દેશ બદલ રહા હૈ !!!
લોકોને મોબાઈલ એપ્લીકેશન મારફતે ડિજિટલ મેનુ આપી ફૂડ આપવામાં આવશે
લોકડાઉન બાદ સરકાર દ્વારા અનલોક-૧ને લઈ નવી ગાઈડલાઈન રજુ કરી છે. આ સમયગાળા દરમિયાન લોકડાઉનની સ્થિતિમાં અનેક ધંધા-રોજગારોને માઠી અસરનો સામનો પણ કરવો પડયો છે જેમાં હોટલ લોકડાઉન થતાની સાથે જ બંધ કરી દેવામાં આવી હતી જયાં મુસાફરોની અવર-જવર ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો પરંતુ આવનારી ૮મી જુનથી ફરી ધંધા-રોજગારો શરતોને આધીન શરૂ થશે ત્યારે હોટલમાં પણ અનેકવિધ રીતે તેની કાર્યપ્રણાલીમાં ફેરફાર થાય તો નવાઈ નહીં.
હોટેલ એસોસીએશનનાં જણાવ્યા પ્રમાણે યાત્રિકો દ્વારા હોટલમાં ચેકઈન-ચેકઆઉટ પણ ડિજિટલાઈઝ કરવામાં આવશે જેથી કોન્ટેકટલેસ પઘ્ધતિ અપનાવવાથી કોરોનાની ભીતિ પણ ન રહે બીજી તરફ ચેકઈન-ચેકઆઉટ માટે આ સુવિધા આપવામાં આવશે. જયારે બીજી તરફ હોટલમાં રોકાનાર યાત્રિકોને મોબાઈલ એપ્લીકેશન માટે જ ડિજિટલ ફુડ મેનું પણ અપાશે. મહામારી વચ્ચે લોકોમાં જે ભય પ્રસ્થાપિત થયો છે તેનાથી તેઓને કેવી રીતે ઉગાડી શકાય તે દિશામાં પણ હાલ વિચારણા ચાલી રહી છે.
અનલોક-૧માં જયારથી હોટલો શરૂ થશે તે સમયગાળા દરમિયાન યાત્રિકોનાં સામાનને પણ પૂર્ણત: સેનીટાઈઝ કરાશે અને તેમના ટ્રાન્સપોર્ટ વાહનોને પણ સેનીટાઈઝ કરવામાં આવશે. હોટલ એસોસીએશન હાલ વિચારણા કરી રહ્યું છે કે, સ્વાસ્થ્ય અને સુરક્ષા લોકોની જળવાય રહે તે હેતુસર કયાં પ્રકારનાં અન્ય પગલાઓ લેવા જોઈએ જેમાં સોશિયલ ડિસ્ટન્સીંગ પણ જળવાય રહે. હાલ ગુજરાતમાં સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર એટલે કે એસઓપી થોડા સમયમાં જ લાગુ કરવામાં આવશે અને નવી ગાઈડલાઈન્સ પણ સરકાર દ્વારા આપવામાં આવશે પરંતુ હોટલમાં ચેકઈન-ચેકઆઉટની પ્રોસેસ ડિજિટલાઈઝ કરવા માટે અનેકવિધ પ્રયત્નો પણ હાથ ધરાશે.
હોટલ એસોસીએશન દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી રહી છે કે, હોટલનાં ફ્રન્ટ ડેસ્ક, એલીવેટર, ગેસ્ટ રૂમ, રેસ્ટોરન્ટ સહિત તમામ જગ્યાઓને ચોકસાઈપૂર્વક ચોખ્ખી કરવામાં આવશે તેને સેનીટાઇઝ પણ કરાશે અને ડિસ્ક ઈન્ફેકટીવ પણ કરવામાં આવશે.
અમદાવાદની અનેકવિધ હોટલોએ વોક ઈન ગેસ્ટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. માત્રને માત્ર જે લોકોએ હોટલ પ્રિ-બુક કરાવી હશે તેઓને જ એન્ટ્રી આપવામાં આવશે. બીજી તરફ બુકિંગનાં સ્લોટને પણ નિર્ધારીત કરી દેવાશે જેથી કોરોનાનો ભય સહેજ પણ ન સતાવે.