છેલ્લા કેટલાંક સમયથી બીટકોઇન જેવો શબ્દ માર્કેટમાં આવ્યો છે. એ પણ વૈશ્ર્વિક લેવલે બીટકોઇનનું ચલણ ખુબ પસંદગી પામ્યુ છે. ત્યારે આ બીટકોઇન એટલે ક્રીપ્ટો કરન્સી જેનું કોઇ ફીઝકલ અસ્તિત્વ નથી પરંતુ તેનું ટ્રાન્ઝેક્શન માત્ર ઓનલાઇન થઇ શક છે. તેવા સમયે ભારતમાં જો આ પ્રકારે બીટકોઇન ચલણમાં આપે તો કેવી પરિસ્થિતિ સર્જાય તો અંગે વાત કરીએ તો રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં એકિઝલ્યુટીવી ડીરેક્ટરનું કહેવું છે કે જો ભારતમાં બીટકોઇન કરન્સી આવે તો તેની સાથે વ્યવહાર કરવો ખાસ સગવળતા ભર્યો નહિં રહે. જ્યારે આ વ્યવહારથી દરેક લેણદેણ સાયબર નેટવર્ક દ્વારા થઇ જશે અને ખીસ્સામાં જો ફીઝીકલી ‚પિયા નહીં રહે તો તેનાથી પણ ઘણી મુશ્કેલીઓ સર્જાવાની સંભાવના રહે છે. છતા પણ RBI દ્વારા આ પ્રકારની ડીઝીટલ કરન્સી ઇસ્યુ કરવાનો, આદેશ અપાયો છે. અને સેન્ટ્રલ બેંક દ્વારા પણ આ બાબતે ઉંડાઇથી અભ્યાસ કરવાની કવાયત હાથ ધરાઇ છે. ત્યારે આ ડીજીટલ કરન્સીના ઉપયોગથી કઇ કઇ બાબતે નુકશાન થઇ શકે છે. એ બાબતે વાત કરીએ તો આ વર્ચુઅલ કરન્સીના ઉપયોગ કરવામાં ફાઇનાન્સિયલ લીગલ, ગ્રાહકોની સુરક્ષા અને સીક્યુરીને લગતા ઘણા રીસ્ક ઉભા થાય છે. છતા પણ વર્ચુઅલ કરન્સી દ્વારા અનેક રોકાણકારો દ્વારા વેપાર થયાનું ગયા વર્ષમાં બહાર આવ્યું છે. પરંતુ RBIનાં ડેપ્યુટી ગવર્નર આર ગાંધીએ માર્ચમાં જણાવ્યા અનુસાર વર્ચુઅલ કરન્સી બાબતે RBIકે સેન્ટ્રલાઇઝ બેન્કની કોઇ ઓથોરીટી નથી તેમજ તેની વેલ્યુ એક મહત્વનું પાસુ છે. જેની કોઇ લીગલ વેલ્યુ નથી. તેમ છતાં બીટકોઇન કરન્સીનો ઉપયોગએ ગેરકાનુની કામગીરીને બઢાવો આપશે. તેમાં કોઇ શંકાને સ્થાન નથી……!

તો આમ બીટકોઇન કેવી રીતે ‚પિયાને માત આપશે તે જોવું રહ્યુ….?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.