મધ્યયુગી જૈન સ્તવનો હૃદયપૂર્વક ગ્રહણ કરી જૈન ધર્મના વિવિધ પાસાઓને વ્યાખ્યાનોથી સમજાવતા રમઝાન હસાનીયા
આજે જૈનોના પવિત્ર પર્વ પર્યુષણનો અંતિમ દિવસ છે ત્યારે રમઝાન હસાનીયા નામના પાક. મુસ્લિમે જેનોના દિલ જીત્યા હોવાનો અભૂતપૂર્વ કિસ્સો સામે આવ્યો છે.
રાપરની ગર્વમેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ગુજરાતીના સહાયક અધ્યાપક તરીકે સેવા આપતા રમઝાન હસાનીયા અનેક મધ્યયુગી જૈન સ્તવનો હૃદયપૂર્વક શીખયા છે. તેઓ ગુજરાત અને મુંબઈમાં અનેક સ્થળે જૈન ધર્મના વિવિધ પાસાઓનું જ્ઞાન લોકોને આપે છે. આ માટે તેઓ ખાસ સેમીનાર ગોઠવે છે. તેઓ મુળ મુન્દ્રા નજીકના મોટી ખખ્ખર ગામના છે. આચાર્ય ભુવમ ચન્દ્રાજી મહારાજ અને ડો.ગીતા જૈનના સંપર્કમાં આવ્યા બાદ તેમના જીવનનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હતો. તેમણે પોતાના ડોકટરેટ દરમિયાન માત્ર જૈન નહીં પરંતુ અન્ય ધર્મોનો પણ અભ્યાસ કર્યો છે. તેમણે પર્યુષણ ધર્મમાં ગુ‚ની ભૂમિકા તેમજ જૈન ધર્મના અન્ય પાસાઓ ઉપર અનેક પ્રેરક ઉદબોધનો આપ્યા છે. તેઓ નાનપણથી જ જૈનાચાર્યોના સંપર્કમાં છે. તેમના પડોશી પણ જૈનો હોવાથી તેઓ નાનપણથી જ જૈન ધર્મ પ્રત્યે બહુમાન ધરાવે છે. રમઝાન હસાનીયાએ ડોકટરેટના અભ્યાસ સમયે બે જૈન સાધુઓનું માર્ગદર્શન મેળવ્યું હતું. તેમણે જૈન ધર્મ ઉપર ઉંડાણપૂર્વક માહિતી અને સમજણ મેળવી છે. તેમના ઉદબોધનો સાંભળવા અનેક સ્થળોએથી જૈનો પહોંચે છે. જૈન ધર્મના વિવિધ પાસાઓની છણાવટ તેઓ રસ અને રુચી સાથે કરે છે.રમઝાન હસાનીયાએ અનેક સીબીરોનું આયોજન પણ કર્યું છે. જૈન ધર્મ માટે તેમણે અનેક પુસ્તકોનું જ્ઞાન મેળવ્યું છે ઉપરાંત સાધુ સંતો પાસેથી પણ બહોળુ માર્ગદર્શન તેઓ મેળવી ચૂકયા છે.