ક્યારેક મનમાં થતા,
ક્યારેક કુદરતને જોતાં થતા,
ક્યારેક ખુદને સમજાવતા થતા,
ક્યારેક જીવનને બદલાવતા થતા,
ક્યારેક જવાબ અપાવતા થતા,
ક્યારેક કોઈ ઘટના યાદ કરતાં થતા,
ક્યારેક વિચારોને વિસ્તારતા થતા,
ક્યારેક સંઘર્ષ કરતાં થતા,
ક્યારેક સફળતા હાસિલ કરતાં થતા,
ક્યારેક વિરહને સમજતા થતા,
ક્યારેક પ્રેમને ઓળખતા થતા,
ક્યારેક કોઇનો સાથ શોધતા થતા,
ક્યારેક સંબંધોને સંબોધતા થતા,
ક્યારેક ખુદને જોતાં થતા,
ક્યારેક કોઈ શિખામણ સાંભળતા થતા,
ક્યારેક પરિણામ જોતાં થતા,
ક્યારેક બાળપણની તસ્વીરો નિહાળતા થતા,
ક્યારેક સમયના સથવારે થતા,
ક્યારેક અનુભોવો થકી થતા,
એવા આ સવાલો વ્યક્તિ સાથે ફરતા,
જિંદગીને બદલવતા જવાબો શોધાવતા,
આનંદ અને વિસ્મયો સરજાવતા,
પળે-પળે નવી જિંદગી તરફ લઈ જતા,
આ તે કેવા એ સવાલો નોખા-નોખા.