- જાહેર સેવકો સામે કાર્યવાહીની ઇડી અને સીબીઆઇની મર્યાદાને લઈ ગૃહ વિભાગની જરૂરી મંજૂરીની પ્રક્રિયા પૂરી થતાં કેજરીવાલ સામે તપાસનો માર્ગ મોકળો
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ ને દારૂ ના રૂપિયા ’સગેવગે” કરવા બાબતેઇડી ને કાર્યવાહી કરવા વિભાગે લીલી ઝં ડી આપતા કેજરીવાલની કાયદાકીય મુશ્કેલીમાં વધારો થયો છે, અરવિંદ કેજરીવાલ સામે મનીલોન્ડ્રિંગ વીરોધી અધિનિયમ અન્વયે દારૂ ના રૂપિયા બાબતે ઇ, ડી ને કાર્યવાહી કરવા ગૃહ મંત્રાલયે લીલી ઝંડી આપી દેતા કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ થશે પી એમ એલ એ અદાલતે કેજરીવાલ સામે આરોપ ઘડવાની કાર્યવાહી ને અલ્પવિરામ આપીને ગૃહ વિભાગની મંજૂરી માટે પ્રતીક્ષા કરી હતી ,કેજરીવાલ અને તેમની પાર્ટી પર સાઉથ ગ્રુપ પાસેથી દારૂ અંગે લાંચ લેવાનો આરોપ છે દિલ્હીમાં દારૂના વેચાણ અને વિતરણને નિયંત્રણ કરવાની જોગવાઈ અને આબકારી નીતિથી દારૂના ધંધાર્થીઓને ફાયદો થયાનો મામલો ન્યાયની એરણે ચડ્યો છે, સુપ્રીમ કોર્ટે નવેમ્બરમાં આ કાર્યવાહી માટે ગૃહ વિભાગની મંજૂરી ની આવશ્યકતા દર્શાવી હતી ઈ ડી અને સીબીઆઇની મર્યાદા ને લઈને ગૃહ વિભાગની મંજૂરી અનિવાર્ય બની હતી જાહેર સેવકો માટે મની લોડરીંગ કેસમાં પૂર્વગ્રહ વિના તપાસની મંજૂરી માંગવામાં આવી હતી ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ની સામે કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કેજરીવાલને દારૂના રૂપિયા સગે વગે કરવાના આરોપ સામે તપાસ અને કાર્યવાહીની ઇ. ડી ને ગૃહ વિભાગ ને મંજૂરી મળી જતા કેજરીવાલ ની મુશ્કેલીઓમાં વધારો થવાનું નિશ્ચિત બન્યું છે.