- પોલીસ ફરિયાદીની રાહમાં, એક બીજા ભરી પીવાના મુડમાં આવી જતા રાજકોટની શાંતિને પલિતો ચપાયો
- વાંધાજનક સોશ્યલ મીડિયાના ‘લાઇવ’ની ગંભીરતા દાખવી કાયદાકીય કાર્યવાહી કરવામાં પોલીસ નિષ્ફળ?
- દેવાયત ખવડ કાયદો હાથમાં લેવાના બદલે કાયદાકીય કાર્યવાહી કેમ ન કરી?
- વિદેશથી થતી ઉશ્કેરણી અંગે સાયબર ક્રાઇમમાં કોઇ કાયદાકીય જોગવાય અંગે પોલીસ અજાણ!!
સોશ્યલ મીડિયાના માધ્યમથી જોજન દુર બેઠેલી વ્યક્તિ એક બીજાની નજીક લાવી રહી છે તેમ એક બીજાના જાની દુશ્મન પણ બનાવી રહી છે. લંડન સ્થિત પટેલ યુવક દ્વારા છેલ્લા એક વર્ષથી દેવયાત ખવડને ન સાંભળી શકાય તેવી ગાળો ભાંડી છે. જેના કારણે પિતો ગુમાવી દેવાયત ખવડે કાયદાકીય કાર્યવાહી કરવાના બદલે કાયદો હાથમાં લઇ પટેલ યુવકના મિત્ર ગરાસીયા યુવાન પર રાજકોટમાં ધોકાવાળી કરી છે. બંને જુથ એક બીજાને ભરી પીવા સજ્જ બન્યા છે. ત્યારે પોલીસ મુક પ્રેક્ષક જેવી બની ગઇ છે. સોશ્યલ મીડિયામાં વાંધાજનક ‘લાઇવ’ વાયરલ કરનાર સામે કાર્યવાહી કરવામાં પોલીસ નિષ્ફળ રહેતા રાજકોટની શાંતિને પલીતો ચપાયો છે. પોલીસ હજી આવી વાંધાજનક નલાઇવથ અને પોસ્ટ વાયરલ કરનાર પર કાયદાકીય અંકુશ નહી પાવે તો આગામી દિવસોમાં રાજકોટમાં લોહીયાળ જંગ ખેલાશે તેવી દહેશત વ્યક્ત થઇ રહી છે. સોશ્યલ મીડિયાના અતિરેક વાયરલના વાયરસ બની સમાજ માટે ઘણી ઘાતક બની ગયું છે. વર્ગ વિગ્રહ ફાટી નીકળે તેવી દહેશત સામે પોલીસે જાતે ફરિયાદી બની કાયદો અને વ્યવસ્થા જાળવવી જરૂરી બન્યા છે.
- લંડનના વાયરસે રાજકોટમાં ધોકાવાળી કરી
સોશિયલ મીડિયાના અતિરેક ઉપયોગના કારણે વિદેશમાં બેઠાબેઠા વતનમાં ધોકાવાડી થઈ હોવાની ઘટનાએ તાજેતરમાં ગરમાહો ઉદ્ભવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં લંડનમાં બેઠેલા શખ્સ જીત મોડાસાએ સોશિયલ મીડિયામાં લાઈવ કરી સાહિત્યકાર દેવાયત ખવડ પર ગાળોનો મારો ચલાવ્યો હતો. જેના કારણે મયુરસિંહ રાણા નામના યુવાને પણ જીત મોડાસા સાથે લાઈવમાં જોડાય દેવાયત ખવડ સામે ના બોલવાના શબ્દો ઉચ્ચાર્યા હતા. જેના કારણે લંડનમાં સોશિયલ મીડિયામાં લાગેલી આગ રાજકોટમાં લાગી અને તેમાં દેવાયત ખવડ દ્વારા મયુરર્સિંહ રાણા પર ખૂની હુમલો કર્યો હતો.
- પહેલા લાઈવમાં લંડનના જીતે ગાળો દીધા બાદ દેવાયત ખવડની માફી માગી હતી
થોડા સમય પહેલા પાર્કિંગ બાબતે રવિ રત્ન પાર્કમાં દેવાયત ખવડ અને પટેલ યુવાન વચ્ચે બોલાચાલી થઈ હતી જે મામલે લંડનના શખ્સ જીત પટેલે તેના સોશિયલ મીડિયાના પ્રોફાઇલમાં લાઈવ જય દેવાયત ખવડ અને તેના પરિવારને ગાળો ભાડી હત્તી જે વિડિયો વાયરલ થતા જ તેને થોડા દિવસ બાદ દેવાયતની માફી પણ માંગી હતી પરંતુ બંને વચ્ચે અનેક વાર બોલાચાલી થવાથી જીત મોડાસા નામના શકશે અનેક વખત સોશિયલ મીડિયામાં લાઈવ જય દેવાયત ખવડને ગાળો આપી હતી પરંતુ તે મામલે દેવાયત ખવડે કોઈ પણ કાર્યવાહી કરી ન હતી કે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી ન હતી જો તેને ત્યારે ફરિયાદ નોંધાવી હોત તો આજે આ સોશિયલ મીડિયાના વોરે ઘાતક સ્વરૂપ લીધું ન હોત.
- દેવાયત ખવડે ફરિયાદના બદલે સોશીયલ મીડિયામાં જિભા જોડી કરી
જ્યારે લંડનના શખ્સે સોશિયલ મીડિયામાં લાઈવ થઈ દેવાયત ખવડને બેફામ ગાળો ભાંડી હતી ત્યારે આ વિડીયો દેવાયત ખવડ પાસે પહોંચતા તેને ફરિયાદ કરવાના બદલે પોતે ગાજ્યો હતો અને પોતાનો સોશિયલ મીડિયામાં એક વિડીયો મુક્યો હતો જેમાં તેને તેના ફેન્સને કહ્યું હતું કે, આવા આવારા તત્વો નું તમારે માનવું નહીં અને જે બાર વિદેશ બેસીને ગાળો બોલો શકતો હોય તેનાથી રૂબરૂમાં કશું પણ થઈ શકે નહિ જેથી જો વધારે પાવર હોઈ તો રાજકોટ આવી બતાવે અને હું ખૂલે આમ રખડુ છું જે થઈ તે કરી લેવું તેવું તેને જણાવ્યું હતું અને ફરિયાદની બદલે પોતે પણ ઉશ્કેરી જનક વિડીયો વાયરલ કરતા આ સોશિયલ મીડિયાના વોરે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. જો તેને ત્યારે ત્યારે વિદેશ બેઠેલા જીત પટેલ નામના શખ્સ વિરોધ ફરિયાદ નોંધાવી હોત તો ત્યારે જ તંત્ર હરકતમાં આવી ગયું હોત.
- જીત મોડાસાએ લંડનમાં પૈસા પડવવા લુખ્ખાગીરી કરી
- મને ગાળો બોલવામાં કોઇ ન પહોંચે !
લંડનમાં રહેતો જીત મોડાસા ઉર્ફે ડેક્સ્ટર નામનો શખ્સ લંડન પણ લુખાગીરી કરે છે.અને ત્યાં રહેતા ગુજરાતી યુવાનોને ધાક ધમકી આપી તેની પાસે પૈસા પડાવે છે આ લુખેશ અવારનવાર તેના સાથી મિત્રો સાથે દારૂના નશામાં ઘૂત થઈ મારા મારી કરતો હોય તેવા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા પરંતુ ત્યાં તેના વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવી હતી. આ શખ્સ અનેક વાર સોશિયલ મીડિયામાં લાઈવ થઈ દારૂની રેલમ સેલમ કરતો હોય છે અને અનેક લોકોને ગાળો આપતો હોય છે પરંતુ પોલીસ તંત્ર દ્વારા તેના વિરુદ્ધ કોઈપણ પગલાં નહીં લેવાતા તે બેફામ થઈને આવા અનેક વિડિયો બનાવતો રહે છે.
- લંડનના શખ્સ સાથે મયુરસિંહ ઈન્સ્ટાગ્રામ લાઈવ જોડતા મામલો બિચકયો
રાજકોટમાં તાજેતરમાં જ સર્વેશ્વર ચોકમાં દેવાયત ખવડે તેના બે સાગરીતો સાથે મળી મયુર સિંહ રાણા નામના યુવાન પર જુના મન દુ:ખના કારણે ધોકા પાઇપ વડે બેફામ માર માર્યો હતો.પરંતુ આમાં નવો વળાંક સામે આવ્યો છે.લંડનનો જીત મોડાસા નામના શખ્સે તેના ઈન્સ્ટાગ્રામના ડેકસ્ટર નામના આઈડી પરથી લાઈવ કરી દેવાયત ખવડને અનેકવાર ગાળા ગાળી કરી હતી સતત એક એક કલાક સુધી ઇંસ્ટાગ્રામમાં લાઈવ રહી દેવાયત ખવડ અને તેના પરિવાર વિશે અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેનું કારણ એવું હતું કે થોડા સમય પહેલા પાર્કિંગ બાબતે પટેલ યુવાન સાથે દેવાયત ખવડને બોલાચાલી થઈ હતી જે મામલે આ લંડનના શખ્સે સોશિયલ મીડિયા મારફત દેવાયતને ગાળો ભાંડી હતી આ લાઇવમાં મયુરસિંહ પણ જોડાયા હતા. જેમાં તેઓ બંને સાથે દેવાયત ખવડને ગાળો આપી હતી અને તેના ઘરમાં ઘૂસી માર માર્યાની વાતો વહેતી કરી હતી. જેથી લાઈવમાં દેવાયત અને અનેકવાર ગાળો આપવાથી મામલો બિચકયો હતો.જેથી દેવાયત ખવડ ની ડગરી ચશકતા તેને ધોકા વાળી કરી હતી.
- ડોહડાયેલા વાતાવરણ સામે તંત્ર એલર્ટ થઈ પગલાં લેશે કે નહિ??
સોશિયલ મીડિયાના અતિરેક ઉપયોગમાં હવે દુનિયા જાણે સાચે નજીક આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. જેમાં લંડનમાં બેઠેલા શખ્સ દ્વારા સતત દેવામાં આવતી ગાળાગાળી બાદ ડોહડાયેલા રાજકોટ શહેરના વાતાવરણ બાદ શું પોલીસ અને સાયબર ક્રાઈમ દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં તેવા સવાલો લોકોની ચર્ચાનો વિષય બન્યો છે. જો પોલીસ દ્વારા આવા સમયમાં પણ આગળ આવી કોઈ કાર્યવાહી ન કરે તો હજુ પણ આ લોક સાહિત્યકાર અને યુવાન વચ્ચે થયેલી મારામારીનો મામલો વધુ બિચકશે તેવી દહેશત પણ દેખાઈ રહી છે. સાયબર ક્રાઇમ દ્વારા જો લંડનમાં બેઠેલા શખ્સ સામે નોટિસ મોકલવામાં આવે તો પણ આ મામલે ઘણું થાળે પડે તેવું લાગી રહ્યું છે.
- સાયબર ક્રાઈમના વિદેશ સ્થિત સામે કાયદાકીય કાર્યવાહી મુશ્કેલ: વિશાલ રબારી
સોશ્યલ મીડિયામાં થતી વિવિધ પ્રકારની ટીપણીના કારણે મોટી મુશ્કેલી સર્જાતી હોય છે. વિદેશથી ઉશ્કેરણીજનક નલાઇવથ વાયરલ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવી અતિ મુશ્કેલ હોવાનું સાયબર ક્રાઇમના એસીબી વિશાલકુમાર રબારીએ નઅબતકથ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. આમ છતાં કોઇ ફરિયાદ માટે સાયબર ક્રાઇમની મદદ લે ત્યારે તેમની ફરિયાદ લઇ કાર્યવાહી કરવા પોલીસ કટ્ટીબધ હોવાનું કહ્યું હતું.