હાલમાં સમગ્ર ગુજરાત માં શાળા પ્રવેશોત્સના કાર્યકમો ચાલી રહ્યા છે ત્યારે ઉનાનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં ઊનાના શાડેસર ગામે સરકારી પ્રા.શાળામાં પ્રવેશત્સવની એક તરફ ઉજવણી ચાલુ રહી હતી. અધિકારી, પદાધિકારીઓ છાત્રોને પ્રવેશ અપાવી સરકારના ગુણગાન ગાઇને રવાના થયા અને થોડી મિનીટોમાં બાદ જ આ શાળામાં છાત્રોના મધ્યાહન ભોજનમાં દાળ ઢોકરીની રસોઈમાં ગરોળીનું બચ્ચુ નીકળ્યું.
ધો-6ની વિદ્યાર્થીનીએ ભોજનમાં આવેલી ગરોળીનું બચ્ચા વાળુ ભોજન લઇ આજ શાળાના આચાર્યને બતાવતા તે પણ ચોકી ઉઠ્યા હતા.અને આ વાત ગામના આગેવાનો અને વાલીઓ સુધી પહોચતા સરપંચે મામલતદાર, ટીડીઓને જાણ કરતા ઊના સીએચસી કેન્દ્રના આરોગ્ય અધિકારીને તપાસના આદેશ કરતા છાત્રોની આરોગ્ય બાબતની તપાસ માટે તુરંત ટીમ શા.ડેસરની સરકારી પ્રાથમિક શાળાએ દોડી ગયેલ હતી. અને બાળકોની તપાસ કરતા તમામ છાત્રો ભય મુક્ત હોવાથી રાહતનો શ્વાસ લીધો હતો.
આચાર્ય અરૂણાબેનએ જણાવેલ કે વધારે પડતા મસાલા નાખેલ હોય જેથી ખ્યાલ ન આવ્યો. પણ હતી તો ગરોળી જ તેવી હળવાસથી નરવા કુંજરવા સ્વરે જણાવ્યું હતું. તાલુકા શિક્ષણ અધિકારીઓ મામલતદારે આપેલા અહેવાલમાં જણાવ્યુ કે શા.ડેસરની પ્રા.શાળામાં મધ્યાહન ભોજન મે ચેક કર્યુ હતુ.
મધ્યાહ્નન ભોજન કેન્દ્ર પર બેદરકારી જ ચાલતી હોય તેમ આવા કિસ્સા સામે આવી રહ્યાં છે.ત્યારે જ થોડા દિવસ પહેલાં ગીર ગઢડા પંથકના જરગલી ગામે કાર્યરત આંગણવાડી કેન્દ્ર માં પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો.અને છાત્રોને પીરસવામાં આવેલ દાળ-ઢોકળી માં ઈયળ જોવા મળી હતી અને વાલીઓ કેન્દ્ર પર પહોંચ્યા હતા.અને તંત્ર દોડતું થયું હતું.હવે જોવું રહ્યું આ પંથકમાં ચાલતા કેન્દ્રો પર નિયમિત તપાસ કરવામાં આવે છે કે નહીં. આ ઉપરાંત દરેક કેન્દ્ર પર આવતા અનાજની તકેદારી રાખવી જોઇએ જેથી તેમાં જીવાત કે અન્ય વસ્તુ ન પડે.