રાજકોટ મહાપાલિકાની હાઉસીંગ ઇમ્યુવમેન્ટ અને કલીયરન્સ સમીતીના ચેરમેન કિરણબેન સોરઠીયાએ પોતાના અઢી વર્ષના કાર્યકાળનો હિસાબ જનતા સમક્ષ રજુ કર્યો છે.
તેઓએ જણાવ્યું હતું કે, કાર્યકાળ અંદાજીત ૫૮૭.૬૪ કરોડના આવાસનું આયોજન કરેલ તથા સોંપેલ તેમજ રાજકોટ મહાનગરપાલિકાને અંદાજીત લેન્ડ પ્રિમીયમ તરીકે ૧૭૦ કરોડ જેવી રકમ મંજુર થયેલ.
પ્રધાનમંત્રી આવાસ યોજના અનટેનેબલ સ્લમ રીકોલેશન અંતર્ગત કુલ ૩૭૩૪ આવાસ યોજનાના કવાર્ટર રૂ ૨૩૬ કરોડના ખર્ચે લાભ મળવાનો છે જે પૈકી ૩૩૪ આવાસની કામગીરી પૂર્ણ થયેલ છે. મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત આશરે ૬૦૦૦ જેટલા આવાસોનું આયોજન કરેલ છે જે પૈકી ૪૨૧૫ કુલ મકાન કોમ્પ્યુટર દ્વારા ડ્રો કરી અને લોકોને ફાળવવામાં આવેલ છે. જે પૈકી ૧૭૩૬ આવાસ ૭૬ કરોડના ખર્ચે હાલ બની રહ્યા છે.BSNL અંતર્ગત કુલ ૧૨૨૪ આવાસો પૈકી ૪૩૬ આવાસોની પુર્ણ કરવામાં આવેલ છે.
અરવિંદભાઇ મણિયાર ૧૨૨૪ આવાસો એસો.ના હેઠળ જુના આવાસોનું પુન: નિર્માણ, પુન:વિકાસ અંગે ગૃહ નિર્માણ નીતી ૨૦૧૬ અંતર્ગત ફલેટ હોલ્ડર્સ એસો.ને રી ડેવલોપ કરવા માટે ધોરણસર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી એજન્સીની નિમણુંક કરવામાં આવેલ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઝુપડપટ્ટી (મચ્છુનગર) વિસ્તારને પુન:વસન કરવા માટેની પી.પી.પી. પોલીસી ૨૦૧૩ અંતર્ગત ધારા ધોરણસર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી એજન્સીની નિમણુંક કરવામાં આવેલ છે. આ અન્વયે રાજકોટ મહાનગરપાલિકાને લેન્ડ પ્રિમીયમ તરીકે ૪૦.૫૦ કરોડ મંજુર થયેલ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઝુપડપટ્ટી (હિંગળાજનગર-૧) વિસ્તારને પુન:વસન કરવા માટેની પી.પી.પી. પોલીસી ૨૦૧૩ અંતર્ગત ધારા ધોરણસર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી એજન્સીની નિમણુંક કરવામાં આવે છે. આ અન્વયે રાજકોટ મહાનગરપાલિકાને લેન્ડ પ્રીમીયમ તરીકે ૧૦૦ કરોડ મંજુર કરેલછે.
વેસ્ટ ઝોન ખાતે નવી આવાસ યોજના હેઠળ વેસ્ટ ઝોનમાં જુદા જુદા સ્થળોએ આશરે ૩૩ર કરોડના ખર્ચે ઇ.ડબલ્યુ. એસ.-ર પ્રકારના ૫૪૨, એલ.આઇ.જી. પ્રકારના ૮૯૬, એમ.આઇ.જી.-૧ પ્રકારના ૮૩૪ મળીની કુલ ૨૨૭૨ આવાસો બનાવવાનુ આયોજન કરવામાં
આવેલ છે. જે અન્વયે ટુંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેમાં ઇ.ડબલ્યુ. એસ. પ્રકારના આવાસોમાં કેન્દ્રો સરકાર અને રાજય સરકાર દ્વારા પ્રતિ આવાસ દીઠ ૧.૫ લાખ – ૧.૫ લાખ મેળીને કુલ ૩ લાખની સહાય આપવામાં આવનાર છે. તેમજ એલ.આઇ.જી. પ્રકારના આવાસોમાં રાજય સરકાર દ્વારા ૧ લાખની સહાય આપવામાં આવનાર છે. આ ઉપરાંત લાભાર્થીનો ફાળો ઇ.ડબલ્યુ.જી. પ્રકારના આવાસોમાં ૫.૫ લાખ એલ.આઇ.જી. પ્રકારના આવાસોમાં ૧ર લાખ એમ.આઇ.જી. પ્રકારના આવાસોમાં ર૪ લાખનો રહેશે.
હાલ નવી આવાસ યોજના (મુખ્યમંત્રી ગૃહ યોજના) આવાસના હપ્તા એડવાન્સમાં લેવામાં આવતા હોય જે લાભાર્થી પાસે આઇ.ટી. રીટર્ન ન હોય તેમ છતાં સરકાર- પ્રાઇવેટ બેંકો દ્વારા આવાસના લાભાર્થીઓને લોન આસાનીથી મળી શકે તે માટે મહાનગરપાલિકા સાથે બેંકોનું જોડાણ કરવામાં આવેલ છે તેમજ લોકોને લાભ મળી રહે તે માટે ૪૬ એડવોકેટની પેનલ બનાવી અને દસ્તાવેજની પ્રક્રિયામાં જે મોટો ખર્ચ થતો તે માત્ર રૂ ૧૦૦૦ માં કરી આપવામાં આવે છે.