લોકડાઉનના બે માસમાં ઉદ્યોગો, વેપારના ધમધમાટ માટે નોકરીયાત, દ્યોગો, વિતરક, સરકારે થોડોક ‘ભોગ’ આપવો પડશે
કોરોનાના કહેરથી ૨૧ દિવસના લોકડાઉનમાં ઉદ્યોગો વેપાર બંધ રહ્યા છે અને દેશને મોટુ આર્થિક નુકશાન થયું છે. ત્યારે આ નુકશાનને સરભર કરવા સરકાર, ઉત્પાદકો, વિતરકો, કર્મચારીઓ સહુએ થોડો થોડો ભોગ આપવો પડશે.
૨૧ દિવસના લોકડાઉન દરમિયાન સરકારે કોઈપણ કર્મચારીનો પગાર કાપવાનો નથી અને રહેવા જમવાની વ્યવસ્થા કરવાનું કહ્યું હતુ હવે લોકડાઉન લંબાવાય તો કોઈ પણ ઉદ્યોગ કે વેપાર ધંધા માટે એક માસ માટે પગાર ચૂકકવો કે અન્ય સુવિધા આપવી પોષાય નહી એ સ્વાભાવિક છે. આથી લોકડાઉન લંબાય તો અસરગ્રસ્ત તમામ પક્ષો સરકાર, ઉદ્યોગો, નોકરીયાત અને વિક્રેતાઓ થોડો થોડા ત્યાગ કરે અથવા થોડુંક જતુ કરવાની ભાવના રાખે તો ઉદ્યોગ, વેપારની શરૂ આત થઈ શકે અને લોકડાઉન બાદ બે માસમાં ઉદ્યોગો વેપાર પૂર્વવત થઇ શકે તેમ છે.
- નોકરીથી આવક મેળવનારા:- જે લોકો નોકરીથી આવક મેળવે છે તેમણે રપ હજાર સુધીના પગારનાં ર૦ ટકા, રપ થી પ૦ હજાર સુધીના પગાર ધરાવતા રપ ટકા પગાર કામ ભોગવે તેવી ઉદ્યોગોને સહયોગ આપી સમજુતી કરે રહેવા માટેના મકાનથી જે ભાડાની આવક મેળવે છે તે ત્રીજા ભાગનું ભાડું જતું કરે.
- સરકાર:– પગાર અને ભાડામાં કાપ મુકયા બાદ અડધી ચૂકવણી કરવામાં આવે અને બાદમાં જે આવક વધે તેને સરકારને ચૂકવણીની આવક ગણવામાં આવે. એટલે કે વેપારને જીએસટી, આવકવેરા, પ્રોફેશનલ ટેક્ષ, પ્રોવિડન્ટ ફંડ, ઇએસઆઇ વગેરેમાં રાહત આપવામાં આવે.
- નોકરીદાતા:- નોકરી દાતા જે તે કર્મચારીને તેના કુલ પગાર ભથ્થાના ૪૦ ટકા રકમની ચૂકવણી કરી અને લોકડાઉન ઉઠાવી લેવાયાના બે માસના અંતે નોકરી દાતાએ કોઇપણ પ્રકારના કાપ વિના પૂરેપૂરો પગાર ભથ્થાની ચૂકવણી કરે.
વિતરકો:- લોકડાઉનના લીધે જે વિતરકોની આવક છેલ્લા છ માસથી સરેરાશથી અડધી જેટલી ઘટી ગઇ છે. તેને રપ માર્ચ સુધીની ચડત રકમના ચાર માસેના સમખા ભાગે ચૂકવવામાં આવે અને રપ માર્ચ પછીના નાણા લોકડાઉન ઉઠાવાયા બાદ બે માસમાં ચૂકવવામાં આવે. જો કે આ બાબતે સરકારે હજુ સુધી કોઇ નિર્ણય જાહેર કર્યો નથી. આવા લાગતા વળગતા સૌ આ બાબતે વિચારે અને થોડુંક જતુ કરવાની ત્યાગથી ભાવના અપનાવે તો તમામ પ્રશ્ર્નોને રાહત થાય અને વેપાર ધંધા આગામી બે માસમાં જ પાટે ચડી જાય.
- ફૂડ, ઓટો, સ્ટીલ, સિમેન્ટ સહિતના ૧૬ સેક્ટરને લોકડાઉનમાં છૂટ અપાશે
લોકડાઉનમાં ફૂડ, ઓટો, સ્ટીલ અને સિમેન્ટ સહિતના ૧૬ ક્ષેત્રોને છૂટછાટ આપવા અને લોકડાઉન બાદ ઉદ્યોગો પુન: ધમધમતાકરવા માટે કાર્યક્રમ ઘડી કાઢવા ઉદ્યોગ વિકાસ વિભાગે સરકારને ભલામણ કરી છે. સરકારી પ્રવકતાએ આ અંગે જણાવ્યું હતુ કે ઉદ્યોગ વિકાસ વિભાગે આ સૂચન કર્યું છે. પણ તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી. ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથેની ચર્ચા બાદ આ ભામણ કરવામાં આવી છે. વાણીજય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ક્રમશ: ઉદ્યોગો પૂન: શરૂ કરવાનો વિચાર વ્યકત કર્યો હતો. લોકડાઉન ૩૦ એપ્રીલ સુધી લંબાવવામાં આવે અને ઘરમાં જ રહેવું પડે તો ઉદ્યોગો બંધ રહેવાની ચિંતા વધી જાય. ગત સપ્તાહના અંતે ઉદ્યોગો સાથે ચર્ચા બાદ જરૂ રીયાતની ચીજ વસ્તુઓ ઉપરાંતની આર્થિક પ્રવૃત્તિ વધારવા અને બજારમાં તરલતા લાવવા ઉદ્યોગ વિભાગે ભલામણ કરી હતી. ઉદ્યોગ વિકાસ વિભાગે ક્રમશ: ઉદ્યોગો ચાલુ કરવા અંગે કેટલાક સૂચનો કર્યા હતા.
જેમાં કામદારો માટે એક જ જગ્યાએથી પ્રવેશ, અલગ ટ્રાન્સ્પોર્ટેશન, કારખાનામાં જ રહેવાની તથા વાહનો તથા માણસોની અવરજવરની છૂટ આપવા વગેરે છે. ટેક્ષટાઈલ્સ અને ઓટો મોબાઈલ ક્ષેત્રને પૂરતા સેનીટેશન અને સામાજીક અંતર જાળવવાના અમલ સાથે ૨૦ ટકા ક્ષમતા સાથે કાર્યરત કરવા જોઈએ તેવી પણ લાગણી વ્યકત કરી હતી. કોરોનાની સારવાર માટે જરૂ રી વસ્તુઓ સામે આવશ્યક ચીજ વસ્તુઓનો પૂરવઠો ઘટી રહ્યો હોય પૂન: ઉત્પાદન શરૂ કરવું જરૂ રી બની ગયું છે તેમ અધિકારીએ જણાવ્યું હતુ, ઉદ્યોગ સરકારના હકારાત્મક પ્રતિભાવ અને નિર્દેશની રાહ જોઈ રહ્યા છે.