મુંબઇની રેણુકામાતા ક્રેડિટ સોસાયટીમાં કાળાનાણાંને ધોળા કરવાનો મોટો જુગાર કાર્યરત: ઇડીએ હાથ ધરી તપાસ: અભણ, ગરીબ લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવી કાળુનાણું ધોળુ કરાવતા કાળાબજારીયાઓ..
એક તરફ સરકાર કાળાનાણાં પર રોક લગાવવા કમર કસી રહી છે તો બીજી તરફ કાળા બજારીયાઓ કાળાનાણાંને ધોળા કરવાના કોઇના કોઇ નુસખાઓ કરતા રહે છે. જેના ભાગ‚પે કાળા બજારીયાઓ પોતાના કાળાનાણાંને એવી રીતે ધોળા કરે છે કે તેની ઉપર કોઇ સંદેહ કે કાનુનન પ્રશ્ર્નો ઉભા ન થાય અને તેઓ સરકારની નજરમાંથી બચી શકે. તો ચાલો જાણીએ છેવટે કઇ રીતે કાળા બજારીયાઓ મની લોન્ડરીંગમાં તેના નાણાં ધોળા કરતા હશે. મુંબઇના કાલબાદેવી વિસ્તારમાં એક ગલીમાં સામાન્ય સી બિલ્ડીંગના ટોપ ફ્લોર પર રેનુકામાતા ક્રેડીટ સોસાયટી ચાલે છે. આ સોસાયટી અંગે મોટાભાગના લોકો અજાણ હશે.
પરંતુ મની માર્કેટ સાથે સંકળાયેલા લગભગ લોકો આ સોસાયટીથી વાકેફ હશે. જણાવી દઇએ કે આ સોસાયટીની મુંબઇ બ્રાન્ચ સાથે ‚ા.૨૦૦૦ કરોડથી વધુના રોકડ વ્યવહારો થયેલા છે. સોસાયટી પોતાના સભ્યો પાસેથી રોકડ ડીપોઝીટ લે છે અને સભ્યોના કહેવા પ્રમાણે તે આ રોકડને અન્ય શહેરોમાં જમા કરાવે છે. તેમાં પણ અચંબિત બાબત એ છે કે સોસાયટી આ અંગે સભ્યોને કોઇ પ્રશ્ર્નો પણ કરતી નથી. આમ જોઇએ તો તકનીકી રીતે આ કામમાં કોઇ કાયદા-કાનુનનું ઉલ્લંઘન થતું નથી. આ રીતે કાળાબજારીયાઓ આવા માઘ્યમથી પોતાના નાણાંને ટ્રાન્સફર કરી દે છે. આ એક એવી દુનિયા છે કે જ્યાં નોટબંધી અને ડિજિટલ કરન્સીની છાયા પડતી નથી.
કોના પૈસા જમા થાય છે?
આ રેનુકામાતા ક્રેડિટ સોસાયટીમાં કોના નાણા જમા થતા હશે? આ સોસાયટી થકી કોણ-કોણ નાણાં ધોળા કરાવતું હશે તેવા અનેકો સવાલો ઉઠે છે. તો તેનો પણ જવાબ આપી દઇએ કે મહારાષ્ટ્રમાં આ પ્રકારની સૌથી મોટી સોસાયટી આવેલી છે. જેની રાજ્યભરમાં ૧૦૦ શાખાઓ છે. જ્યારે મુંબઇના ઇન્કમટેક્સે (ઇન્ટેલિજન્સ એન્ડ ક્રિમીનલી ઇન્વેસ્ટિગેશન)આ મામલાની તપાસ કરી ત્યારે ચોંકાવનારી બાબતો સામે આવી હતી કે ઘણા સભ્યોના ખાતામાં કરોડો ‚પિયા જમા કરાયા હતા. અને ત્યારબાદ ટુંકાગાળામાં નાણાંને ઉપાડી લેવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના ખાતા જુગ્ગીમાં રહેનારાઓના હતા જેઓ પાસે આવકનો કોઇ સ્ત્રોત જ નથી.
પ્રારંભીક તપાસમાં શંકા હતી કે આ લોકોએ તેમના નામ, અંગુઠાના નિશાન અને ઓળખાણ દસ્તાવેજો ખાતા ખોલવા માટે રેનુકામાતા સોસાયટીને આપ્યા હશે અને આ ખાતાઓનો ઉપયોગ મની લોન્ડરીંગ માટે થતો હશે. હજુ સુધી આ લોકોના ઠેકાણા શોધી શકાયા નથી. આવકવેરા વિભાગે આ મામલાની તમામ જાણકારી એન્ફોર્સમેન્ટ ડાયરેકટરેટને આપી દીધી છે. આ એન્ફોર્સમેન્ટ ડાયરેકટરેટ પાસે એન્ટી મની લોન્ડરીંગ કાયદા હેઠળ આવા લોકોને પકડી પાડવાનો ખાસ અધિકાર છે. ઇડીએ તપાસ હાથ ધરી છે કે કયા લોકોના નાણાં જુગ્ગીના નામ પર ખાતાઓમાં જમા થયા છે.
એક ચાર્ટર્ડ એકાન્ટન્ટે આ વિશે જણાવ્યું કે, આ પ્રકારની લેવડ-દેવડ ઘણા લોકો મારફત થતી હોય છે. આથી અસલી આરોપી ઝડપી પાડવાનું કામ સરળ નથી. કાળાનાણાંને ધોળા કરવાના કામોમાં વચેટીયાઓ મુખ્ય ભાગ ભજવે છે. આ સાથે સંકળાયેલા સુત્રોના જણાવ્યા મુજબ આમા હેન્ડલર્સ હોય છે. જે વચેટીયાનું કામ કરે છે. જેનું કામ નાણા જમા કરાવનાર વ્યક્તિની ઓળખાણ ઉભી કરવાનું હોય છે. એટલે કે તે અમુક ફી લઇને પોતાના નામે ખાતુ ખોલાવવા આપી દે છે. આ કમીશન રપ૦૦ થી ૩૦૦૦ સુધીનું હોઇ શકે છે. આવા લોકો કીમશનની લાલચમાં જોયા જાણ્યા વિના ખાતુ ખોલવા માટેના ફોર્મ, ડિપોઝીટ અને વિથડ્રોઅલ સ્લિપ પર સહી કરી દે છે. આમ, કાળાબજારીયાઓને પોતાના કાળા નાણાં ધોળા કરવાનો સરળ રસ્તો મળી જાય છે.