ગરમીની આ મોસમમાં ત્વચાની સારસંભાળ રાખવી ખાસ જરૂરી બની જાય છે. આ માટે રેગ્યુલર ક્લેન્ઝિંગ, ટોનિંગ અને મોઇસ્ચરાઇઝિંગ ઉપરાંત તમે ઘેરબેઠાં જાતે જ કેટલાક એવા માસ્ક પણ બનાવી શકો છો જે ત્વચામાં રહેલી ગંદકી દૂર કરી એને ફરી પાછી નિખારવાનું કામ કરે છે. તો આવો અમારા એક્સપટ્ર્સ પાસેી જાણીએ આવા કેટલાક હોમમેડ ફેસ-માસ્કની રેસિપી

ઉનાળો પાછો આવી ગયો. વર્ષની આ એક મોસમ એવી છે જે ભાગ્યે જ કદાચ કોઈને ગમતી હશે. કારણ સ્વાભાવિક છે. સૂર્યના આકરા તાપને કારણે તાં ગરમી અને પસીનો તો કોને ગમે? વળી આ મોસમમાં ચહેરાની સુંદરતા તો જાણે દાવ પર જ લાગી જાય. કુદરતની મહેરબાનીી બીજું કંઈ નહીં તો ઍટ લીસ્ટ આ એક સમસ્યાનો ઇલાજ આપણા હામાં છે. એ ઇલાજ છે હોમમેડ ફેસ-માસ્ક. તમારા ચહેરાની ત્વચાના પ્રકારને એક વાર સમજી લેવામાં આવે તો આવા ફેસ-માસ્ક ઘરે બનાવવા કોઈ મુશ્કેલ વાત ની. એક તો હોમમેડ હોવાી એમાં વપરાતી મોટા ભાગની સામગ્રી આપણને આપણા ઘરના રસોડામાંી જ મળી જાય છે અને બીજું, કેટલીક વાર એનું પરિણામ બહારી ખરીદીને લાવેલા માસ્ક કરતાં અનેકગણું બહેતર પણ હોય છે. વળી બજેટની દ્રષ્ટિએ આજકાલ પાર્લર્સમાં ફેસપેક્સ લગાડવાના આપણી પાસે જેટલા પૈસા પડાવી લેવામાં આવે છે એ જોતાં આવા હોમમેડ ફેસ-માસ્ક અત્યંત કિફાયતી પણ લાગવાના જ. તો આ વર્ષે ઉનાળાની આ મોસમમાં ચહેરાની ચમક પાછી મેળવવા પાર્લરની મુલાકાત લેતાં પહેલાં નીચે આપેલી હોમમેડ ફેસ-માસ્ક્સની રેસિપી એક વાર ઘરે ચોક્કસ અજમાવી જોજો.

સૂકી ત્વચા માટે

. કુકુમ્બર માસ્ક : ઉનાળાની ઋતુમાં કાકડી એક એવી સામગ્રી છે જે ખાઓ તો પણ ઠંડક આપે અને ચહેરા પર લગાડો તો પણ ઠંડક આપે. બસ, એક કાકડીને ખમણીને એમાં ોડું ગુલાબજળ મિક્સ કરી દો અને સીધું ચહેરા અને ગરદન પર લગાડી દો. ૧૫ મિનિટ બાદ સાદા પાણીી ધોઈ લેવાી ચહેરા પર ઠંડક અને ચમક બન્નેનો અહેસાસ શે. તમે ઇચ્છો તો આ પેકમાં ોડું ગ્લિસરિન પણ ઉમેરી શકો છો. બોરીવલી ખાતેના જાણીતા ડર્મેટોલોજિસ્ટ ડો. કેતન શાહ કહે છે, ગ્લિસરિન આસપાસના વાતાવરણમાં રહેલું પાણી ત્વચાની અંદર ખેંચી એને લોક કરી દે છે. પરિણામે ત્વચા ડ્રાય તી ની અને નરમ મુલાયમ જ રહે છે. આ આપણો પરંપરાગત નુસખો છે, જે કિંમતની દ્રષ્ટિએ સાવ સોંઘો હોવા છતાં ખૂબ અસરકારક છે.

. બનાના-વિટામિન ઊ માસ્ક : એક વધુપડતું પાકેલું કેળું ચમચીી સરસ રીતે મસળી નાખો. આજકાલ દવાની દુકાનમાં વિટામિન ચ્ની ટેબ્લેટ સરળતાી મળી જાય છે. આવી ૩-૪ ટેબ્લેટ વચ્ચેી કાપી એની અંદર રહેલું પ્રવાહી કેળા સો મિક્સ કરી દો. આ મિશ્રણને ૧૫-૨૦ મિનિટ ચહેરા પર લગાડી ધોઈ નાખો. કેળું ત્વચા માટે મોઇસ્ચરાઇઝરનું કામ કરે છે, જ્યારે વિટામિન ઊ ત્વચાને રિપેર કરવાનું કામ કરે છે. જેમને ચહેરા પર બહુ બધી રુવાંટી હોય તેઓ આ માસ્ક સાવ સુકાઈ જાય પછી પિલની જેમ ખેંચી કાઢે તો રુવાંટીમાં ઘટાડો પણ જોઈ શકાય છે.

. નીમ-પપૈયા માસ્ક : ૪૫ વર્ષી બ્યુટિશ્યન અને મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરતાં મહાલક્ષ્મી ખાતેનાં સરોજ વેદ પોતાના સીક્રેટ માસ્કની રેસિપી આપતાં કહે છે, કડવા લીમડાનો પાઉડર, અશ્વગંધા, રક્તચંદન, મંજિષ્ઠા, અર્જુન, પપૈયાનો પાઉડર મુલતાની માટીમાં મિક્સ કરી ગુલાબજળ નાખી એની પેસ્ટ બનાવો. આ મિશ્રણમાં છેલ્લે બે ટીપાં એરંડિયાનું તેલ પણ નાખો. ચહેરા પર લગાડી સુકાઈ જાય એટલે ધોઈ નાખો. પપૈયા, અશ્વગંધા, અર્જુન સ્કિન લાઇટનિંગનું કામ કરે છે; પરંતુ જે વસ્તુ ત્વચાનો રંગ ઉઘાડે એ એને ડ્રાય પણ કરવાની જ. આવા સમયે એમાં એરંડિયાનું તેલ નાખી દેવાી એ ત્વચા માટે મોઇસ્ચરાઇઝરની ગરજ સારે છે.

. મુલતાની માટીનો માસ્ક : ઉનાળા માટે આનાી વધારે સારો અને સરળ માસ્ક બીજો કોઈ હોઈ જ ન શકે. દાદીમાના વૈદુંના જમાનાનો આ માસ્ક આજની તારીખે પણ એટલો જ હિટ અને ફિટ છે. માત્ર મુલતાની માટીમાં ોડું ગુલાબજળ નાખી ચહેરા પર લગાડી દેવી. સુકાઈ જાય એટલે બરફ ઘસીને ચહેરો સાફ કરી લેવો. મુલતાની માટી જ્યાં ચહેરાનાં રોમછિદ્રોને સાફ કરી એને ટાઇટ કરવાનું કામ કરે છે ત્યાં જ ગુલાબજળ ત્વચાને મોઇસ્ચરાઇઝ કરે છે. તો બીજી બાજુ બરફનો મસાજ ચહેરા પર લોહીનું પરિભ્રમણ વધારતાં તરત જ અનેરો નિખાર જોઈ શકાય છે. ઇન્સ્ટન્ટ ગ્લો માટે આનાી સારો માસ્ક બીજો કોઈ ની.

. કડવો લીમડો અને સંતરાનો માસ્ક : સરોજ વેદ કહે છે, કડવો લીમડો, સંતરાં, શંખજીરુંં, ત્રિફળા, ગોપીચંદન, તુલસી, જેઠીમધ અને ગુલાબનાં પાન આ બધાનો પાઉડર સરખા ભાગે મુલતાની માટીમાં મિક્સ કરી સાદું પાણી નાખી એની પેસ્ટ બનાવવી. ગુલાબનાં પાનનો પાઉડર ન હોય તો પેસ્ટ બનાવવા માટે પાણીના સને ગુલાબજળનો ઉપયોગ પણ કરી શકાય. સુકાઈ જાય એટલે ચહેરો સાદા પાણીી ધોઈ નાખવો. કડવો લીમડો ત્વચામાં છુપાયેલા દરેક પ્રકારના બેક્ટેરિયા દૂર કરવાનું કામ કરે છે તેી તૈલી ત્વચાને પગલે ખીલની સમસ્યાી પીડાતા લોકો માટે આ માસ્ક બેસ્ટ છે. તો બીજી બાજુ ગુલાબજળ અવા ગુલાબનાં પાનનો પાઉડર ચહેરાને ઠંડક આપે છે. સંતરાંમાં રહેલું વિટામિન ઘ્ તા ગોપીચંદન સ્કિન-લાઇટનિંગનું કામ કરતાં હોવાી ત્વચા પર તરત જ ફેરનેસ જોઈ શકાય છે.

કોમ્બિનેશન સ્કિન માટે

. ઓટ્સ ઍન્ડ આમન્ડ માસ્ ક: રાતના સૂતાં પહેલાં એક વાટકીમાં ૧૦ બદામ પલાળી દેવી. સવારે એની છાલ કાઢી મિક્સરમાં વાટી લેવી.

. સંતરા અને પપૈયાનો માસ્ક: કોમ્બિનેશન સ્કિન માટે પોતાનો લોકપ્રિય માસ્ક કેવી રીતે બનાવવો એ સમજાવતાં કહે છે, સંતરાં, પપૈયા, મંજિષ્ઠા, અર્જુન અને અશ્વગંધા આ બધાંનો પાઉડર મુલતાની માટીમાં મિક્સ કરી ચહેરા પર લગાડી દેવાી એ ત્વચા પરનું વધારાનું તેલ પણ દૂર કરે છે તો સો એને ડ્રાય પણ વા દેતી ની. સો જ એ ત્વચાને ઠંડક પહોંચાડી હેલ્ધી પણ બનાવે છે.

શરીરને માત્ર બહારી જ નહીં, અંદરી પણ ઠંડક પહોંચાડો

એક વાત તો નિશ્ચિત જ છે, ત્વચાની સુંદરતા વધારવા બહારી ગમે તેટલી સારી સામગ્રી લગાડવામાં આવે; જો શરીર અંદરી સ્વસ્ નહીં હોય તો બધું જ નકામું છે.

  1. આ ઋતુમાં ગરમી અને પસીનાને કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જતું હોવાી રોજ ઓછામાં ઓછું ૩-૪ લિટર પાણી અચૂક પીવું.
  2. બજારમાં મળતા તૈયાર જૂસની જગ્યાએ વરિયાળી, કોકમ કે શેકેલું જીરું પલાળેલું પાણી પીવું વધુ સારું.
  3. જવના પાણીમાં આદું, ફુદીનો અને મધ નાખીને પીવાી એ શરીરને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે.
  4. રાતના સૂતાં પહેલાં ૭-૮ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી દેવી. સવારે ઊઠીને ચાવી જવી અવા તમારા ગમતા કોઈ પણ પીણામાં મિક્સ કરીને પી જવાી શરીર સ્વસ્ રહે છે.
  5. વરિયાળી, શેકેલું જીરું, ખડી સાકર, એલચી તા એક ચપટી જાયફળ બધું મિક્સ કરી એનો પાઉડર આ સીઝનમાં ઘરમાં હંમેશાં તૈયાર જ રાખવો. મન ાય ત્યારે અડધો ગ્લાસ પાણી અને અડધો ગ્લાસ દૂધમાં મિક્સ કરી એમાં એક ચમચી આ પાઉડર મિક્સ કરી ઠંડાઈ બનાવીને પી જવાી ઇન્સ્ટન્ટ તાજગીનો અહેસાસ ાય છે.
  6. સક્કરટેટી, દ્રાક્ષ, કલિંગર તા કેરી જેવાં સીઝનલ ફ્રૂટ્સ જ ખાવાં.
  7. ભોજનમાં કાકડી, દૂધી અને સરગવાની શિંગનો ઉપયોગ વધુ કરવો.
  8. વધુ પડતા તેલ, ઘી અને મસાલાવાળા ખોરાકી દૂર રહેવું.
  9. દિવસમાં બે કે ત્રણ વાર પેટ ભરીને જમવાને સને ૬-૭ વાર ોડું-ોડું ખાવાી પાચનશક્તિ સારી રહે છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.