આમ તો પાણી એ આપણાં માટે તો અમૃત જ છે. પરંતુ માટલાંમાં ભરેલું પાણી એ આપણાં સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયી છે. આ નવી નવી ટેક્નોલૉજી તો હમણાં આવી આ ટેકનોલોજીમાં પાણીનું ફિલ્ટર, ફ્રીઝ, જેવા અનેક સાધનો આવી ગ્યાં છે. પરંતુ જ્યારે આવા કોઈ પણ ટેક્નિઓલોજી ન હતી ત્યારે આપના પૂર્વજો પાણીનો મતલમાં સંગ્રહ કરીને પિતા હતા. હાલમાં પણ ઘણા લોકો મતલનું જ પાણી પીવાનો આગ્રહ રાખે છે.
ખાસ કરીને મતલમાં પાણી પીવાનું ચલણ હાલમાં ગામડાઓમાં સૌથી વધુ જોવા મળે છે. અને એવું કહેવામા આવે છે કે માટલાં માં રહેલું પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયી છે. એને ગામડાના લોકો એ આનું સૌથી મોટું ઉદાહરણ તરીકે લઈ શકી છી. કેમ કે, ગામડાના લોકો શહેરના લોકો કરતાં બીમાર સૌથી ઓછા પડે છે તેનું એક કારણ આ મતલનું પાણી પણ હોય શકે છે.
માટલું માટીમાથી બનતું હોવાથી પાણીમાં માટીની સુંગંધ ભળી જાય છે અને મતલનું પાણી પીવાનો આનદ જ કઈક અલગ આવે છે. માટીના વાસણોમાં પાણી ભરીને રાખવાથી માટીના અમુક ગુણ ધર્મો પાણીમાં ભળી જાય છે અને આપણને અનેક રોગો સામે રક્ષણ આપે છે.
માટીમાં શુદ્ધિ કરવાનો ગુણધર્મ રહેલો હોય છે અને તે તમામ પ્રકારના ઝેરી પદાર્થોને શોસી લે છે અને પાણીમાં જરૂરી સૂક્ષ્મ તત્વો ઉમેરે છે. આ કારણથી પાણી યોગ્ય તાપમાન પર રહે છે. તે પાણીને ન તો વધુ ઠંડુ થવા દે છે ન તો વધુ ગરમ જેને લઈને આપનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.
નિયમિત રીતે મતલનું પાણી પીવાથી પ્રતિલક્ષક પ્રણાલીને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ વધુ થાય છે. ઘણા લોકો પ્લાસ્ટિકની બોટલમાં રહેલું પાણી પીવાનું ઓસન્દ કરે છે. પરંતુ પ્લાસ્ટિકની બોટલા બનાવટી વખતે તેમાં અમુક અંશે પ્લાસ્ટિકના ગુણધર્મ રહી જાય છે અને ત્યારબાદ તેની અંદર પાણી નાખવામાં આવે છે અને તે પાણીની સાથે આ પ્લાસ્ટિકના ગુણધર્મ મળી જાય છે. અને ત્યારબાદ એ પાણી આપણે પીએ છીએ તો આપની ચયાપચનની પ્રક્રિયામાં ઘણું નુકશાન થાય છે.
સામાન્ય રીતે લોકો ગરમીની સિઝન ચાલુ થાય છે ત્યારે સૌથી વધુ ઠંડુ પાણી પીવાનું વધુ જોર રાખે છે. અને એ ઠંડુ પાણી પીવાથી આપના ગાળામાં કાકળા વધી જાય છે જેને લીધે આપણને જમવામાં અને પાણી પીવામાં પણ સમસ્યા થાય છે આ ઉપરાંત અમુક લોકોતો શિયાળામાં પણ ઠંડુ ફ્રીઝનું પાણી પિતા હોય છે. એ લોકોને ખબર જ હોય છે કે આ પાણી પીવાથી આપના ગાળામાં તેમજ શરદી જેવી બીમારી થાય સકે છે. છતાં એ લોકો આ પાણી પીવે છે અને અંતે એ બીમારીનો શિકાર બને છે.
આવા અનેક કારણો છે જે સાબિત કરી છે કે માટલાનું પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે સૌથી યોગ્ય અને સ્વાસ્થ્ય માટે સારું છે.