વર્લ્ડ બેંક અને ઓકસફર્ડ ઈકોનોમિકસ ડીપાર્ટમેન્ટે સંયુકત રીતે ‘એડવાઈઝરી’ રિપોર્ટ તૈયાર કર્યો
યુ.એસ. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ધ્યાન દઈ રહ્યા છે. તેને બદલે ઈલેકટ્રોનિકસ ટ્રેડ પર ફોકસ કરે તો ચીનને વેપારમાં નાથી શકાય તેમ ગ્લોબલ ટ્રેડ ડેવલપમેન્ટ સાથે જોડાયેલા તજજ્ઞોનું માનવું છે. તેમણે તારણ કાઢ્યું છે કે ડ્રેગનને વેપારમાં કેવી રીતે ‘નાથી’ શકાય!
૨૦૧૬માં અમેરીકાએ ચીનથી મેટલ માત્ર ૫.૧ ટકા આયાત કર્યું આ ડાટા વર્લ્ડ બેંકે આપ્યો છે. ડાટા આગળ જણાવે છે કે મશીનરી અને ઈલેકટ્રોનિક આયાત અમેરીકાએ ચીનથી ૪૮ ટકા એટલે કે અધધ વસ્તુઓ આયાત કરી !!! આ સિવાય મિસેલેન્યસ આઈટમ જેમ કે ફર્નિચર, રમકડા વિગેરે અમેરિકાએ ચીનથી ૧૬.૫% આયાત કર્યું જયારે ટેકસટાઈલ અને કપડાની આયાત ‘ડ્રેગન’ પાસેથી ‘જગત જમાદારે’ ૮.૬% કરી.
વર્લ્ડ બેંક ડાટાના અભ્યાસ પરથી તજજ્ઞોએ જણાવ્યુંં છે કે અગર અમેરિકાએ ડ્રેગનને વેપારમાં નાથવું હોય કે તેના પર અંકુશ અગર નિયંત્રણ મેળવવું હોય તો ઘર આંગણે ઈલેકટ્રોનિક અને ટોય આઈટેમના ઉત્પાદન પર ફોકસ કરવું ઘટે કેમકે આ ચીજોની અડધો અડધ આયાત અમેરીકા ચીનથી કરે છે. મતલબ કે ચીનને ખટાવે છે. એમ તો જાપાન સા. કોરિયા અને તાઈવાન પણ ઈલેકટ્રોનિક આઈટમોનું ગ્લોબલ અપ્લાયર છે.
હવે આપણે ભારત અને ચીન વચ્ચેનાં વેપારની વાત કરીએ તો -ભારતીય બજારમાં ચીન ઘણી પરચૂરણ વસ્તુઓ ઠાલવે છે. આ સિવાય, સેન્ટ્રલ આફ્રિકા ચીનનું સૌથી મોટુ ગ્રાહક છે. ઉદાહરણ રૂપે કોંગો (જૂનું નામ ઝૈરે) બુટુંડી, રવાંડા, અ‚ષા, કિસાંગાની, કિપુસી, સોરોઠી વિગેરે સૌથી મોટા ઈમ્પોટર છે.
ઓકસફર્ડ ઈકોનોમિકના ચીફ એશિયા લુઈસ કિલજીએ જણાવ્યું કે ઈલેકટ્રોનિક અને ટેલીકોમ પ્રોડકટ તેમજ ટોયસ ડ્રેગન પાસેથી ઉપાડવાનું યૂ એસ બંધ કરી દે એટલે ચીનની નિકાસને અસર થાય જ થાય. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરીકન ઈકોનોમીને કઈ રીતે સ્ટ્રોંગ બનાવી શકે. અમેરીકન ડોલરને ગ્લોબલ ઈન્કોનોમિકમાં ફરી કઈ રીતે સર્વોપરિ બનાવી શકે તેના પર વર્લ્ડ બેંક અને ઓકસફર્ડના તજજ્ઞોએ એડવાઈસ રીપોર્ટ તૈયાર કર્યો છે.