ભારત દેશમાં યુવાપેઢી ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ સારી રોજગારીની તકો હરહંમેશ શોધતી હોય છે ત્યારે તેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે તેમનાં દ્વારા અઘરી ગણાતી પ્રવેશ પરીક્ષાઓ પણ આપવામાં આવતી હોય છે. ઉચ્ચ સ્તરીય રોજગારી માટે અથવા તો સરકારી કચેરીમાં રોજગારી મળે તે માટે જે પરીક્ષાઓ લેવામાં આવતી હોય તે અત્યંત કઠીન હોવાનું પણ માનવામાં આવે છે. વિદ્યાર્થીઓ અનેકવિધ વખત પરીક્ષાઓ આપવાની સાથોસાથ તેઓ નાસીપાસ પણ થતા હોય છે અને અનેક વખત તેઓ તેમનો જીવ પણ ગુમાવતા નજરે પડે છે. આ તકે એન્ટ્રેન્સ એટલે કે પ્રવેશ પરીક્ષા કેવી રીતે સ્માર્ટ બનાવવી અને વિદ્યાર્થીઓને તણાવની સ્થિતિનો સામનો ન કરવો પડે તે કેવી રીતે કરવું તે દિશામાં હાલ રિસર્ચ થઈ રહ્યું છે.

પ્રવેશ પરીક્ષા માટે અનેકવિધ સંસ્થાઓ વિવિધ કોર્સ થકી વિદ્યાર્થીઓને શિક્ષણ પુરુ પાડતી હોય છે ત્યારે આવનારા સમયમાં ટેકનોલોજીનો મહતમ ઉપયોગ અને આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સની મદદ કેવી રીતે લઈ શકાય તે દિશામાં હાલ વિચારણા થઈ રહી છે. વૈજ્ઞાનિક‚પથી પ્રશ્ર્નપત્રો કેવી રીતે તૈયાર કરવા, તેની ડિલેવરી કેવી રીતે કરવી અને પેપરનાં નિર્ણયો એટલે કે રીઝલ્ટો કેવી રીતે બહાર પાડવા તે એટલું જ મહત્વનું છે. પરીક્ષાઓ લેવાની પ્રક્રિયા, સ્ટુડન્ટ વિદ્યાર્થીઓની ચકાસણી સહિત અનેક મુદ્દાઓ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષા માટે મદદરૂપ બની રહ્યા હોય છે જયારે બીજી તરફ કોમ્પ્યુટર બેઇઝ પરીક્ષા આવવાથી બાળકોમાં એટલે કે વિદ્યાર્થીઓમાં સાનુકૂળતા રહે છે. વિદ્યાર્થીઓને તણાવની અનુુભૂતી ન થાય તે માટે પ્રશિક્ષિત શિક્ષકોને પ્રશિક્ષણ આપવા માટે તૈયાર કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓ માટે એપ્ટીટયુડ ટેસ્ટ લેવામાં આવે છે તેને વહેલાસર નાબુદ કરવા માટેની પણ ભલામણ કરવામાં આવી છે ત્યારે દેશભરમાં કોમ્પ્યુટરાઈઝડ એડેપટીંવ ટેસ્ટીંગ એટલે કે કેટને માન્ય કરવાની વાત હાલ કરવામાં આવી રહી છે.જો આ પઘ્ધતિ સરકાર દ્વારા વહેલાસર લેવામાં આવશે તો પ્રવેશ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ખુબ જ સરળ બની રહેશે અને પ્રવેશ પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાં જે તણાવની સ્થિતિ જોવા મળતી હોય છે તે પણ હવે જોવા નહીં મળે અને તેઓ તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન પણ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.