૫૦ ટકા ગ્રાહકો સોશિયલ ડિન્સન્સીંગ, સેનીટાઈઝીંગ, ક્ષમતાના ડીસ્પોઝેબલ મેનુ, ડીસ્પોઝેબલ પેપર, ડાઈન ઈન કરતા ટેક અવેને પ્રાધાન્ય વગેરે જેવા નિયમો સાથે આઠમીથી હોટલ અને રેસ્ટોરન્ટોનો ફરીથી પ્રારંભ થશે
વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના સંક્રમણને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કર્યો છે. લોકડાઉનના કારણે અર્થતંત્રને થઈ રહેલા ભારે નુકશાનને નિવારવા તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન ધીમેધીમે ખોલવાનો નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે જાહેર કરાયેલા ‘અનલોક-૧’માં હોટલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થાનો, શોપીંગ મોલ વગેરેને આઠમી જૂનથી અનેક શરતો સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ગઈકાલે આ ‘અનલોક-૧’ માટેની શરતો અંગેની માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ આઠમી જુનથી હોટલ અને રેસ્ટોરન્ટ ખૂલે ત્યારે તેમાં ભીડ ન થાય તે રીતે સ્ટાફ અને ગ્રાહકોને પ્રવેશ આપવાનો રહેશે. વૃધ્ધ બિમાર, ગર્ભવતી મહિલા વગેરે હોટલ સ્ટાફને ફરજીયાત રજા આપવાની રહેશે. પાર્કિંગ લોટ અને પ્રિમાસીસમાં ભીડ ન થાય તે પ્રમાણે ક્રાઉડ મેનેજમેન્ટ કરવું પડશે. પ્રવેશવાના તથા બહાર નીકળવાના અલગ અલગ રસ્તા રાખવા પડશે. સ્ટાફ, ગ્રાહકો અને માલસામાન લાવવા માટે પણ અલગ રસ્તા રાખવા પડશે. હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોએ કોન્ટેકલેસ ઓર્ડર અને ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનું રહેશે. હોટલ રેસ્ટોરન્ટમાં એસી ૨૪ થી ૩૦ ડીજી વચ્ચે રાખવું ફરજીયાત રહેશે.
રેસ્ટોરન્ટો માટે સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તે પ્રમાણેની બેઠક વ્યવસ્થા ગોઠવવી પડશે. બેઠક ક્ષમતાના ૫૦ ટકા ગ્રાહકોને જ પ્રવેશ આપી શકાશે. ડીસ્પોર્ઝેબલ મેનુ, નેપકીનની જગ્યાએ સરી ગુણવતાવાળા ડીસ્પોઝેબલ પેપર નેપકીન, રેસ્ટોરન્ટમાં જમવા કરતા ટેક-અવે પર વધારે ભાર ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન, હોમડીલેવરી પહેલા હોટલ સ્ટાફ માટે થર્મલ સ્કીનીંગ કીચન, સ્ટાફે સોશ્યલડીસ્ટનસનું પાલન, નિયમિત સમયે રસોડુ સેનેટાઈઝ કરવું વગેરે નિયમોનું પાલન કરવું પડશે.
હોટલો માટે જે માર્ગદર્શિક જાહેર કરાય છે તે મુજબ ગ્રાહકોને એન્ટ્રીગેટ પર સેનેટાઈઝર અને થર્મલ સ્કીનીંગ કરવું ફરજીયાત રહેશે. ઉપરાંતલક્ષણો વગરના સ્ટાફ અને મહેમાનોને માસ્ક સાથે જ હોટલમાં પ્રવેશ મંજૂરી, સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે મેનેજમેન્ટ દ્વારા પૂરતા કર્મચારીઓ રાખવા પડશે કર્મચારીઓએ ફરજીયાત માસ્ક અને ગ્લોઝ પહેરવા પડશે. વાહનના સ્ટીયરીંગ , દરવાજાના હેન્ડલ, ચાવીઓ વગેરે સેનેટાઈઝ કરવા પડશે હોટલમાં ઉતરનાર ગ્રાહકની ટ્રાવેલ હીસ્ટ્રી, મેડીકલ સ્ટેટસની સાથે ઓળખપત્ર અને સેલ્ફ ડેકલેરેશન પણ લેવાનું રહેશે. હોટલોમાં ચેક ઈન ચેક આઉટ માટે કયુઆર કોડ, ઓનલાઈન ફોર્મ, ડીઝીટલ પેમેન્ટ વગેરે પર ભાર મૂકાશે.