અદાણીના જીવનમાં આ 3.03 અબજ ડોલરનું મહત્વ શું છે?
ભારતના ધનિકોમાં અદાણી ગ્રુપ આગળ પડતું છે. દેશના વિકાસમાં પણ અદાની ગ્રુપનો ફાળો નોંધનીય રહ્યો છે ત્યારે હવે તેની યશ કલગીમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસથી અદાણી ગ્રુપના શેરમાં ઉછાળો નોંધાયો છે, જેના ફળ સ્વરૂપે અદાણીનું સ્થાન વિશ્વના ટોપ ૨૦ ધનિકોમાં આવી ગયું છે, આ ઉપરાંત એવું પણ નોંધનીય છે કે તેને મસ્ક અને અંબાણીને પાછળ રાખી દીધા છે.
બિઝનેસ એ એક પ્રકારની રેસ જ છે. ક્યારેક નફો તો ક્યારેક નુકશાન એવું તો ચાલ્યા જ રહે છે. બસ એવું જ કઈક ગૌતમ અદાણીને બિઝનેસમાં થયું છે. મંગળવારે અદાણીના શેરમાં ઉછાળો આવતા તેને ૨૫ હાજર કરોડ રૂપિયાનો વધારો થયો હતો. જેનાથી તેને ફરી દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં સ્થાન મળ્યું છે.
૩.૦૩ અબજ ડોલર એટલે કે ૨૫ હાજર કરોડ રૂપિયાનો ઇજાફો થતા તેમની કુલ સંપત્તિ વધીને $63.8 બિલિયન થઈ ગઈ છે. જો કે, આ વર્ષે અદાણીની સંપત્તિમાં $ 56.7 બિલિયનનો ઘટાડો થયો છે.