જૈનમ જયતી શાસનમ !!!
- જૈન ધર્મ નથી પરંતુ એક ફિલોસોફી છે, જે બધાજ ધર્મની સાથે ક્યાંકને ક્યાંક જોડાયેલું છે !!!
- સેવા અને પરોપકારના મંત્રને વરેલો 2500 વર્ષ જૂનો જૈન ધર્મ આજે પણ ભારતમાં સ્થાપિત !!!
- બૌદ્ધ અને હિન્દૂની જેમ જૈન પણ સનાતન ધર્મ પર આધારિત : આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ, બેન્કિંગ અને ગણિત ક્ષેત્રે જૈન સમુદાય અવ્વલ
આદિ અનાદિકાળથી અનેક ધર્મ સ્થાપિત થયા છે જેમાંથી ઘણા ધર્મો તો લુપ્ત પણ થઈ ગયા છે પરંતુ 2500 વર્ષ જૂનો જૈન ધર્મ આજે પણ ભારતમાં ટકેલો છે તેના કયા કારણો જે ધર્મને ટકાવી રાખવામાં ઉપયોગી નીવડ્યું છે. સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે જૈન એક ધર્મ તો ઠીક પરંતુ એક ફિલોસોફી છે જે બધા ધર્મોને ક્યાંક ને ક્યાંક જોડે છે. હિન્દુ ધર્મ બૌદ્ધ ધર્મ જે સનાતન ધર્મને અપનાવે છે એવી જ રીતે જૈન ધર્મ પણ સનાતન ધર્મ સાથે જોડાયેલો પંથ છે. એટલું જ નહીં આર્કિટેક્ચર એન્જિનિયરિંગ ગણિત ક્ષેત્રે જૈન ધર્મનું આધિપત્ય વર્ષોથી જોવા મળ્યું છે. સાથોસાથ તે માત્રને માત્ર કોઈ ધર્મ માટે જ નહીં પરંતુ પોતાની રીતે વિકાસ માટે અત્યંત ઉપયોગી નીવડ્યું છે. ઉત્તર માં વાત કરવામાં આવે તો જૈન ઈઝમ કાશી અને મથુરા સુધી જોવા મળ્યું જ્યારે પશ્ચિમમાં નર્મદા થી લઈ ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળ્યું છે તો દક્ષિણની વાત કરીએ તો ઓડીસા, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં પણ જૈન સંપ્રદાય જોવા મળેલો છે.
વર્ષો પૂર્વની જો વાત કરવામાં આવે તો રાજા વેદીસમ ને માનતા હતા જ્યારે વ્યાપારીઓ અને ટ્રેડિંગ કરતા લોકો જૈન અને બુદ્ધિઝમ માર્ગને અપનાવતા હતા. જૈન સાધુઓ ના હિત અને રક્ષણ માટે વ્યાપારીઓ દ્વારા તેમના માટે મોનેસ્ટરી અને મંદિરો બનાવવામાં આવ્યા કે જ્યાં જૈન સાધુઓ આરામ કરી શકે. જોવાની વાત તો એ છે કે જે મંદિર અને મોનેસ્ટરી બનાવવામાં આવી તેનું આર્કિટેક્ચર તેનું એન્જિનિયરિંગ કામગીરી તેનું ગણિત અનેરૂ હતું. એટલું જ નહીં બેન્કિંગ સેવાઓમાં પણ જૈન ધર્મ અવ્વલ ક્રમે જોવા મળ્યું છે. ભારતના જે પહેલા વ્યાપારીઓ હતા તે પણ જૈન સમુદાય સાથે જોડાયેલા હતા ત્યારે સર્વ પ્રથમ તેઓ મેટલનો ઉપયોગ કરન્સી એટલે કે ચલણ માટે કરતા હતા જે બાદ તે રોકડમાં રૂપાંતરિત થયા. જૈન સમાજ ઉતરોતર પ્રગતિ કરતો સંપ્રદાય અને સમુદાય તરીકે પ્રસ્થાપિત થયો છે અને તેના જે મૂળ છે તે નાણાકીય વ્યવસ્થા સાથે જોડાયેલા છે. જૈન સમાજના લોકો અને સમાજના સાધુ વર્ષાઋતુ દરમિયાન જ તેઓ કોઇ ગુફામાં આશ્રય લેતા હતા તે સિવાયની દરેક ઋતુમાં તે પરિભ્રમણ કરતા નજરે પડતા હતા. પરંતુ દક્ષિણમાં જૈન સમુદાય ની મહત્વતા ચોલા ,પાલવ અને પંડ્યા રાજા આવતા થઈ હતી. ભારતમાં પૂર્વે ધર્મ અંગેનો કોઈ ક્ધસેપ્ટ જ જોવા મળતો નહોતો ત્યારે ભગવાન અને સાધુ સંતો ને જ લોકો માનતા હતા. તો આજથી પંદરસો વર્ષ પહેલા આ દરેક ચીજ વસ્તુઓમાં અનેક બદલાવો આવવાના શરૂ થયા અને જે મિલકતો હતી તે આર્થિક ઉપાર્જન માટેનું સાધન બન્યું. બુદ્ધિશ લોકોનો માનવું છે કે રાજા અશોક બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય એ જૈન સમુદાય ને સ્વીકાર્યો હતો તો ચંદ્રગુપ્ત મૌર્યાના શિક્ષક એટલે કે ચાણક્ય બ્રાહ્મણ કુળથી હતા.
વચગાળાના સમયમાં જૈન મંદિરોને તોડી પાડવામાં આવ્યા હતા જ્યાં શિવ અને ભગવાન વિષ્ણુના મંદિર ઉભા કરાયા હતા ત્યારબાદની સ્થિતિ મુજબ જૈન સમાજ વ્યક્તિગત રીતે આગળ આવ્યો હતો. બૌદ્ધ ધર્મ પોતાના બચાવ માટે તેઓએ બર્મા ,શ્રીલંકા, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, કંબોડિયા, ચાઇના અને જાપાનમાં પોતે સ્થાપિત થયા. જૈન સમાજ અન્ય સમુદાયથી અલગ રહેવા માટે પ્રેરિત થયા જ્યાં તેઓ પોતાના જ સમુદાયમાં લગ્ન કરવાનો નિર્ધાર કર્યો અને એટલું જ નહીં સંપૂર્ણ શાકાહારી ખોરાક લેવા માટે તેઓ કટિબદ્ધ બન્યા અને વ્યાપારી બુદ્ધિ હોવાના કારણે તેઓએ ટ્રેડિંગ અને બેન્કિંગ વ્યવસ્થામાં તેઓ અગ્રેસર થયા. દિન પ્રતિદિન જૈન સમાજનું વર્ચસ્વ વધવા લાગ્યું અને તેઓ દિલ્હીના સલ્તનતમાં તેઓને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું એટલું જ નહીં જૈન સમાજની ઉત્કૃષ્ટ કામગીરી બદલ દિલ્હીના લાલ કિલ્લાની સામે જ લાલ મંદિર બનાવવાનો નિર્ણય મુગલ રાજાએ શાહજહાંએ કર્યો હતો. એ વાત પણ સાચી છે કે અનેક જૈન મંદિરોને તોડી પાડવામાં આવ્યા હતા અને તેના પિલ્લર મસ્જિદ બનાવવા માટે મુસ્લિમ રાજાઓએ તેનો ઉપયોગ કર્યો હતો પરંતુ હાલ સમગ્ર ભારતમાં સમાજનું વર્ચસ્વ અનેરૂ રહ્યું છે અને એક ફિલોસોફી સાથે ભરેલો સંપ્રદાય હોવાના કારણે તેનું વર્ચસ્વ દિન પ્રતિ દિન વધી રહ્યું છે.