ચોકીધાણી, ગ્રાન્ડ મુરલીઘર, ઇમ્પીરીયલ પેલેસ, ધી ફર્ન, રેજન્સી, લગૂન અને કિંગ ઠાકર સહિતની હોટલોની જાળવણી
સરકાર દ્વારા પ્રજાહીત માટે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ શહેરની શાન ગણાતી હોટલો પોતાની સારસંભાળ અને સ્વચ્છતાની કામગીરી ચાલુ રાખી છે. શહેરની મોટાભાગની હોટલોમાં નિયમીત રીતે કર્મચારીઓ પાસેથી રોટેશનમાં આંતરીક સાફ સફાઇ કરાવામાં આવે છે. હોટલના દરેક વિભાગમાં સાવચેતીઓની તકેદારી રાખીને સફાઇ કરાવવામાં આવે છે. જેમ કે બેન્કવેટ હોલ, કીચન ગાર્ડન એરીયા, રિસેપ્શન, પુલ, ગેસ્ટ રૂમ સહિતના જગ્યા પર સ્વચ્છતા અને સફાઇ કરવામાં આવે છે. શહેરની જાણીતી હોટલ ચોકી ધાણી, ગ્રાન્ડ મુરલીધર ઇમ્પેરીયલ, રેજેન્સી લગુન, કિંૅગ્સ ક્રાફટમાં લોકડાઉનમાં બંધની સ્થિતિમાં રાખવામાં આવતી તકેદારી પર અબતકની ટીમે રૂબરૂ મુલાકાત લઇને વિગતો મેળવી હતી.
લોકડાઉનમાં હોટલના તમામ ભાગોની નિયમિત સારસંભાળ રાખીએ છીએ: નરેશભાઇ
હોટલ ચોકી ધાણીના મેનેજરે નરેશભાઇએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે હોટલ એ લોકોને આનંદની પળો આપતી સુખાકારીજી જગ્યા છે, લોકો દ્વારા જાગૃત નાગરીક તરીકેની ફરજ લોકડાઉનમાં જે રીતે નિભાવામાં આવી રહી છે. તે સરાહનીય છે. કહેવાય છે કે હોટલ કયારે ઉંઘતી નથી હોટલમાં અંદરની જગ્યાઓ વિવિધ વિભાગોનું મેન્ટેન્સ કરવું ખુબ જ અગત્યનું અને ફરજીયાત છે. લોકડાઉનમાં અમે હોટલની દરેક જગ્યા જેમ કે ગાર્ડન, કીચન, બેન્કવેટ હોલ, રિસેપ્સન, પુલ, ગેસ્ટ રુમની સફાઇ અને સ્વચ્છતાની જાળવણી કરીએ છીએ.
અમારો તમામ સ્ટાફ નિયમિત હોટલની સફાઇ અને મેન્ટેન્સમાં વિતાવે છે. સાથે રોટેશનમાં કામગીરી કરે છે. ઉપરાંત ફ્રિ સમયમાં પોતાના મનપસંદ પ્રવૃતિ કરતા હોય છે.
હોટલના તમામ ભાગોને નિયમિત સેનેરાઇઝ કરીએ છીએ: ધર્મેશભાઇ કુવાડીયા
શહેરની જાણીતી હોટલ ધ ગ્રાન્ડ મુરલીધર (ટીજીએમ)ના માલીક ધર્મેશભાઇ કુવાડીયાએ અબતકને આપેલ મુલાકાતમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ખુબ સારો અને પ્રજાહીત માટે તો મહત્વપૂર્ણ છે. જાગૃત નાગરીકની ફરજ નિભાવી અમે લોકડાઉનને સમર્થન આપી રહ્યા છે. અમારી હોટલમાં જેટલા કર્મચારીઓ છે. તેની સલામતિની તકેદારી રાખીને હોટલ અંદરની આંતરીક કામગીરી કરાવી રહ્યા છે. હોટલની દરેક જગયા જેવી કે બેન્કવેર હોલ, રિસેપ્ટશન, કિચન, ગાર્ડન, ગેસ્ટરુમ દરેક જગ્યા પર સફાઇ અને સ્વચ્છતાની મહત્વપૂર્ણ કામગીરી કરાવી છે. હાલ જેટલા કર્મચારી અમારા હોટલમાં છે તેવો જો દેખરેખ સાથે સ્વાસ્થ્યની તકેદારી પણ રાખી છે. હોટલમાં દરરોજ સેનેરાઇઝ કરવામાં આવે છે.
હોટલ ઇમ્પીરીયલ પેલેસે હોટલનું નિયમિત કામ બંધ પરંતુ સ્ટાફ પાસે નિયમીત સ્ટાફ સફાઇ કરાવીએ છીએ: રાહુલ રાવ
શહેરની ઇમ્પીરીયલ પેલેસ હોટલના મેનેજર રાહુલ રાવે અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે અમારી હોટલ રાજકોટની શાન સમાન હોય રાજકોટીયનો હર હંમેશ તેને પ્રેમ આપતા આવ્યા છે. અમારી સર્વીસ લોકોને ખુબ પસંદ છે. હાલ લોકડાઉનમાં સરકારને સમર્થન આપી અમે હોટલનું નિયમિત કામકાજ બંધ રાખ્યું છે. પણ સ્વચ્છતા અને સફાઇ માટે અંદરની કામગીરી ચાલુ રાખી છે હોટલમાં આંતરીક કામગીરી કર્મચારીઓ દ્વારા તેમના રોટેશન મુજબ કરાવવામાં આવે છે. હાલ હોટલનો જે વિભાગ ચાલુ છે તેની સાથે હોટલના તમામ ભાગોનો પણ ખુબ સાવચેતીઓથી સાફ સફાઇ કરવામાં આવે છે. ખાસ ગેસ્ટરુમની દરરોજ સફાઇ કરવાની અને સર્વીસ આપવાની એ જ અમારી ફરજ છે બજાવીએ છીએ.
હોટલનું ઓપરેશન કામ બંધ પરંતુ નિયમિત સ્વચ્છતા જાળવી રાખીએ છીએ: અમિત જહાં
રાજકોટની હોટલ ફર્નના મેનેજર અમિત જહાંએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે હોટલ ફર્ન એ રાજકોટ શહેરમાં પોતાની સર્વીસ અને સુવિધા માટે પ્રખ્યાત છે. હંમેશા સરકારના સુચનો અને જાહેરાત કે આદેશને સ્વીકારે છે હાલ લોકડાઉનમાં હોટલનું ઓપરેશન કામ બંધ છે માત્ર હોટલની આંતરીક જગ્યાઓનું સફાઇથી માંડી સ્વચ્છતાની તકેદારી ને ઘ્યાનમાં રાખીને કર્મચારીઓ દરરોજ સફાઇ કામ કરવામાં આવે છે. હોટલની દરેક જગ્યા જેમ કે રિશેપ્સન, બેન્કવેર હોલ કિચન, રેસ્ટોરન્ટ, ગેસ્ટ રૂમ આ બધી જગ્યા પર સેનેરાઇઝથી તેમજ સાવચેતીઓની તાકેદારી રાખી સાફસફાઇ કરવામાં આવે છે.
રર એકરમાં ફેલાયેલી અમારી હોટલને નિયમિત મેન્ટેન રાખવાનું આવે છે: કૌશલ ઝાટકીયા
રાજકોટની જાણીતી રેજેન્સી લગુન હોટલ આસી. મેનેજર કૌશલ ઝીટકીયાએ અબતકને આપેલી મુલાકાતમાં રેજેન્સી લગુન એ રોયલ અને સૌદર્યનું મીશ્રણ વછે. અમારી હોટલમાં હાલ ઓપરેશન કામ બંધ છે. માત્ર સફાઇ અને સ્વચ્છતાનું કામ શરુ છે. રર એકરમાં પથરાયેલી અમારી હોટલને દરરોજ કર્મચારીઓ ના રોટેશન વર્કથી સાફ સફાઇ કરાવામાં આવે છે. હોટલની દરેક જગ્યા પર સફાઇ નિયમીત ધોરણે થતી રહે છે. અમારા બેલારૂમમાં રોજેરોજ સફાઇ થતી હોય છે. ગાર્ડન, રીસેપ્શન, રેજન્સી કોટેચ, રેજેન્સી પ્રીમીયમ રુમ, રેજેન્સી સ્વીટ ગેસ્ટ રુમ અને દરેક જગ્યામાં સેનેરાઇઝ તેમજ સ્વચ્છતાની તકેદારી રાખી તે કામ કરવામાં આવે છે. હોટલ રેજેન્સી ના દરેક કર્મચારીને પણ સ્વચસ્થ્યની સલામતી જાળવણીની તકેદારી રાખવામાં આવે છે.
હોટલ સ્ટાફને કોરોના સામે રાખવાની તકેદારીથી અવગત કરાવ્યા છે: અમિત રાયઠઠ્ઠા
શહેરની હોટલ કિંગ્સ ક્રાફટના ડીરેકટર અમિત રાયઠઠ્ઠાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે અમારી હોટલમાં પહેલેથી જ કોરોના સામેની સાવચેતીઓ માટેની કર્મચારીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. લોકડાઉનમાં અમે સલામતી અને સાવચેતી અને સાવચેતીઓની તકેદારી રાખીને રોટેશનમાં કર્મચારીઓ પાસેથી હોટલની આંતરીક કામગીરી કરાવી છે. જેટલા કર્મચારી હાલ હોટલમાં છે તેમનું ભોજન અહીં બનાવામાં આવે છે અને રોટેશન મુજબ તેમને જમાડવામાં આવે છે તેમજ હોટલની આતરીક દરેક જગ્યા જેમ કે બેન્કેવેર હોલ, રિસેપ્સન, કિચન, ગેસ્ટ રુમ, આ દરેક જગ્યા પર સેનેરાઇઝ કરી સફાઇ કરાવી અને સ્વચ્છતાની તકેદારી રાખવામાં રાખવામાં આવે છે. તેમજ રેસ્ટોરન્ટની જગ્યા પર પણ સફાઇ અને સેનેરાઇઝ કરવામાં આવે છે.