યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિની એક મહત્વની ધરોહર છે જેને દુનિયા આખીએ અપનાવી છે. ત્યારે યોગ સ્વાસ્થ્ય માટે કેટલાં લાભદાઇ છે તે તો સૌ કોઇ જાણે છે પરંતુ તેને જીવનનો ભાગ કેટલાં લોકો બનાવે છે…..? ત્યારે મહિલાઓ યોગને ફિટનેસ મંત્ર માની તેને અપનાવ્યા છે. તેવા સમયે આ બાબતે પુરુષોએ થોડી બેદકરકારી દાખવી છે. પરંતુ અહિં યોગ પુરુષો માટે કેટલું જરુરી છે એ બાબતે વાત કરીશુ અને એ જાણ્યા બાદ દરેક પુરુષને યોગ કરવાની ઇચ્છા થયા વગર નહિં રહે.
– યોગ છે રામબાણ ઇલાજ :
આ આધુનિક લાઇફ સ્ટાઇલમાં સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટેનું રામબાણ ઇલાજ એટલે ‘યોગ’….. યોગનો નિયમિત રીતે અભ્યાસ કરવાથી તમામ પ્રકારની બિમારીઓથી બચી શકાય છે. આ સાથે જ શરીર પણ મજબૂત બને છે. અને એ જ મહત્વનું કારણ છે કે યુવાઓ, પુરુષોએ નિયમિત રુપથી રોજ યોગ કરવા જોઇએ.
– શરીરને લચીલું બનાવે છે. (ફ્લેક્સીબલ) :
કુદરતી રીતે જ પુરુષો કરતાં સ્ત્રીનું શરીર વધુ ફ્લેક્સીબલ હોય છે અને એટલે જ એ બાબતે પુરુષોમાં વધુ સમસ્યાઓ દર્શાય છે. શરીરમાં ફ્લેક્સીબલીટીની કમીનાં કારણે પુરુષોમાં વધતી ઉંમરની સાથે-સાથે પીઠનાં દુ:ખાવાની સમસ્યા વધુ જોવા મળે છે. આ દર્દથી દૂર રહેવા દરરોજ યોગાસન કરવા હિતાવહ સાબિત થાય છે.
– ઓફિસમાં રીલેક્સ ફિલ કરાવે….
ઓફિસમાં નવ-નવ કલાક કામ કરનારા પુરુષો માટે યોગ એ બ્રહ્માસ્ત્ર સમાન છે. સતત ગણું કામ કરવાથી કમર અકળાઇ જાય છે. અને એટલે જ શરીર અકળાઇ જાય તે પહેલાં નિયમિતરુપથી યોગ કરવાનું શરુ કરવું જોઇએ.
– મજબૂત શરીર :
જો તમે એવું માનતા હોય કે જીમ જવાથી માંસપેશીઓ મજબૂત બને છે તો તે તમારી ભૂલ છે. યોગ કરવાથી શરીર ફ્લેક્સીબલ અને મજબૂત બને છે. તમે જો તમારા પગની આંગળી પર બેલેન્સ રાખી પાંચ મિનિટ ઉભા રહેશો ને તો પણ તમને તમારી તાકાતનો અંદાજ આવશે જે જીમમાં ડેબેલ્સ કે પુશઅપસ કરવાથી નહિં આવે.
– ફ્રેશ ફિલ કરશો :
યોગ કરવાથી તમે હંમેશા ફ્રેશ ફિલ કરશો. સામાન્ય રીતે યોગ સવારમાં કરવામાં આવે છે જે તમને આખા દિવસની તાજગી બક્ષે છે. જે તમને શારિરિક તેમજ માનસિક બંને રીતે ફ્રેશનેસ પૂરી પાડે છે. મન શાંત હશે તો કોઇપણ સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો અને તણાવથી દૂર રહી શકો છો અને એ બધુ સવારનાં યોગ કરવાથી જ શક્ય બને છે.
તો પુરુષોને પણ યોગ લાભદાઇ જ હોય છે. અને દિવસ આખાની એનર્જી ભેગી કરવા વહેલી સવારે જ નિયમિત રુપથી યોગાભ્યાસ કરવો સ્વાસ્થ્ય માટે સુખરુપ સાબિત થાય છે.