ચોમાસાના પ્રથમ વરસાદમાં ટમેટા, રીંગણા, ગુવાર, કોથમરીનાં ભાવ આસમાને: શાકભાજીના ભાવમાં 30થી 40 ટકાનો વધારો પણ રાહત ઢુંકડી
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં આ વખતે સમયસર અને આગોતરા વરસાદથી સર્વત્ર હરખની હેલી જવાય છે ત્યારે રાબેતા મુજબ દર વર્ષની જેમ આ વખતે પણ ચોમાસાના પ્રારંભે શાકભાજી ની અછતને લઈને ભાવમાં ગરમાવો આવ્યો છે ચોમાસાના પાણીથી ધાણા રીંગણા વાલ ગુવાર જેવા શાકભાજી નું વાવેતર બગડી જતું હોવાથી ચોમાસાના પ્રારંભિક તબક્કામાં શાકભાજી મોંઘા થઈ જાય છે નવા શાકભાજી માટે હજુ ત્રણથી ચાર પખવાડિયા ની રાહ જોવી જોશે ત્યાં સુધી ગૃહેણી ઓને મોંઘા ભાવનું શાક સમારવા સિવાય છૂટકો નથીઅત્યારે શાકભાજીના ભાવમાં 30 ટકાનો ભાવ વધારો થયો છે. જોકે, વેપારીઓનુ માનવુ છેકે શાકભાજીની આવક વધતા ફરી ભાવમા ઘટાડો નોંધાશે.
માર્કેટમાં શાકભાજી લઇને આવતી ટ્રકોની સંખ્યા ઘટી છે. આ તરફ શાકભાજીની આવક ઘટી છે જયારે સામે છેડે શાકભાજીની માંગ યથાવત રહી છે પરિણામે ભાવ વધારો થયો છે. જે શાકભાજી રૂ40થી રૂા.50કિલો વેચાઇ રહ્યા હતાં તેનો ભાવ હવે રૂા.80થી માંડીને રૂા.100સુધી પહોચ્યો છે. ચોમાસામાં શાકભાજીના ભાવમાં 30ટકા સુધીનો વધારો થયો છે.
શાકભાજીના ભાવ વધતાં ગૃહિણીઓનુ બજેટ ખોરવાયુ છે. હોલસેલ માર્કેટથી છુટક લારીવાળા સુધી પહોંચતા શાકભાજીના ભાવમાં વધુ ભાવ વધારો થાય છે. હોલસેલ વેપારીઓનું કહેવુ છેકે, વરસાદને કારણે શાકભાજીના ભાવ પર અસર થઇ છે.લારીવાળા ગ્રાહક પાસેથી બમણો ભાવ લે છે. ભાવ નિયંત્રણ માટે કોઇ ઓથોરિટી જ નથી જેના કારણે ગ્રાહકને વધુ નાણાં ચૂકવવાનો વારો આવે છે. શાકભાજીની આવક વધતા ફરી ભાવ ઘટાડો થશે. આ માત્ર ટૂંકા ગાળાનો ભાવ વધારો છે.