ખેડૂતો ખેતરે જઈ શકતા ન હોવાથી બહારથી શાક આવતા ભાવમાં ઉછાળો
સ્થાનિક ખેતરમાંથી આવતા શાકભાજીની આવક ૨૫ ટકા જ છે. મોટાભાગનાં શાકભાજી બહારથી આવે છે. જયારે કોથમીર ઈન્દોરથી અને મહારાષ્ટ્રમાંથી આવે છે. તેમાં ચોમાસાની સીઝનમાં ખેડૂતો ખેતરે જઈ શકતા નથી માટે પાક ઉતરતા નથી, જેને કારણે સ્થાનિક ખેતરોમાં શાક નથી આવતું જેના પરિણામે ટમેટાના ‚ા.૮૦ અને મરચા કિલોના ‚ા.૨૦૦ સુધી પહોચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. આ અંગે વેપારીના કહેવા પ્રમાણે હાલના સમયમાં બહારથી શાકભાજી આવતુ હોવાથી થોડા દિવસ ભાવ વધારો રહેશે પછી કિંમત રાબેતા મુજબ થઈ જશે.
ગ્રાહકના કહેવા પ્રમાણે ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. અને ચારથી પાંચ શાક લેવાને બદલે ૧ થી ૨ શાક ખરીદીને રોડવવું પડે છે.
જોકે થોડા દિવસો બાદ પરિસ્થિતિ થાળે પડી જતા ભાવમાં ઘટાડો આવશે જેથી ગૃહિણીઓનું બજેટ પણ સામાન્ય બનશે.