જે  લોકોની સ્કિન ટાઈપ ઓઈલી તેઓ માટે સ્કિનની માવજત અને તેને લગતી સમસ્યાથી દૂર રાખવી મુશ્કેલ બની જાય છે. તેમાં પણ ચોમાસા દરમિયાન ઓઈલી ત્વચા વધુ ધ્યાન અને માવજત માંગે છે. મોન્સૂન દરમિયાન વાતાવરણમાં  ભેજનું પ્રમાણ વધી જવાથી સ્કિન પાર પણ તેની અસર જોવા મળે છે। જેમ કે અચાનક પિમ્પલ વધી જવા,ભેજના લીધે ચેહરા પાર ઓઇલ વધી જવું ,બ્લેક અને વ્હાઇટ હેડ્સ વધી જવા આવી બધી તકલીફો વધી જય છે.

ચોમાસાની ઋતુમાં ઓઈલી સ્કિનની માવજત માટેની ટિપ્સ જેથી કેવી રીતે ત્વચાને હેલ્થી રાખી શકાય.અને તે ભેજયુક્ત વાતાવરણમાં પણ સ્કિનને ચમકદાર રહેવામાં પણ મદદરૂપ થશે.

જયારે પણ ચહેરો સાફ કરો ત્યારે હુંફાળા પાણીથી ધોવું. હુંફાળું પાણી ઉપયોગમાં લેવાથી ચહેરા પરથી વધારાનું ઓઇલ નીકળી જાઈ છે ને ત્વચા સ્વસ્થ બને છે.તેના લીધે પિમ્પલ થતા પણ અટકે છે.

જયારે પણ ત્વચા વધુ ઓઈલી લાગે ત્યારે કોટન બોલની મદદથી ગુલાબ જળ ચહેરા પર લગાવું જોઈએ. ગુલાબ જળ વધારાનું ઓઇલ દૂર કરવાની સાથે સાથે ત્વચા તરોતાજા બનાવશે. દિવસ દરમ્યાન 2 થી 3  વખત ગુલાબજળ લગાવી શકાય છે.

જો વધુ ઓઈલી સ્કિન અને બ્લેક અને વાઈટ હેડ્સની પ્રોબ્લેમ રહેતી હોઈ ત્યારે, બેસ્ટ ઓપ્શન છે સ્ક્ર્બ. અઠવાડિયામાં એક અથવા બે વાર ત્વચાને માફક આવે તેવું જેન્ટલ સ્ક્ર્બ ઉપયોગમાં લઇ શકો છો. જે ઓઇલ દૂર અને બ્લેક હેડ્સ દૂર કરશે અને ત્વચા વધુ મુલાયમ બનાવશે. ટી ટ્રી ઓઇલ યુકત સ્ક્રબ ત્વચા માટે ઉત્તમ રહેશે.

મહિનામાં એક અથવા બે વખત મડ ફેસ માસ્ક ઉપયોગમાં લેવો. જે ઓઈલી સ્કિન માટે પરફેક્ટ છે. મડ ફેસ માસ્ક ત્વચાને ઓઇલ ફ્રી રાખે છે, સાથે જ હાઇડ્રેટ અને લચીલી રાખે છે. ચહેરા પરની વધારાની ગરમી દૂર કરી સ્કિનને ઠંડક પ્રદાન કરે છે. ત્વચાના છિદ્રો ખુલતા અટકાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.