૧ બી.એચ.કે આવાસ યોજનાના ફોર્મ પરત કરવાની છેલ્લી તા. ૩૧ જૂલાઈ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા PMAY હેઠળ બનનારી સ્માર્ટ ઘર ૧-૨-૩ ના કુલ ૨૧૭૬ આવાસ માટેના ફોર્મ વિતરણ તારીખ: ૦૧-૦૭-૨૦૧૯ રાજકોટ આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કની વિવિધ ૧૪ શાખા પરથી શરૂ થઇ ગયેલ છે. ઉપરાંત આ આવાસ યોજનાના ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાના છ (૬) સિટી સિવિક સેન્ટર પરથી પણ ફોર્મનું વિતરણ કરવામાં આવી રહયું છે. ફોર્મનું વિતરણ એક મહિના સુધી થવાનું છે, અને ફોર્મમાં જરૂરી માહિતી ભરી તારીખ: ૩૧-૦૭-૨૦૧૯ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાના છ (૬) સિવિક સેન્ટર અને રાજકોટની ICICI બેંકની વિવિધ જે તે શાખા પર પરત કરવાના રહેશે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પ્રધામંત્રી આવાસ યોજના હેઠળ બનનારી આ આવાસ યોજનાના તમામ સ્માર્ટ ધરના ફ્લેટની ફાળવણી કમ્પ્યુટર ડ્રો મારફત કરવામાં આવશે. સ્માર્ટ ધર -ઊઠજ-૧ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે બનાવવામાં આવશે. જે કુટુંબની સંપૂર્ણ વાર્ષિક આવક રૂપિયા ૦૩ લાખ સુધી હશે તેવા કુટુંબો આ આવાસના ફોર્મ ભરી શકશે. રાજકોટની આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કની વિવિધ શાખા ઉપરાંત છ (૬) સિટી સિવિક સેન્ટર પરથી તારીખ: ૦૧-૦૭-૨૦૧૯ થી ૩૧-૦૭-૨૦૧૯ દરમ્યાન આ યોજના માટેના અરજીપત્રકો મેળવી શકશે. સિટી સિવિક સેન્ટર પરથી સવારના ૧૦:૩૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી ફોર્મનું વિતરણ કરવામાં આવશે. આવાસ યોજનાના ફોર્મમાં જરૂરી માહિતી ભરીને તારીખ: ૩૧-૦૭-૨૦૧૯ સુધીમાં નાગરિકોએ ફોર્મ પરત કરવાના રહેશે. તારીખ: ૩૧-૦૭-૨૦૧૯ પછી પરત કરનાર નાગરિકોના ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ, તેથી જાહેર જનતાને અપીલ કે આગામી તા. ૩૧ જુલાઈ સુધીમાં ફોર્મ ભરીને સિવિક સેન્ટર અને ICICI બેંકમાં પરત કરી આપે.