જમ્યા પછીના બે ઘડીના ઝોંકાના ફાયદા, વામકુક્ષીથી ગેરફાયદાની વાતો જોજનો દૂર બપોરે 4 થી 7 નું ઝોકું રાતની ઉંઘ બગાડે છે: ભારતના સામાજીક જીવનમાં ઋષિકાળથી જ ‘વામકુક્ષી’ એટલે બપોરનું જમી ને બે ધડી આરામ કરી લેવાના રિવાજનો આરોગ્ય સાથે સીધો સંબંધ હોવાનું તાજેતરમાં જ કરવામાં આવેલા સંશોધનમાં સિદ્ધ થયું છે
જમી લીધા પછી બપોરે થોડીકવાર આડે પડખે થવાથી અડધા દિવસના સતત શ્રમથી થાકી ગયેલા શરીરને ખુબ જ સારો વિશ્રામ અને આખા દિવસની સુસ્તિ દુર કરવા ખુબ જ મદદ મળે છે: બપોરની નાનકડી ઊંઘ શરીરને માનસિક અને શારીરિક રીતે ફીટ રાખે છે
પ્રાચીન કાળથી આપણી જીવનશૈલીમાં બપોરે જમ્યા પછીની ઊંઘ વણાયેલી છે, ત્યારે વિકસતા વિજ્ઞાને બપોરની ઊંઘ બાબતે
ઘણા બધા પ્રશ્નો લોકોમાં ઊભા કર્યા છે, ત્યારે આ લેખમાં તે વિષયક ઘણી બધી માહિતી અને સમજ આપવામાં આવી છે. બપોરની ઊંઘ કે વામકુક્ષી આપણા શરીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોવાનું સંશોધનકારો જણાવે છે.
વામકૃક્ષીની આપણી પરંપરા અને રિવાજ અંગેની વાત આપણે બાપ-દાદા પાસેથી સાંભળી છે, અને વર્ષોથી વડીલો બપોરે 10 થી 30 મીનીટ સુઇને ફરીથી તાજામાજા થઇ જતા જોયેલા છે, કે આ પરિવારની જીવનશૈલી અંગે આપણે જોતા આવ્યા છીએ. ઝોકું મારવુ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. શરીર અને મગજને રિચાર્જ કરવા પણ આ ઊંઘ જરૂરી છે, આના થી યાદશક્તિમાં, હોર્મોન ગ્રોથ વધારામાં અને વજન ઘટાડવામાં પણ ઘણી જ મદદ મળે છે .
બપોરે જમી લીધા પછી તુરંત સુઇ જવાનો સમય 1 થી 3 રાખવો જોઇએ, આ આદત માટે દરેકે 4 થી 7 વાગ્યા સુધી સુવાની આદત ટાળવી જોઇએ. 1 થી 3 વચ્ચે આરામ કરવાથી થતાં ફાયદામાં વામકૃક્ષી શરીરમાં અંત:સ્ત્રાવ નું સંતુલન સુધારે છે, અને હ્રદયનું સ્વાસ્થ્ય પણ સુધારે છે. મેદસ્વીતામાં ધટાડો, અનિચ્છિનીય ચરબીના વધારાના અટકાવ સહીત આરોગ્ય માટે અનેક ફાયદારુપ લાભ વામકૃક્ષીની આદત આપણા શરીર માટે ફાયદાકારક છે.
સામાજીક જીવનમાં પેઢીઓથી વામકૃક્ષીની આદતના સારા નરસા પરિણામોની સમીક્ષા અને પ્રયોગો કરવામાં આવતા જીવનશૈલીની રીત ભાતમાં વામકૃક્ષી ફાયદારુપ છે કે નુકશાનકર્તા બપોરે સુવાથી ભવિષ્યમાં કેવી અસર થાય છે તેની પરિક્ષિત સમીક્ષામાં વામકૃક્ષીએ યોગ્ય દિનચર્ચા તરીકે જીવનશૈલી માટે ફાયદારુપ થતું હોવાનું સિઘ્ધ થયું છે.
વામકૃક્ષી અંગે ખુબ જ ચર્ચા વિચારણા, સંદેહ અને ગેરસમજણની વાતો સત્યથી જોજનો દુર હોવાનું ફલીત થયું છે. બપોરના ખાધા પછીની ઊંઘ કે આરામ આપણા શરીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારકગણાય છે.
આજના યુગના એથેલેટસ ક્રિશ્ટીયાનો રોનાલ્ડો પોતાના પરર્ફોમશન તાજગી, શારીરિક સ્ફુર્તિ અને આત્મબળ માટે જ બપોરે બે ઘડી આરામ કરવાની આદતને કારણભુત ગણાવે છે. બપોરે થોડીવાર આરામ કરી લેવાથી સુસ્તી દુર થાય છે અને સ્ફુર્તિનો સંચાર થાય છે.
આમ, ભારતની જુની પરંપરામાં સમજદાર લોકો મહાજનો વ્યાપારી, શ્રીમંતો અને ખેત મજુરી કરતા દાડીયાઓ પણ પોતપોતાની રીતે બે ધડી આડે પડખે થવાની આદત ધરાવતા હતા. તે દૈનિક સ્ફુતિના પુન: સંચાર માટે ખુબ જ ફાયદા રુપ હોવાનું આધુનિક વિજ્ઞાને સ્વીકાર્યુ છે.
બપોરે આરામ કરશો કેવી રીતે?
વામકૃક્ષીની પરંપરા અને આપણા રીવાજ મુજબ બપોરનું જમી લીધા બાદ તુરંત જ 1 થી 3 દરમિયાન ડાબા પડખે સુઇને આરામ કરી લેવો જો તમે કામ ધંધકાના સ્થળ અથવા તો શાળાએ હોય તો આગળ ટેબલ ઉપર માથુ નમાવીને ઝોકુ લઇ લેવું આ ઝોકુ ઓછામાં ઓછું દસ મીનીટનું અને વધારેમાં વધારે અડધી કલાકનું જ હોવા જોઇએ. હા, માંદગીમાંથી બેઠા થયેલા લોકો, જુવાનીયા બાળકો, વયસ્કોક વૃઘ્ધો માટે બપોરે દોઢેક કલાક સુઇ જવાની હિમાયત કરવામાં આવી છે. બપોરે સુવાની આદતના નિશ્ર્ચિત સમય માટે અપાયેલી સલાહ મુજબ 4 થી 7 વચ્ચે કયારેય ન સુવુ તેનાથી રાતની નિંદરમાં ખલેલ પડે છે. બપોરે સુતા પહેલા બીડી પીવાનું, ચોકલેટ, કોફી, ચા ન લેવી અને સુવા ટાણે ટીવી ચાલુ ન રાખવું.
બપોરની ઉંઘ સ્ફુર્તિ માટે મદદરુપ બને છે. જમ્યા પછી આળસ દુર થાય છે, અને દિવસના આરામની ગુણવતા સુધારે છે. ઋજુતાના મત મુજબ બપોરનું ઝોકું ફરીથી તરોતાજા બનાવવા માટે અકસીર છે.
બપોરનું ઝોકું મેદસ્વીતા દુર કરવા માટે ઉપયોગી થાય છે. વામકૃક્ષીની હિમાયત કરનારા લોકોના મતે મેદસ્વીતા દુર કરવાના ઇલાજ તરીકે બપોરની ઉંઘ મદદરુપ થાય છે. વામકૃક્ષી બપોરે જમીને બેઘડી 10 થી 30 મીનીટના સમયગાળા દરમિયાન ડાબા પડખે ફરીનેુ સુઇ જવાથી અડધા દિવસ સુધીનો શારીરિક શ્રમથી થાકેલ શરીર ફરીથી સ્ફુર્તિમય બની જાય છે. અને શરીરના દૈહિક અંત:સ્ત્રોવોનું સંતુલન વ્યવસ્થિત થઇ જવાથી ડાયાબીટીશ, કેન્સર, ગર્ભાવસ્થા, એચ.આઇ.વી અને એઇડસ જેવા જીવનશૈલી સાથે સંકળાયેલા અસંખ્ય રોગોમાં બપોરનો આરામ ફાયોદાકારક સાબિત થયો છે. વામકૃક્ષી અને એદીપણા વચ્ચેનો ભેદ સૌએ જાણવાની જરૂર છે. આપણે બપોરે ભોજન લીધા બાદ માત્ર 10 થી 30 મીનીટ સુધી ડાબા પડખે ફરી સુઇ જવું તેને વામકૃક્ષી કહેવાય છે. જયારે જમી લીધા બાદ અડધા કલાક કે તેથી વધારે સમય સુધી સુઇ રહેવાને એદીપણું પણ કહેવાય છે.
જમ્યા પછીના બે ઘડીના ઝોંકાના ફાયદા
- – વામકુક્ષી બપોરનું
- ઝોકુ હ્રદયના સ્વાસ્થ્ય માટે અને ખાસ કરીને હાઇ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે ફાયદાકારક છે.
- – બપોરની ઉંઘ શરીરનું અંત: સ્ત્રાવીય સંતુલન સુધારે છે. ખાસ કરીને જે લોકોને ડાયાબીટીશ, બ્લડ પ્રેશર, થાઇરોડ અને વધુ પડતા આહારથી સર્જાતી સમસ્યાથી પિડાતા હોય તેમને બે ઘડી ઝોકું લઇ લેવાથી ઘણો બધો ફાયદો થાય છે.
- – જો તમે ડાયાબિટીસ, અપચો, એસીડીટી જેવી સમસ્યા ધરાવતાં હોય તો તમારા માટે વામકુક્ષી ફાયદાકારક છે.
- – બપોરનું બે ઘડીનું ઝોકું રાતની ઉંઘની ગુણવતા સુધારે છે. હાથીપગા અને અનિંદ્રા જેવી સમસ્યા ધરાવતાં દર્દીઓ માટે બપોરનું ઝોકું લાભકારક હોય છે.
- – બપોરની નિંદર એક નાનુ એવું ઝોકુ માંદગીમાંથી બેઠા થવા અને કામના થાકથી મુક્ત થવા મદદરુપ થાય છે.
- – બપોરની નિંદરથી વજન વધવાની લોકો પણ લોકવાયકા છે, પરંતુ ઉપર મુજબ બપોરના ઝોકાથી જે ફાયદા થાય છે, તે ચરબી ધટાડવા માટે અવશ્ય મદદરુપ થાય તેવા કારણો પણ જાણવા મળેલ છે.