૧લી ફેબ્રુઆરીથી કોઈપણ પ્રકારની સ્પષ્ટતા વિના તાળા લગાવી દેવાતા પ્રવાસીઓમાં ભારે આશ્ર્ચર્ય
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગિરનાર ઉપર રોપ વે શરૂ થતાં જૂનાગઢમાં હોટલ ઉદ્યોગ ધમધમશે તેવું ગર્વ સાથે જૂનાગઢમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન મંચ પરથી બોલી ચૂક્યા છે. ત્યારે બીજી બાજુ જૂનાગઢમા આવેલી ગુજરાત પ્રવાસન નિગમ હસ્તકની સરકારી હોટલને તા. ૧લી ફેબ્રુઆરીથી પાછલા બારણે તાળા મારી દેવામાં આવ્યાં છે.
જૂનાગઢમાં રોપ-વે શરૂ થયા બાદ જૂનાગઢમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે, અને શહેરની તથા આસપાસની હોટલો, રિસોર્ટ ના વ્યવસાયમાં વધારો થવા પામ્યો છે, અને ખાણી પીણી ના વ્યવસાય કારોને પણ નવી આશાની કિરણ દેખાઈ રહી છે.પરંતુ સરકારના પ્રવાસન વિભાગને આશાનું કોઈ રાણા કદાચ નહીં દેખાતો હોય જેના લઈને જૂનાગઢના મધ્યમાં આવેલ એક અધ્યતન સરકારી હોટેલ અને એકાએક બંધ કરી દેવામાં આવી છે જોકે આ અંગે કોઇ સ્પષ્ટ જાણવા મળેલ નથી પરંતુ સરકારનું પ્રવાસન વિભાગ આ હોટેલ કોઈ ખાનગી સંસ્થા કે વ્યક્તિને શોભે તેવી પણ વાત સંભળાઈ રહી છે.
જૂનાગઢના મજેવડી દરવાજા ની બાજુમાં નવી સિવીલ હોસ્પિટલ સામે ૧૯૮૫માં તોરણ હોટલ ગિરનાર નામે વિશાળ અને ભવ્ય કહી શકાય તેવી હોટેલ બનાવવામાં આવી હતી. આ હોટલના ૨૪ રૂમમાં અદ્યતન સુવિધા સાથે, વિશાળ હોલ, અને ભોજન સહિતની ખૂબ સારી વ્યવસ્થાની ગોઠવણ કરવામાં આવી હતી. અને એ વખતે ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા યાત્રા બસ પણ શરૂ કરવામાં આવી હતી જેને લઇને આ હોટલ ધમધમતી રહી હતી પરંતુ બાદમાં આ હોટલની યોગ્ય મરામતઅને સ્ટાફની આળસના કારણે ગ્રાહકો માં ઘટાડો આવ્યો હતો અને હાલમાં આ હોટલ રગડ ધગડ રીતે ચાલે રહી હતી. છેલ્લેેે જૂનાગઢની આ તોરણ હોટલ ગિરનારમાં ૮ કર્મચારીઓ ફરજ બજાવતા હતાં.
નોંધનીય બાબત તો એ છે કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ માં રોપ-વેનું ઉદ્ધાટન કરવા.માટે આવેલા ત્યારે એક ખાનગી હોટલનું પણ ઉદ્ધાટન કર્યું હતું. અને બોલ્યા પણ હતા કે, જૂનાગઢ પ્રવાસન ધામ બની રહ્યું છે. ત્યારે જૂનાગઢમાં સારી હોટલની આવશ્યકતા છે. અને આવું બોલયાને માટે ૩ મહિનામાં જ સરકાર ના પ્રવાસન નિગમ હસ્તકની હોટલ બંધ કરી દેવામાં આવી છે.