સામાન્ય પબ્લિક માટે શહેરી દૂરના વિસ્તારોમાં બને છે આવાસ યોજના જયારે પાંચ આંકડામાં પગાર મેળવતા કર્મચારીઓ માટે ન્યુ રાજકોટમાં આવાસ યોજના બનાવાશે: નાના મવા, મવડી અને મોટા મવામાં ૯ પ્લોટમાં એમઆઈજી, એલઆઈજી અને ઈડબલ્યુએસ આવાસ બનાવવા સૈધ્ધાંતિક મંજૂરી માટે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરમાં ઘર વિહોણા લોકો માટે અલગ અલગ યોજના અંતર્ગત આવાસ બનાવવામાં આવી રહ્યાં છે. સામાન્ય પ્રજા માટે શહેરી દુર અને સુવિધા વિહોણા વિસ્તારોમાં આવાસ યોજના બનાવવામાં આવી રહી છે. તો બીજી તરફ પાંચ આંકડામાં પગાર મેળવતા કોર્પોરેશનના કલાસ-૧ ી ૪ સુધીના ૮૦૦ જેટલા કર્મચારીઓ માટે ન્યુ રાજકોટમાં સોનાની લગડી જેવા પ્લોટમાં આવાસ બનાવવાની સૈધ્ધાંતિક મંજૂરી આપવા માટે સ્ટેન્ડિંગ કમીટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ-૧ અને વર્ગ-૨ના ૪૯ કર્મચારીઓ માટે એમઆઈજી-૧ પ્રકારના આવાસ, વર્ગ-૩ના ૪૩૨ કર્મચારીઓ માટે એલઆઈજી-૨ પ્રકારના અને વર્ગ-૪ના ૩૧૯ કર્મચારીઓ માટે ઈડબલ્યુએસ-૨ પ્રકારના આવાસ બનાવવા માટે સ્ટેન્ડિંગ કમીટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં એમઆઈજી-૧ કેટેગરીના આવાસનો કાર્પેટ એરીયા ૬૦ ચો.મી. હશે અને તેની કિંમત ‚ા.૨૪ લાખ નક્કી કરવામાં આવી છે. જયારે એલઆઈજી-૨ કેટેગરીના આવાસનો કાર્પેટ એરીયા ૫૦ ચો.મી.નો રહેશે. આ આવાસની કિંમત ‚ા.૧૨ લાખ કરવામાં આવી છે. જયારે વર્ગ-૪ના કર્મચારીઓ માટેની ઈડબલ્યુએસ-૨ કેટેગરીના આવાસનો કાર્પેટ ૪૦ ચો.મી.નો હશે અને તેની કિંમત ‚ા.૫.૫૦ લાખ નિયત કરવામાં આવી છે.
તેઓએ ઉમેર્યું હતું કે, અગાઉ કર્મચારીઓ અને અધિકારીઓ માટે આવાસ બનાવવા માટે ૫ પ્લોટ નક્કી કરાયા હતા. હવે ૯ પ્લોટ પર આવાસ બનાવવામાં આવશે જેમાં ટીપી સ્કીમ નં.૩ નાના મવાના ફાઈનલ પ્લોટ નં.૨૪માં સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ રોડ પર, ફાઈનલ પ્લોટ નં.૨૫માં સત્યસાંઈ રોડ પર આલાપ હેરીટેજની બાજુમાં, ટીપી સ્કીમ નં.૫ નાના મવા ફાઈનલ પ્લોટ નં.૩૪૮માં ગોલ રેસીડેન્સી સામે, ફાઈનલ પ્લોટ નં.૧૦૪માં શિવધામ સોસાયટી પાસે વિમલનગર મેઈન રોડ પર ફાઈનલ પ્લોટ નં.૪૪૬માં પ્રદ્યુમન ગ્રીન સીટીની બાજુમાં રાણી ટાવરી આગળનો વિસ્તાર, ટીપી સ્કીમ નં.૨૪ મોટા મવાના ફાઈનલ પ્લોટ નં.૫૭/૧ અને ૫૭/૨માં મવડી કણકોટ રોડ પર ઓજી કોડીયારની પાછળ, ટીપી સ્કીમ નં.૨૮ મવડીના ફાઈનલ પ્લોટ સ્પીડ વેલ પાર્ટી પ્લોટની પાછળ ફાઈનલ પ્લોટ નં.૩-એમાં સ્પીડ વેલ પાર્ટી પ્લોટની પાછળ અને ફાઈનલ પ્લોટ નં.૬-એમાં ભારતનગર પાછળ આર્યલેન્ડ સોસાયટીમાં કોર્પોરેશનના વર્ગ-૧ ી ૪ના ૮૦૦ કર્મચારીઓ માટે આવાસ બનાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય પ્રજા માટે કોર્પોરેશન દ્વારા અલગ અલગ કેટેગરીના આવાસ શહેરના છેવાડાના વિસ્તાર રેલનગર કે પોપટપરામાં બનાવવામાં આવે છે. જયારે પાંચ આંકડામાં પગાર મેળવતા કર્મચારીઓ માટે ન્યુ રાજકોટમાં મવડી, નાના મવા અને મોટા મવા જેવા પોશ વિસ્તારમાં સોનાની લગડી જેવા પ્લોટમાં આવાસ યોજના બનાવવાનો તખ્તો ઘડી કાઢવામાં આવ્યો છે. આગામી ગુ‚વારે કોર્પોરેશનમાં મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.