• અફોર્ડેબલ  હાઉસીંગ બી પાટર્નરશીપ હેઠળ 1 લાખ આવાસ, ઈન સી ટુ સ્લમ રી ડેવલપમેન્ટ હેઠળ 15 હજાર, બેનીફીસીયરી લેન્ડ કન્સ્ટ્રકશન હેઠળ 53 હજાર
  • આવાસનું નિર્માણ  કરાયુ: ક્રેડિટ લિંન્ડ સબસિડી હેઠળ 4.45 લાખથી વધારે લાભાર્થીઓને રૂ.10,200 કરોડની  વ્યાજ સહાય  અપાય
  • પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી યેજનામાં ગુજરાત સમગ્ર દેશમાં  અગ્રેસર:  7.64 લાખના લક્ષ્યાંક સામે  8.61 લાખ આવાસ મંજૂર:  6.24 લાખ આવાસનું બાંધકામ પૂર્ણ
  • ગ્રામ્ય વિસ્તારોમાં લાભાર્થીઓને મનરેગા યોજના હેઠળ રોજગારી પેટે રૂ.21510ની આર્થિક સહાય અને આવાસમાં  શૌચાલયનાં બાંધકામ માટે રૂ.12000ની આર્થિક સહાય પણ આપવામાં આવે છે
  • લાભાર્થીઓને ઘરનું ઘર આપવાની પધ્ધતી સંપૂર્ણ પારદર્શી: ડ્રોના માધ્યમથી કરાય છે આવાસની ફાળવણી
  • તમામને ઘરનું ઘર મળી રહે તે માટે  હાઉસીંગ સેકટરમાં અનેક ફેરફાર કરાયા: રેરાનો કાયદો આવ્યો, લોન પણ સરળતાથી મળતી થઈ

શહેરમાં વસનારો કે ગ્રામીણ વિસ્તારનો દરેક વ્યક્તિની ત્રણ પાયાની જરૂરિયાત હોય-રોટી, કપડા અને મકાન. સર્વગ્રાહી વિકાસને પરિણામે  ગુજરાતમાં ઉદ્યોગ, વેપાર, ધંધા-અર્થ દેશના અનેક પ્રદેશના લોકો આવીને વસ્યા છે. આવા લોકોને આજિવીકા તો મળી રહે છે, પરંતુ મકાન અને તે પણ પોતની માલિકીનું મકાન હોવું તે સપનું સાકાર થવું બહુ કપરૂં હોય છે.

2 1

આજના આ મોંઘવારીના યુગમાં ઓછી આવક ધરાવતા પરિવારો માટે પોતાનું ઘર બનાવવું એક સ્વસપ્ન સમાન હોય છે. પોતાના જીવનની મોટાભાગની કમાણીની બચત કરીને અથવા તો લોન લઇને પોતાનું ઘર બનાવવા સામાન્ય માનવી તનતોડ મહેનત કરતો હોય છે. પોતાનું ઘર હોવું એ ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે એક ગેરેન્ટી રૂપ હોય છે. કપરાકાળમાં પોતાનું ઘર હોવું એ ધરતીનો છેડો ઘર એવા સુખનો અહેસાસ કરાવે છે.

વડાપ્રધાનશ્રી  નરેન્દ્રભાઈ મોદીએ ગરીબોને પોતાનું ઘર મળે, તે માટે હાઉસિંગ સેક્ટરમાં ઘણા બધાં ફેરફાર કર્યાં છે. સૌને માટે આવાસની નેમ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના તેમની પ્રેરણાથી શરૂ થઇ છે. તેઓ રેરા કાયદો લાવ્યા, બેન્કિંગ ક્ષેત્ર દ્વારા ઘરની લોન સરળ કરવામાં આવી અને ગત સાત વર્ષોમાં લેવાયેલા નિર્ણયોને પરિણામે આજે ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે એવા વિશ્વાસના વાતાવરણ સર્જન થયું છે કે અમારી પોતાની માલિકીનું ઘર જરૂર બનશે.

Untitled 1 41

તેમણે ગરીબોને પોતાનું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી છે. ઘરના બાંધકામ અને મળતી સુવિધાઓમાં ફેરફરો કર્યા છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલ ગુજરાત રાજ્યના જરૂરીયાતમંદ લોકોને આવાસ મળી રહે તે માટે મક્કમતાથી આ યોજનાને આગળ વધારી રહ્યા છે.

અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ (APL) ઘટક હેઠળ રૂ.3 લાખની વાર્ષિક આવક ધરાવતા ઘરવિહોણા પરિવારોને આવાસ બનાવવા માટે સરકાર તરફથી રૂ.3 લાખની આર્થિક સહાય (કેન્દ્ર સરકાર તરફથી રૂ.1.50 લાખ અને રાજ્ય સરકાર તરફથી રૂ.1.50 લાખ) આપવામાં આવે છે. આ ઘટક અંતર્ગત 1 લાખથી વધુ આવાસોના બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યા છે.

ઇન-સીટુ સ્લમ રી-ડેવલપમેન્ટ (CLSS)  હેઠળ શહેરી વિસ્તારોમાં સરકારી જમીનો પર આવેલ ઝૂંપડાવાસીઓને તે જ જગ્યા પર સુવિધાસભર આવાસો વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઘટક હેઠળ 15 હજાર આવાસોની કામગીરી પૂર્ણ થઈ છે.

1

બેનીફીસીયરી લેડ કંસ્ટ્રક્શન (BLC)  હેઠળ શહેરી વિસ્તા રોમાં પોતાની માલિકીની જમીન કે કાચા મકાન ધરાવતા હોય સાથે જ  રૂ. 3.00 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને આવાસના બાંધકામ માટે રૂ.3.50 લાખની આર્થિક સહાય (કેન્દ્ર સરકાર દ્વારા રૂ.1.50 લાખ અને રાજ્ય સરકાર દ્વારા રૂ.2 લાખ) આપવામાં આવે છે. આ ઘટક અંતર્ગત 53 હજાર આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

ક્રેડિટ લિંક સબસિડી  ઘટક (કેન્દ્રીય ક્ષેત્રીય ઘટક) હેઠળ શહેરી વિસ્તારોમાં 60 ચો.મી સુધીના પ્રથમ આવાસ માટે લીધેલી લોન પર રૂ.2.67 લાખ સુધીની વ્યાજ સહાય આપવામાં આવે છે. આ ઘટક અંતર્ગત કુલ 4.45 લાખથી વધારે લાભાર્થીઓને રૂ.10,200 કરોડની વ્યાજ સહાયનો લાભ આપવામાં આવ્યો છે. આ ઘટક હેઠળ અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી યોજનામાં ગુજરાત દેશમાં અગ્રેસર છે કુલ 7.64 લાખ આવાસોના લક્ષ્યાંક સામે કુલ 8.61 લાખ આવાસો મંજૂર થયા છે.  જે પૈકી 6.24 લાખ જેટલા આવાસોના બાંધકામ પૂર્ણ થયા છે.

2 2

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં પાત્રતા ધરાવતા ઘરવિહોણા પરિવારો અથવા તો કાચા આવાસ ધરાવતા લોકોને નવા આવાસના બાંધકામ માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ અત્યારસુધીમાં 3,50,998 આવાસોના બાંધકામની કામગીરી પૂર્ણ થઈ છે. પ્રત્યેક લાભાર્થી પરિવારને આવાસ દીઠ રૂ.1,20,000ની નાણાકીય સહાય ત્રણ તબક્કામાં તેમના ખાતામાં સીધા જ ટ્રાન્સફર કરવામાં આવે છે.આ સાથે જ, ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓને મનરેગા યોજના હેઠળ રોજગારી પેટે રૂ.21,510ની આર્થિક સહાય અને સ્વચ્છ ભારત મિશન હેઠળ પોતાના આવાસમાં શૌચાલયના બાંધકામ માટે રૂ.12,000 ની આર્થિક સહાય પણ આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ વર્ષ 2020-21 દરમિયાન મહિલા લાભાર્થીઓને ધ્યાનમાં રાખીને આવાસની સાથે-સાથે શૌચાલયના બાંધકામ માટે પ્રતિ લાભાર્થી રૂ.5000ની વધારાની સહાય આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો, જે હેઠળ 9000 લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2018-19 માં રાજ્યના ડાંગ જિલ્લાને અને 2019-20માં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાને બેસ્ટ પર્ફોર્મન્સ ઇન ઇમ્પ્લીમેન્ટેશન ઓફ પીએમએવાય (રૂરલ) અંતર્ગત અનુક્રમે પ્રથમ અને દ્વિતીય ક્રમાંકે એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રેરક માર્ગદર્શન અને ભારત સરકારના સહયોગથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આજે ગરીબોને સપનાનું ઘર આપી રહી છે. આ ઘર આપવાની પદ્ધતિ સંપૂર્ણ પારદર્શી છે. ડ્રો ના માધ્યમથી લાભાર્થી નક્કી થાય છે. આ લાભાર્થીને મળનારી તમામ સબસિડી તેમના ખાતામાં ડીબીટી(ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર)ના માધ્યમથી જમા થાય છે. રાજ્યના જરૂરીયાતમંદ લોકોને સારૂ જીવન ધોરણ પૂરૂ પાડવાની દિશામાં ગુજરાત સરકાર મક્કમ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.