા. અસમયગાળો માનવ જીવનની ઉત્પતિ અને વિકાસ માટે અતિ મહત્વનો માનવામાં આવે છે. કડકડતી ઠંડીમાં હાડ્રીજવી દે તેવી સ્થિતિ વચ્ચે માનવ જીવન કઈ રીતે બચી શકયું તે અંગે વિદેશમાં અભ્યાસ ચાલી રહ્યાં છે.
૫૦૦૦ લાખ વર્ષ પહેલા હિમયુગનો ધીમે ધીમે અંત આવ્યો. જો કે, આ સમયગાળો પણ માનવ જીવન માટે ખતરનાક હતો ત્યારે હિમયુગનો સમય કેવો રહ્યો હશે તે અંગે કલ્પના કરવી પણ અશક્ય બની જાય છે. આ મામલે ઓસ્ટ્રેલીયાના મેક્સલેચેટ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો. ૨૦૧૫માં તેમણે સાઉ ઓસ્ટ્રેલીયા જ્યારે ૨૦૧૬માં તેમણે કેલીફોર્નિયાની ડેવેલીને ભૂગોળનો અભ્યાસ કર્યો હતો. તેઓ નામીબીયા પણ ગયા હતા. આ સ્ળોએ તેમને બહોળા પ્રમાણમાં લાલ કલરના પથ્રો જોવા મળ્યા હતા. આ પથ્ર આયરનનું પ્રમાણ વધુ હોવાના કારણે લાલ યા હોવાનું માનવામાં આવે છે.
કેલીફોર્નિયાની ડેવેલી અને નામીબીયાના મોટાભાગના વિસ્તારો એક સમયે સમુદ્રની અંદર રહ્યાં હોવાનું પણ માનવામાં આવે છે. આવા સંજોગોમાં આખુ વિશ્ર્વ જ્યારે સ્નોબોલ સમાન હોય ત્યારે માનવ જીવન કઈ રીતે ટકી શકે તે માટે ઉંડાણી અભ્યાસ કરવો જરી બની જાય છે. ઓક્સિઝનની ઉણપના કારણે માનવ સીવાયની અન્ય પ્રજાતિ ઉપર પણ ખતરો જોવા મળ્યો હતો.