ખાદ્યતેલ રોજિંદા આહાર માટે વધુ મહત્વ ધરાવે છે. ત્યારે ખાસ તેની જ વાત કરીએ એમ કહી શકાય કે તેલ અને અનાજનુંભોજનમાં ઘણુ મહત્વ છે. તેલ માટે લોકોને બીક પણ રહેતી હોય છે કે કોલેસ્ટ્રોલ વધી જાય છે અથવા તો હાર્ટને નુકસાન પહોંચાડે છે.
પણ જો તેલ સનફ્લાવર મગફળી આ બધા તેલ નો આહાર જો બરાબર માત્રામાં લેવાઈ તો એ કોઈ નુકસાન પહોંચાડતુ નથી. આપણી સમગ્ર જીવન શૈલી આપણા ખોરાક ઉપર આધારિત છે ત્યારે આપણા આહારમાં તેલ ે એક મહત્વનો ભાગ ભજવે છે. આપણા દેશમાં પહેલા ઓઈલ મિકસીંગ કાયદેસર હતુ જેમાં તેલ સાથે 20% અન્ય કોઈ તેલ મીકસ કરી શકાતું પરંતુ ભારતની પ્રજાએ ઓઈલ મિકસીંગ ન સ્વીકારતા હવે આપણા દેશમાં ઓઈલ મિકસીંગ ગેરકાયદેસર છે.
કાયદેસર કે ગેરકાયદેસર ઓઈલ મિકસીંગ યોગ્ય નથી જ: દિપકભાઈ
વિશ્વાસ ઓઇલના માલિક દિપકભાઇ અટક ખાસ વાતચીતમાં જણાવે છે કે રોજિંદા આહારમાં તેલનું મહત્વ એટલું જ છે જેટલી માનવ શરીરમાં શ્વાસ લેવાની જરૂર છે. ઓઇલ મીકસિંગ ની વાત કરતાં તેઓ જણાવે છે કે કાયદેસર અથવા તો ગેરકાયદસર ઓઇલ મિક્સિંગ યોગ્ય નથી જ કારણ કે રિટેલ કસ્ટમરને ઓઈલ મિક્ષિંગ માટે કોઈ જાણકારી જ નથી ત્યારે તેઓ છેતરાવાની શક્યતા વધી જાય છે.
કોરોનામાં કસોટી: ધોરણ 10 અને 12ના રિપીટર વિધાર્થીઓની પરીક્ષા ક્યારે ? ટાઈમ ટેબલ જાહેર
પ્યોરિટી વાળું ઓઇલ ખાવું સ્વાસ્થ્ય માટે લાભદાયી થઈ શકે છે. સાથે સાથે તેલ માર્કેટમાં ઘણી બધી પ્રકારના મળે છે ત્યારે સર્વ શ્રેષ્ઠ સીંગતેલ, સનફ્લાવર ઓઇલ અને કોર્ન ઓઈલ આ ત્રણ તેલ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી સર્વોત્તમ કહી શકાય. વિશ્વાસ ઓઈલ ગ્રાહકોની વિશ્વસનીયતા એમની ક્વોલિટીની જાળવણી રાખે છે. સાથે સાથે એમ પણ જણાવે છે કે તેલ મા ઝીરો કોલેસ્ટ્રોલ હોય છે તો એ સેહતને જરાપણ નુકસાન પહોંચાડતું નથી.
મગફળી અને મસ્ટર્ડ મા “ગુડ કોલેસ્ટરોલ”હોય છે: સમીરભાઈ
રાજમોતી તેલ ના માલિક સમીરભાઈ અબતક સાથેની ખાસ વાતચીતમાં તેલની મહત્ત્વતા વિશે વાત કરતાં કહે છે કે ખાદ્ય તેલમા થી ઘણા બધા પોષક તત્વો શરીરને મળે છે ત્યારે એ વાત તદ્દન ખોટી છે કે તેલ થી કોલેસ્ટ્રોલ વધે છે અને હાર્ટને નુકસાન પહોંચાડે છે. મસ્ટર્ડ ઓઈલ ની વાત કરતાં તેઓ જણાવે છે કે સમગ્ર નોર્થ ઇન્ડિયા આ તેલ નો ઉપયોગ કરે છે ત્યારે મસ્ટર્ડ ઓઈલ મિકસિંગ ની વાત કરીએ તો પહેલા સરકાર દ્વારા કાયદેસર મસ્ટર્ડ ઓઈલ માં 20% મિક્સીંગ કોઈ બીજા તેલ નું કરી શકતા અને 80% મસ્ટર્ડ ઓઈલ. આ મીક્સિંગ કોન્સેપ્ટ ભારત દેશ મા નિષ્ફળ ગયો છે! જ્યારે તેમાં મિક્સિંગ થતું હોય ત્યારે કયું તેલ 20% મા બ્લેન્ડ કર્યું છે એ લેબલ પર લખવું ફરજિયાત ગણાય. પણ ભારતની પ્રજાએ બ્લેન્ડેડ ઓઈલ એક્સેપ્ટ ન કરી અને તે માટે જ સરકારે 20% ઓઇલ બ્લેન્ડિંગ જે પેહલા માન્ય હતું તે હવે ગેરમાન્ય છે. આપણા ચાર સ્વદેશી તેલની જો વાત કરીએ તો એ છે મગફળી, મસ્ટર્ડ, કોપરેલ અને તલ આ તમામ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે અને રિફાઈન કર્યા વગર પણ ખાઈ શકાય. ત્યારે આપણે મગફળી, મસ્ટર્ડ અને તલ કાચું પણ ખાઈ શકે છે ત્યારે આ નું તેલ તો સો ટકા સ્વસ્થ્ય ને લાભદાયી કહી શકાય. કોલેસ્ટ્રોલની જો વાત કરીએ તો મગફળી અને મસ્ટર્ડ માં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે જે વેઇન્સ ને સાફ કરવામાં મદદરુપ થાય છે. રોજિંદા આહારમાં જે તેલનો ઉપયોગ થતો હોય છે એ શરીરને કોઈ નુકસાન પહોંચાડતો નથી પણ તેલમાં તળેલા ફરસાણ વધુ માત્રામાં ખાવું એ નુકસાન પહોંચાડી શકે છે.
માનવશરીર માટે તેલની સાથે તેલની માત્રા પણ મહત્વની: ડો રસીલા પટેલ
અબતક સાથેની વિશેષ વાત દરમ્યાન ડો રસીલા પટેલે જણાવ્યું હતું કે, ખાદ્યતેલ એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે પરંતુ હાલના સમયમાં જે બ્રાન્ડેડ ખાદ્યતેલ એટલે કે સિંગતેલ કપાસિયા તેલ સનફ્લાવર તેલ વગેરે જેવા જે તેલ છે એ બનતી વખતે આપણે કોઈ તેની પ્રક્રિયા જોઈ નથી તેનું પેકેજિંગ કેવી રીતે થાય છે તે કેટલી હદે સ્વાસ્થ્ય માટે સારું છે કે નહીં વગેરે જેવી પ્રક્રિયાઓ આપણે ફેક્ટરીઓમાં જોવા જઈ શકતા નથી અને ખાદ્ય તેલ નો ઉપયોગ કેટલી માત્રામાં થઈ રહ્યો છે આપણા શરીર પ્રમાણે તે ખાસ અગત્યનું છે આપણી જે સમગ્ર જીવન શૈલી છે તે આપણા ખોરાક ઉપર આધારિત છે.
પહેલાના સમયમાં કોઈ ડોક્ટરોના હતા કે કોઈ ડાયટિશ્યન પણ ન હતા છતાં પણ લોકો એટલા સુંદર હતા એટલા સ્વસ્થ હતા તેનો મુખ્ય પાયાનું કારણ એ જ છે કે તેઓ પોતાના ખોરાક પ્રત્યે ખૂબ જ સજાગ હતા અને ખૂબ જ કાળજી રાખતા પોતાની દિનચર્યા અને પોતાના ખોરાકમાં સીંગતેલ કપાસિયા તેલ વગેરે જેવા તેલ જ્યારે ખેડૂત પાસેથી સીધું જ પાક લઈ અને બનાવામાં આવે છે. ત્યારબાદ ગૃહિણીઓ છ સાત મહિને એ તૈયાર તેલ નું પોતાની રસોઈમાં ઉપયોગ કરતા હોય છે તો આ સમયગાળા દરમિયાન તેને સાચવવા માટે તેમાં શું મિક્સિંગ કરવામાં આવે છે શું પ્રોસેસ ઉમેરવામાં આવે છે વગેરે જેવા માપદંડો નું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
તેલ આપણા શરીર માટે અગત્યનું તો છે જ પરંતુ વધુ માત્રામાં ન લેવા જોઈએ આપણા રોજિંદા જીવનમાં તેના વિટામિન્સ એ કામ લાગતા હોય છે અને સીંગતેલ જે છે એ પણ એક આપણા ખોરાકનો ભાગ છે પરંતુ અતિરેક છે એ નુકસાનકારક હોય છે આપણા શરીર માટે બને એટલું પતલુ ઓઇલનો ઉપયોગ કરવો જોઈએ આપણા હૃદય માટે તે વધુ હિતાવહ રહેતું હોય છે હાલના સમયમાં જે ઓવર ઈટિંગ કહેતા કે જરૂરિયાત કરતાં વધુ ક્ષમતા હોય છે લોકો જે આપણા શરીરને ચરબી થી ઘેરી લે છે અને જેને લીધે આપણા શરીરમાં રોગો થવાની શક્યતા પણ વધી જાય છે ખાસ કરીને જરૂરિયાત પૂરતું જ કોઈપણ તેલનો ઉપયોગ કરવો જોઈએ તેલ આપણા શરીર માટે ખૂબ જ અગત્યનું પણ છે પણ જો તેને કાળજીપૂર્વક ઉપયોગના કરવામાં આવે તો આપણા શરીર માટે ખૂબ નુકસાનકારક સાબિત થતું હોય છે.