બે લીંબુના ચાર ભાગ કરી એક પર મરીનું, બીજા પર સિંધવનું, ત્રીજા પર ડીકામરીનું અને ચોથા પર સંચળના ચૂર્ણની ઢગલી કરી, અગ્નિ પર ગરમ કરી વારાફરતી રોજ સવારે ગરમ ગરમ ચૂસવાથી ગેસની ફરિયાદ દૂર થાય છે.
દિવેલમાં સાંતળેલી હરડેના ટૂકડા જમ્યા પછી સોપારીની જેમ મોમાં રાખઈ ચૂસવાથી ગેસની તકલીફ ઓછી થાય છે.
ભોજન પહેલાં લીંબુની ફાડ કરી બે ગ્રામ સંચળ ભભરાવી ચૂસી જવું. ઘી, તેલ, મીઠાઇ બંધ કરવા. સવાર-સાંજ એક એક કલાક ચાલવા જવું. એનાથી વાયુ ઉપર ચઢી છાતીની ડાબી બાજુ દબાણ કરતો હોય, ખાવા પર રુચિ થતી ન હોય, ભૂખ બરાબર લાગતી ન હોય અને પાચન બરાબર થતું ન હોય તેમાં ફાયદો થાય છે.