મોટી કિંમતની વસ્તુઓ ડીલીવરી થયાબાદ ઓનલાઈન વેબસાઈટના સ્ટાફના નામે આવે છે ફેક કોલ અને તમે લકી ડ્રોના વિજેતા છો તેવું જણાવીને કરાય છે છેતરપીંડી

ઓનલાઈન શોપીંગમા તો છેતરપીંડીનો ભોગ ગ્રાહકો બનતા જ હતા પરંતુ હવે ઓનલાઈન ખરીદી કર્યા બાદ જે તે વસ્તુની ડીલીવરી બાદ પણ છેતરપીંડી શરૂ થઈ ગઈ છે. કોમર્સ વેબસાઈટ પર દૈનિક ધોરણે આકર્ષક ઓફર્સ ઉપલબ્ધ હોવાથી છેતરપીંડી આચરનારા લોકોએ લોટરી દ્વારા છેતરપીંડી શરૂ કરી છે. જો તમે વારંવાર ઓનલાઈન ખરીદી કરો છો તો કૌભાંડકારો માટે તમારી સાથે છેતરપીંડી કરવી સહેલી બની શકે છે.

ઉલ્લેખનીય છે કે છેતરપીંડીની શરૂઆત ત્યારે થાય છે જયારે તમે કોઈ પ્રોડકટ ઓનલાઈન ઓર્ડર કરી હોય અને તેની ડીલીવરી તમારા ઘરે થઈ જાય છે જી હા કૌભાંડકારો દ્વારા આ નવી મોડસઓપરેન્ડી શરૂ કરવામાં આવી છે અને એવી ઓનલાઈન ખરીદી પછી છેતરપીંડી થાય છે જે જેમાં મોટી કિમંતની વસ્તુઓ હોય જેમાં ટેલીવીઝન એપલાયન્સીસ અને સ્માર્ટફોનનો સમાવેશ થાય છે.

મહત્વનું છે કે છેતરપીંડી આચરનારાઓ આ હાઈવેલ્યુ પરચેઝ પછી તરત જ તમને ઓનલાઈન શોપીંગ વેબસાઈટના કહેવાતા એકિઝયુટીવ તરફથી કોલ આવશે. ઉદાહરણ તરીકે જો તમે ફિલપકાર્ટમાંથી જે તે પ્રોડકટની ખરીદી કરી છે તો કોલર ફ્રિલપકાર્ટમાંથી એકિઝયુકિટવ તરીકે પોતાને રજૂ કરશે અને તમે જે પ્રોડકટ ખરીદી છે તેનાથી તમે સંતુષ્ટ છો કે કેમ તેની પ્રતિકિયા માટેનો કહેવાતો કો હશે. કહેવાતા આ પ્રતિસાદ રાઉન્ડ બાદ એકિઝયુકિટવ તમને જાણ કરશે કે તમે ઉત્પાદનની ખરીદી સાથે સંકળાયેલા ડ્રોના ભાગ્યશાળી વિજેતા છો. અને આ ડ્રોના ભાગ રૂપે તમે રૂા.૧૫ લાખ અથવા એકસયુવી ૫૦૦ કાર જીતી લીધી છે. ઉલ્લેખનીય છે કે કોલર આપમેળે તમારૂ સરનામું, ઓર્ડર આઈડી નામ અને મોબાઈલ નંબર ચકાસે છે. આ રીતે ફેક કોલ ઓનલાઈન ખરીદી કરનારને વાસ્તવિક લાગે છે. કારણ કે જેરે કોલ કર્યો છે તે આ વ્યકિત વિગતો જાણે છે ડ્રોના ભાગ્યશાળી વિજેતા આપ છો અને આપે ડ્રો ગિફટનીપ્રક્રિયા માટે રજિસ્ટ્રેશન ફી રૂપે રૂા.૧૫૦૦ની નાની રકમ માંગશે છેતરપીંડી કરનારને એવો વિશ્ર્વાસ હોય છેકે જેને કોલ કર્યો છે તે રજીસ્ટ્રેશન ફી ઓનલાઈન કે વાયા મોબાઈલ વોલેટ ચૂકવશે જે આમ ઓનલાઈન ખણીદી કર્યા પછી પણ ગ્રાહકો છેતરપીંડીનો ભોગ બને છે.

ઓનલાઈન પરચેઈઝ કરેલ વસ્તુઓમાં ડીલીવરી પછી કે પહેલા છેતીરપીંડીનો ભોગ ન બનાય તે માટે ઓનલાઈન શોપર્સ અપાવામાં આવી રહી છે તે ખૂબજ આગ્રહણીય છે. ઓનલાઈન શોપર્સ દ્વારા ચેતવણી અપાઈ રહી છે કે જો તમને ડીલીવરી બાદ આ પ્રકારનો કોઈ કોલ મળે તો તમે ઈ કોમર્સ પ્લેટફોર્મની કસ્ટમર કેર પર કોલ કરીને થવા ટીવીટર પર ઈન્ફર્મ કરીને જ નોંધણી ફી ચુકવો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.