અમદાવાદમાં રવિવારે તાપમાનનો ત્રણ દાયકાનો રેકોર્ડ તોડ્યો: 38 ડીગ્રીને પાર પારો નોંધાયો

ચાલુ મહિને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી શક્યતા

સામાન્ય રિતે શિવરાત્રી સુધી ઠંડીનું જોર રહે છે અને હોળી બાદ ધીમે ધીમે તાપમાનમાં વધારો થાય છે અને માર્ચ મહિનામાં ગરમીનો પ્રારંભ થતો હોય છે. પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે જ જાણે ઉનાળાએ દસ્તક દીધી હોય તેમ પારો સતત વધી રહ્યો છે. સામાન્ય રિતે કોલ્ડવેવની આગાહી આવતી હોય છે અને ફેબ્રુઆરી મહિનામાં તાપમાન નીચુ રહેતું હોવાના કારણે ઠંડીનો અહેસાસ થતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે તો 50 વર્ષમાં પહેલીવાર હિટવેવની આગાહી કરવામાં આવી છે. રવિવારે તો અમદાવાદમાં તાપમાનના પારાએ ત્રણ દાયકાનો રેકોર્ડ તોડ્યો હતો અને તાપમાન 38 ડિગ્રીને પાર નોંધાયું હતું.

ફેબ્રુઆરીમાં હિટવેવ: રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં “માથાફાડ” ગરમીનો પ્રકોપ,  રાજ્યમાં 48 કલાક કાળઝાળ ગરમી પડશે: અનેક શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર: 50 વર્ષમાં પ્રથમવાર ફેબ્રુઆરીમાં હિટવેવની આગાહી.

સામાન્ય રિતે ફેબ્રુઆરી માસમાં ગુલાબી ઠંડી રહેતી હોય હોળી-ધૂળેટીના તહેવાર બાદ ગરમીની શરૂઆત થતી હોય છે. પરંતુ આ વર્ષ ફેબ્રુઆરી માસમાં સુર્યનારાયણ આકાશમાંથી અગ્નીવર્ષા કરી રહ્યા છે. 50 વર્ષમાં પ્રથમવાર ફેબ્રુઆરીમાં હિટવેવની આગાહી આપવામાં આવી છે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પારો 40 ડિગ્રીને પાર થઇ જશે. રવિવારે રાજકોટ 39.8 ડિગ્રી સેલ્શીયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ વર્ષ ઉનાળો આકરો રહે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાય રહ્યા છે.

પૂર્વ દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાતા અને એન્ટી સાયક્લોનીક સરક્યુલેશન સર્જાવાના કારણે આજે અને આવતીકાલે કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં હિટવેવની આગાહી આપવામાં આવી છે. બે દિવસ દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર થઇ જશે. આ વર્ષ ઉનાળાની સિઝનમાં કાળઝાળ ગરમી પાછલા 70 વર્ષના તમામ રેકોર્ડ તોડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. સામાન્ય રિતે ફેબ્રુઆરી માસમાં ઠંડીની સિઝન રહેતી હોય છે. હોળી-ધૂળેટીના તહેવારથી ક્રમશ: ગરમીનું જોર વધતું જાય છે. પરંતુ આ વર્ષ ફેબ્રુઆરી માસથી ઉનાળા જેવી કાળઝાળ ગરમી પડી રહી છે.

ગત સપ્તાહે જ રાજ્યના અમુક શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઇ ગયો હતો. દરમિયાન ગઇકાલે રવિવારે રાજકોટ 39.8 ડિગ્રી સેલ્શીયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહેવા પામ્યું હતું. બપોરના સમયે રાજમાર્ગો સુમસામ ભાસતા હતા. સ્વયંભૂ સંચાર બંધી જેવો માહોલ જોવા મળતો હતો. આજથી બે દિવસ કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગર કાળઝાળ ગરમીમાં શેકાશે. ત્યારબાદ ગરમીમાં થોડી રાહત રહેશે. માર્ચ માસથી આકાશમાંથી અગન વર્ષા થશે. 50 વર્ષ બાદ પ્રથમવાર ફેબ્રુઆરી માસમાં હિટવેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રવિવારે રાજકોટનું તાપમાન 39.8 ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યુ હતું.

આ ઉપરાંત અમરેલીનું તાપમાન 39.4 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 39 ડિગ્રી, કેશોદનું તાપમાન 39 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 35.9 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 36 ડિગ્રી, વેરાવળનું તાપમાન 35.8 ડિગ્રી, મહુવાનું તાપમાન 36.8 ડિગ્રી અમદાવાદનું તાપમાન 38.2 ડિગ્રી, ડિસાનું તાપમાન 36.4 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 37.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 37.7 ડિગ્રી, વડોદરાનું તાપમાન 37.2 ડિગ્રી, સુરતનું તાપમાન 38.4 ડિગ્રી, વલસાડનું તાપમાન 38 ડિગ્રી, દમણનું તાપમાન 37 ડિગ્રી, ભૂજનું તાપમાન 38.8 ડિગ્રી, નલીયાનું તાપમાન 35.6 ડિગ્રી, કંડલા એરપોર્ટ પરનું તાપમાન 38.4 ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું.

આ વર્ષ ઉનાળાની સિઝન પાછલા તમામ રેકોર્ડ તોડી નાખે તેવી આગાહી સાચી પડે તેવા એંધાણ અત્યારથી જ મળી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.