લોકોને ઘરનું ઘર ઝડપી અને સરળતાથી મળી રહે તે માટે કેન્દ્રની કવાયત

નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ હાઈસીંગ ફોર ઓલ પ્રોજેકટના લક્ષ્યાંકને પૂરું કરવા માટે કેન્દ્ર દ્વારા કવાયત શ‚ કરવામાં આવી છે. જેના અંતર્ગત ૨૦૧૮માં વધુ ૫૧ લાખ મકાનોનું નિર્માણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. સરકારે કુલ ૨૦૧૯ સુધીમાં ૧ કરોડ મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ બનાવવાની જાહેરાત કરી છે. જેમાં સફળતા મેળવવા માટે પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

આ યોજના હેઠળ ૨૦૧૭માં ૩૧ લાખ મકાનો અને ૨૦૧૬માં ૧૮ લાખ મકાનોનું નિર્માણ યું છે. આ માટે કેન્દ્ર દ્વારા ચાલુ વર્ષે ૧૫ હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. સરકારી અધિકારીઓના કહેવા પ્રમાણે હાઉસીંગ ફોર ઓલ યોજના અંતર્ગત મકાનોનું નિર્માણ બને તેટલી ઝડપી ાય અને લોકોને સમયસર ઘરનું ઘર મળી રહે તે માટે કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. આ ઉપરાંત આ યોજનાનો ગેરઉપયોગ ન ાય તે માટે ખાસ ધ્યાન દેવામાં આવી રહ્યું છે.

વધુમાં લાર્ભાીઓની અરજીનો વહેલી તકે નિકાલ ાય અને આ માટે જ‚રી વેરીફીકેશનમાં પણ સમયનો બગાડ ન ાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ સુચનો આપી દેવામાં આવ્યા છે. આગામી ૭ વર્ષની અંદર ગુજરાતના ‚રલ વિસ્તારમાં લોકોને ઘરનું ઘર મળી રહે તેમજ શહેરી વિસ્તારમાં પણ લોકોને આવાસનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે કવાયત હા ધરી છે. જેના અંતર્ગત ૨૦૧૮ના નાણાકીય વર્ષમાં ૫૧ લાખ મકાનોનું નિર્માણ કરવાનું લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.