NDA સરકાર ઇચ્છે છે, 2022 સુધીમાં દરેક ભારતીય પાસે ઘર હોય: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી. મોદીએ કહ્યું, “વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત કરવી એ આનંદની વાત છે. તેનાથી યોજનાના વિવિધ પાસાઓ અંગે જાણ થાય છે, જેમાં અમે ક્યાં ઇમ્પ્રુવ કરી શકીએ તે વિશે પણ માહિતી મળે છે.” મોદીએ કહ્યું, “દરેક વ્યક્તિને પોતાનું ઘર હોય તેવી ઇચ્છા હોય છે. એક વ્યક્તિ પાસે જ્યારે પોતાનું કહેવાય તેવું એક ઘર હોય છે ત્યારે તેને જીંદગીનો સૌથી વધુ આનંદ મળે છે. આવાસ યોજના માત્ર ઇંટ અને પથ્થરની જ વાત નથી. આવાસ યોજના એ સારું જીવનધોરણ આપવા માટે અને સપનાઓ સાચા કરવા માટે શરૂ કરવામાં આવી છે.”
Every human desires his or her own house. A person becomes much happier when he or she has a house. The Awas Yojana is not merely about brick and mortar. It is about a better quality of life and dreams coming true: Prime Minister Narendra Modi pic.twitter.com/5VLZncaOcT
— ANI (@ANI) June 5, 2018
The NDA Government is giving great importance to the housing sector. We are working towards ensuring that every Indian owns a home by 2022, when India marks 75 years of Independence: PM Narendra Modi in an interaction with beneficiaries of the Pradhan Mantri Awas Yojana pic.twitter.com/xqae8bssdo
— ANI (@ANI) June 5, 2018