ચાંડાલ યોગના લેખ પછી અનેક મિત્રોના પ્રતિભાવ પ્રાપ્ત થયા છે અને મોટાભાગના મિત્રો જાણવા માંગે છે કે આ યોગનો શુભ ઉપયોગ શું કરી શકાય તો કાર્મિક રીતે આ યોગના શુભ ઉપયોગ માટે કળિયુગમાં સેવાનું કાર્ય ઉત્તમ ગણાય છે એ માટે સેવાકીય અભિગમ અપનાવવો જોઈએ વળી ગુરુ અભ્યાસના કારક છે માટે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ કરવાથી ચાંડાળયોગમાં રાહત મળે છે.
બીજી બાબત એ છે કે આ સમયમાં ગુરુના રત્ન પોખરાજ અને રાહુના રત્ન ગોમેદ બંને ને બેલેન્સ કરતા રંગનું રીઅલ રત્ન ચાંડાળયોગ નિવારણ મંત્ર અને કાર્યસિદ્ધિ મંત્રથી વેદોક્ત રીતે સિદ્ધ કરી ધારણ કરવામાં આવે તો સુંદર પરિણામ પ્રાપ્ત થાય છે. જે મિત્રોને જન્મકુંડળીમાં કોઈ પણ રીતે આ યોગ બનતો હોય અથવા ગોચરમાં ચાંડાલ યોગ બનતો હોય ત્યારે વિશિષ્ટ મંત્રથી આ રત્ન ધારણ કરવામાં આવે તો શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.
વિશ્વની મોટી કંપનીઓ કર્મચારીઓને છુટ્ટા કરવામાં લાગી છે અને બીજી તરફ ભારતનું બુદ્ધિધન વિદેશ જઈ રહ્યું છે આ બે અસમંજસ વચ્ચે ચાંડાલ યોગ શરુ થવા જઈ રહ્યો છે અગાઉ લખ્યા મુજબ ગુરુએ જીવ છે અને રાહુ વિદેશ છે માટે આગામી દિવસોમાં આ સ્થળાંતર વધુ થતું જોવા મળશે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨