હોટેલો મોજ મસ્તી સુખ સુવિધા અને પર્યટકો માટે ખૂબ જ ઉ૫યોગી સહારો છે પરંતુ હોટેલો મુર્દા લાશ માટે ઉપયોગી બને તેવું સાંભળતા ચોક્કસ અચરજ અનુભવાય છે પરંતુ આ સત્ય છે. જે જાપાનના લોકોની કમાણીનું સાધન બની ચુક્યુ છે. વિકસિત દેશ જાપાનમાં દર વર્ષે અંદાજે ૧૬ લાખ લોકો મૃત્યુ પામે છે. લોકોની મોતને વેપાર બનાવનારા આ વ્યક્તિનું નામ હિસાપોશી ટેરામુરા છે.
જાપાનમાં મુર્દા લાશોને અંતિમ સંસ્કાર સુધી સાચવામાં દુવિધા સર્જાતા યોકોહામાના રહેવાસીએ આ યુક્તિ શોધી કાઢી છે એક એવી ‘હોટેલ જ્યા ફક્ત મુર્દા લાશો રહે છે ’ જેનું એક દિવસનું ભાડુ ‘૧૨,૦૦૦ યેન’ જે ભારતની કરન્સીમાં ૬૯૬૦ રુપિયા ચુકવવું પડે છે. જાપાનમાં મૃત્યુ દર વધવાને કારણે તેમને અંતિમ સંસ્કાર માટે વાટ જોવી પડતી હોય છે જેમાં ક્યારેક તો તેમને ૪ થી ૫ દિવસની પણ રાહ જોવી પડતી હોય છે ત્યારે આ હોટેલોમાં તેમને સાંચવવામાં આવે છે.