શરીરમાં ખંજવાળ, રેડ સ્પોર્ટસ, ઉઘરસ પણ થઇ શકે છે

કદાચ તમારા માટે એલર્જી સામાન્ય બાબત છે પરંતુ જેને અમુક પ્રકારના ભોજનનીથી કે આહારથી એલર્જી હોય તો તેની માઠી અસર તેમના સ્વસ્થ્ય પર પડે છે. જો કે ફુડ અલજી અમુક હદ બાદ વિસ્તૃત સ્વરુપ પણ ધારી લે છે. જેમાંથી એક સૌથી મોટી એલજી મગફળીની છે. ઘણાં લોકોને ખ્યાલ જ નથી કે મગફળીથી પણ એલજી થાય નાના બાળકોને વડીલો દ્વારા વધુ મગફળી આપવાથી હંમેશા અટકાવવામાં આવતા હોય છે. જો કે મગફળીના ગુણો પણ બદામ, કાજુ અને અન્ય ડ્રાયફુટ જેવા જ છે. પરંતુ મગફળીથી થતા રિકેકશનને તેને ખાવાનું રોકવાથી અટકાવી શકાતા નથી. તેની સુગંધ લેવાથી કે શરીરની ચામડીના સંપર્કમાં આવવાથી પણ વધે છે. એવું પણ બની શકે કે જો કોઇ કડાઇમાં સિંગદાણા શેકેલા હોય અને ત્યારબાદ તે જ કડાઇમાં તમે અન્ય વસ્તુ બનાવો તો પણ એલજી થઇ શકે છે પરંતુ કઇ રીતે જાણશો કે તમને સિંગદાણાની એલર્જી છે કે નહીં ?

સિંગદાણાની એલજીના લક્ષ્ણો

– ચામડીમાં ખંજવાળ આવવી

– શરીરમાં લાલ દાગ થવા

– નાકમાંથી લોહી વહેવું

– સ્વરપેટી અથવા મોઢાની આસપાસ બળતરા અથવા ખંજવાળ આવવી

– શ્ર્વાસ લેવામાં તકલીફ પડવી

આ પરિસ્થિતિઓ રેર કેસમાં થતી હોય છે. આમ છતાં સ્વાસ્થ્ય માટે ખુબ જ ગંભીર છે.

સિંગદાણાની તમને એલર્જી છે કે નહી કેવી રીતે જાણશો

માણસની તાસીર વ્યકિતદીઠ અલગ અલગ હોય છે. એવું જરુરી નથી કે બધાં જ લક્ષણો તમને પણ અનુભવાય જેનાથી તમે તમારી તાસીર પ્રમાણે એલર્જીની નોંધ કરી શકો છો.

જો તમે સિંગદાણાની એલજી વિશે ચોકકસ  ન હોય તો ડોકટર તમને અમુક દિવસો માટે અમુક પ્રકારનું આહાર લેવાની મનાઇ કરે છે પણ તમે તે આહર નહી લેતી વખતે એક વખત ફરી લઇ જાણી શકો છો કે તમને અસર થાય છે કે નહીં.

બીજો વિકલ્પ તમે ફુડનું અમુક પ્રમાણ ચામડી પાસે રાખો જો તમને તેનાથી કોઇ પ્રકારની અણગમતી પ્રક્રિયા અનુભવાય તો એલર્જીની ચકાસણી કરી શકાશે.

ઘણી વખત એલર્જી માટે ડોકટરો બ્લડ ટેસ્ટ કરતા હોય છે જે અસરકાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.