સ્ટેરોઇડ હાડકાંની ડેન્સિટી ઘટાડે છે,જેને લીધે હાડકાં કમજોર બને છે, જેનાથી ઑસ્ટિયોપોરોસિસની તકલીફ વધે છે
લાન્સ આર્મ્સ સ્ટ્રોન્ગ નામના ઇન્ટરનેશનલ સાઇકલિસ્ટ પર સાઇકલિંગ કરતા સમયે સ્ટેરોઇડ્સ લેવાનો આરોપ મૂકવામાં આવેલો. જેને પગલે તેણે જીતેલા બધા જ મેડલો અને ટ્રોફીઓ જપ્ત કરી લેવામાં આવ્યાં હતાં. થોડાક સમય પહેલા બોડી બનાવવાના હેતુથી મુંબઈના એક યુવકે મિત્રની સલાહથી સ્ટેરોઇડની ગોળીઓ લીધી હતી.
વજન વધારવાના આશયથી છ મહિના સુધી લેવાયેલી આ ગોળીઓના ઓવરડોઝને કારણે તેનું અડધું બોડી પેરેલાઇઝ્ડ થઈ ગયું. પગનાં હાડકાંઓ ખલાસ થઈ ગયાં. અત્યારે તે ચાલી પણ નથી શકતો અને હાથ અને પગની મૂવમેન્ટ પાછી મેળવવા માટે તે ફિઝિયોથેરપી લઈ રહ્યો છે. એવી જ રીતે ટર્કીમાં એક ૨૮ વર્ષનો યુવાન સ્ટેરોઇડ્સ લઈ રહ્યો હતો. જેના પરિણામે હાર્ટમાં આવેલી ખામીથી તે મૃત્યુ પામ્યો.
પરિવાર માટે આ ઘટના આભ ફાટવા જેવી હતી. સોશિયલ મિડિયા પર તેમણે સ્ટેરોઇડ્સ એવો શેતાન છે જેને કાબુમાં રાખવો મુશ્કેલ છે. સ્ટેરોઇડ્સ યુક્ત દવાઓનું ગેરકાયદે વેચાણ અટકાવવું એવી અપીલ પણ તેમણે કરી હતી.
મસલ્સ ગેઇન કરવા, સ્ટેમિના વધારવા માટે સ્ટેરોઇડનો ઉપયોગ થવા લાગ્યો છે.
ત્યારે જાણીએ સ્ટેરોઇડ કિસ બલા કા નામ હૈ અને એનાથી શું ફાયદા કે નુકસાન થઈ શકે છે. આ એક પ્રકારની ડ્રગ છે. સ્ટેરોઇડ્સના બે પ્રકાર છે એક એનાબોલિક અને ગ્લુકોર્ટિકોઇડ્સ. ગ્લુકોર્ટિકોઇડ્સનો ઉપયોગ મોટે ભાગે બોડીના કોઈ ભાગમાં સોજો હોય ત્યારે આપવામાં આવે છે.
આ સિવાય અસ્થમા અને લ્યૂપસ જેવા સ્કિન ડિસીઝમાં પણ એ અકસીર નીવડે છે. જોકે એમાં ડોક્ટરે આપેલા ડોઝને ફોલો કરવો જ‚રી છે. આ વિશે ઑથોર્પેડિક ડો. કહે છે, ‘થેરપી ડોઝમાં ગ્લુકોકોર્ટિકોઇડ્સ નુકસાનકારક નથી. શરીરમાં કોઈ પણ પ્રકારની સંધિવાની તકલીફ હોય ત્યારે ઓરલ સ્ટેરોઇડનો ડોઝ આપીએ છીએ. આ પ્રકારના દરદીઓ માટે આ ઍન્ટિ ઇન્ફ્લેમેટરી દવા છે.’
જોકે સતત મિડિયામાં જેની ચર્ચા થતી રહી છે એ છે એનાબોલિક સ્ટેરોઇડ્સ. આ વિશે જણાવતાં જનરલ ફિઝિશ્યન ડો. સુશીલ શાહ કહે છે, ‘ખાસ કરીને મસલ્સ બિલ્ડિંગમાં આ પ્રકારના સ્ટેરોઇડ્સનો ઉપયોગ કરાય છે. આ એક પ્રકારના સિન્થેટિક હોમોર્ન છે, જે બોડીની મસલ્સ બનાવવાની પ્રોસેસને ઝડપી બનાવે છે.
મસલ્સનો ઘસારો અટકાવે છે. સિવિયર વ્ગ્ થઈ ગયો હોય અને બોડીના બધા જ મસલ્સ ખલાસ થવા લાગ્યા હોય ત્યારે ડોક્ટર એને પ્રિસ્ક્રાઇબ્ડ કરે છે.’ એનાબોલિક સ્ટેરોઇડનું કેમિકલ સ્ટ્રક્ચર બોડીમાંથી કુદરતી રીતે ઝરતા ટેસ્ટોસ્ટેરોન નામના હોમોર્ન જેવું હોય છે.
આ હોમોર્નનું કામ છે બોડીમાં પુરુષોને લગતાં લક્ષણોનો વધારો કરવો એટલે કે સ્નાયુઓનો જથ્થો વધારવો, ચહેરા પર વાળ ઊગાડવા, અવાજ ઘેરો બનાવવાનું હોય છે. એનાબોલિક સ્ટેરોઇડ્ઝ બ્લડમાં આ ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધારે છે. જે ઇનડિરેક્ટલી મસલ્સ ગ્રોથ અને બીજા મેનલી કેરેક્ટરિસ્ટિક્સને પ્રોત્સાહિત કરે છે.
આ પણ વાંચો : ડાયટિંગ મેં કુછ નયા હો જાએ?
ડોક્ટરની સલાહ મુજબ કોઈ સમસ્યા હોય તો સ્ટેરોઇડ લઈ શકાય, પરંતુ જ્યારે એનો ઓવરડોઝ કરવામાં આવે તો એ ભારે નુકસાનકારક નીવડે છે.
ઑફિશ્યલી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના સ્ટેરોઇડ્સ ખરીદવા કે વેચવા ઇલિગલ છે. છતાં ઘણા લોકો ઝડપથી રિઝલ્ટ મેળવવાની લાયમાં સ્ટેરોઇડ મેળવી લે છે. ડો. પિનાકિન શાહના જણાવ્યા મુજબ ઘણા બધા કિસ્સાઓમાં કોઈ પ્રોબ્લેમ માટે સ્ટેરોઇડની દવા ડોક્ટરે આપી હોય અને એનાથી સારું ફીલ થયું હોય ત્યારે દરદીને એની આદત પડી જવાથી ડોઝ પૂરો થઈ ગયા પછી પણ એને ચાલુ રાખે છે.
સ્ટેરોઇડ હાડકાંની ડેન્સિટી ઘટાડે છે. જેને લીધે હાડકાં કમજોર બને છે. જેનાથી ઑસ્ટિયોપોરોસિસની તકલીફ વધે છે. બ્લડમાં શુગરનું પ્રમાણ વધારે છે. જેને લીધે ડાયાબિટીઝ થવાની સંભાવના વધે છે. આંખમાં મોતિયો આવે, કિડની ડેમેજ થાય, હોમોર્નલ ઇમ્બેલેન્સ થાય, વોટર રિટેન્શનની તકલીફ વધે. જેને કારણે શરીર ફૂલેલું લાગે અને સ્ટેરોઇડનું સેવન કરનાર વ્યક્તિ અનુભવે કે તેની બોડી બની રહી છે. હકીકતમાં બોડી અંદરથી ફૂલવા માંડે. હાર્ટફેલ્યર થઈ શકે, બ્લડપ્રેશરની તકલીફ વધે જેવી અનેક તકલીફો સ્ટેરોઇડ્સના ઓવરડોઝને કારણે થઈ શકે છે, પ્રજનનતંત્રને કાયમ માટે નિષ્ક્રિય કરી શકે છે.