રક્ષાબંધનના પર્વમાં વધુ મીઠાશ ઉમેરતી અવનવી મીઠાઈ,ચોકલેટ અને ગીફ્ટસ

ગ્રાહકોને નોખી અનોખી બેસ્ટ આઈટમ પીરસવા હમેશાં તત્પર: વેપારીઓ

કસ્ટમાઈટ હેમ્પર,કોમ્બો પેક,સેલિબ્રેશન પેકનું ગ્રાહકોને ઘેલું લાગ્યું

ભારત તહેવારોનો દેશ છે.ભારતીય તહેવારપ્રેમી અને ઉત્સવપ્રેમી છે.ભારતમાં દરેક તહેવારનું ઘણું મહત્વ છે પરંતુ રક્ષાબંધન તહેવારનું મહત્વ ખૂબ અનેરુ છે.રક્ષાબંધન પર્વ પર બહેન ભાઈના હાથ પર રાખડી બાંધી તેની રક્ષાની પ્રાર્થના કરે છે.દેશના સરહદ પર ભારતીયોની રક્ષા કરતા સૈનિકોને પણ દેશની બહેનો રાખડી મોકલી આ તહેવારની ઉજવણી કરે છે.મીઠાઈ,ચોકલેટ અને ગિફ્ટ રક્ષાબંધનના પર્વમાં વધુ મીઠાશ ઉમેરે છે.ભાઈના કાંડા પર રાખડી બાંધી બહેન ભાઈનું મોઢું મીઠું કરાવે છે.ત્યારે આ મીઠાશમાં વધુ ઉમેરો અવનવી ફેન્સી મીઠાઈ અને ઇન્ડિયન અને ઈમ્પોર્ટેડ ચોકલેટ કરે છે.તેમજ ભાઈ દ્વારા બહેનને આ ખાસ દિવસે તેને પ્રિય એવી ગિફ્ટ પણ ભેટ કરવામાં આવે છે.રાજકોટ શહેરમાં જાણીતી મીઠાઈની શોપ અને ચોકલેટની શોપ તેમજ ગિફ્ટ આર્ટીકલના શોપની અબતકે ખાસ મુલાકાત લીધી હતી.વેપારીઓએ જણાવ્યું હતું કે,રક્ષાબંધન પર્વ પર મીઠાઈ,ચોકલેસ અને ગિફ્ટનું ધૂમ વેચાણ થાય છે.રાજકોટ શહેરની સિયારામ સ્વીટ્સ આ વખતે રક્ષાબંધન પર્વ પર મીઠાઈમાં અનેકવિધ ફેન્સી મીઠાઈ ગ્રાહકો માટે લઈને આવી છે.જેમાં કાજુ ફ્લાવર મીઠાઈ,ફ્રુટ એક્ઝોટિકા, માવા કળશ,ડ્રાયફ્રુટ લડ્ડુ, કાજુ પિસ્તા,કેસર બાટી તેમના માનવતા ગ્રાહકો માટે અને રક્ષાબંધન પર્વ નિમિત્તે બનાવવામાં આવી રહી છે.

મોર્ડન જમાન પ્રમાણે રક્ષાબંધનના પર્વમાં પણ ચોકલેટનું ચલણ વધ્યું છે.જેમાં બહેન ભાઈને ચોકલેટ ખવડાવી મોઢું મીઠું કરાવે છે.શહેરની ચોકલેટ કોર્ન શોપમાં ઇન્ડિયન અને ઈમ્પોર્ટેડ ચોકલેટનું ખૂબ સારું વેચાણ થઈ રહ્યું છે છેલ્લા 12 વર્ષથી રાજકોટવાસીઓને ઈમ્પોર્ટેડ ચોકલેટની સારી વેરાઈટી પીરસવામાં ચોકલેટ કોર્નર આગુ નામ ધરાવે છે.રક્ષાબંધન પર્વ પર ઇન્ડિયન બ્રાન્ડની ચોકલેટ તેમજ ઈમ્પોર્ટેડ બ્રાન્ડની ચોકલેટ હેમપર ગ્રાહકોને બનાવી આપે છે.આજકાલ લોકોમાં ડાર્ક ચોકલેટ નો ક્રેશ વધુ જોવા મળે છે ઈમ્પોર્ટેડ ચોકલેટમાં સ્વીઝ,બેલ્જિયમનું ચોકલેટ વધુ વેચાણ થઈ રહ્યું છે તેમજ હોમમેડ ચોકલેટ પણ ગ્રાહકો માટે આકર્ષણ કેન્દ્ર બની છે. રક્ષાબંધન પર્વ પર ભાઈ પોતાની લાડકવાઈ બહેનને ગિફ્ટની ભેટ આપે છે.

રાજકોટ શહેરની જોહર કાર્ડ અને મીતેશ ગિફ્ટ એન્ડ આર્ટીકલના શોપ ખાતે પર્સનલાઈઝ ગિફ્ટનું ચલણ રક્ષાબંધન પર્વ પર વધુ જોવા મળે છે.જેમાં બહેનના નામની બ્રેસલેટ તેમજ ભાઈના નામવાળીની રાખડી,વોલેટ જેવી ગિફ્ટનું ચલણ વધ્યું છે.કોમ્બો ગિફ્ટ પેકનું વધુ ચલણ છે.જેમાં એક બોક્સમાં ભાઈના નામવાળીની રાખડી, ભાઈના નામવાળું વોલેટ, ડિયો,પેન અને કિચન મળે છે.આ ઉપરાંત સારી ક્વોલિટીના સારી બ્રાન્ડના પરફ્યુમ પણ ગિફ્ટનું વહેચાણ વધ્યું છે.બહેનને ઉપયોગી એવી બેસ્ટ ગિફ્ટ ભાઈ દ્વારા બહેને ભેટ કરવામાં આવે છે.શહેરની મીઠાઈ શોપ,ચોકલેટ શોપ અને ગિફ્ટ આર્ટીકલ શોપનો રક્ષાબંધન પર્વ નિમિત્તે અબતકે આ વિશેષ ચિતાર રજૂ કર્યો છે.

ડાર્ક ચોકલેટનો ક્રેઝ વધ્યો: પ્રશાંતભાઈ ભદ્રેશા

Screenshot 2 40

ચોકલેટ કોર્નરના માલિક પ્રશાંતભાઈ ભદ્રેશાએ જણાવ્યું કે,ચોકલેટ કોર્નરમાં ઇન્ડિયન અને ઈમ્પોર્ટેડ સારી ક્વોલિટીની ચોકલેટ વેચાણ કરવામાં આવી રહ્યું છે.કેડબરી,નેશ્લે,ફરેરો રોચર,ગેલેક્સી આ તમામ ચોકલેટની બ્રાન્ડમાં સેલિબ્રેશન પેક આવે છે. આ ઉપરાંત સુરતની સ્વીટન ચોકલેટની કંપની પણ સેલિબ્રેશન પેક બનાવે છે. હાલ દરેક બ્રાન્ડની કંપની અનેકવિધ ફ્લેવરમાં વેરાયટી ગ્રાહકો માટે બનાવી રહી છે. આજકાલ લોકોમાં ડાર્ક ચોકલેટનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે.લોકો સારા સ્વાસ્થ્ય માટે પણ ડાર્ક ચોકલેટ ખાવાનું પસંદ કરે છે.તદુપરાંત ગ્રાહકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખી કસ્ટમાઈટ એમ પર પણ બનાવી આપવામાં આવે છે. ચોકલેટ કોર્નરમાં એક પીસ ચોકલેટના રૂ.2 થી માંડી રૂ.2 હજાર સુધીની એક પીસની ચોકલેટ મળી રહે છે. રક્ષાબંધન અને દિવાળી જેવા તહેવારોમાં ગ્રાહકો સેલિબ્રેશન પેક વધુ ખરીદવાનું પસંદ કરે છે.ફરેરો રોચર,બેલ્જિયમ ચોકલેટ,સ્વીઝની લિન્ટ ચોકલેટ હાલ હોમ મેડ ચોકલેટનું ચલણ વધ્યું છે.

Screenshot 5 20

પ્રાઈઝ નહિ પરંતુ પ્રોડક્ટમાં કોમ્પિટિશન: હર્ષદભાઈ બુદ્ધદેવ

સિયારામ સ્વીટ્સના ઓનર હર્ષદભાઈ બુદ્ધદેવએ જણાવ્યું કે,રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ગ્રાહકોને અવનવું મીઠાઈમાં પીરસવા સિયારામ સ્વીટ કટિબંધ છે આ વર્ષે રક્ષાબંધનમાં આઠ જેટલી નવી મીઠાઈ અમે લોકો સમક્ષ મૂકવાના છીએ.

અમારુ માનવું છે કે પ્રાઈઝમાં કોમ્પિટિશન નહીં કરવાનું પરંતુ પ્રોડક્ટમાં કોમ્પિટિશન કરવાની છે. બીજા કરતાં સસ્તું નહીં પરંતુ સારું આપવાની હોળમાં કાર્યકર્તા રહેવું છે. તહેવાર પર ટ્રાયલ સ્વરૂપમાં સેમ્પલ બનાવવામાં આવ્યા છે જેમાં કાજુ ફ્લાવર મીઠાઈમાં સ્ટ્રોબેરીની ફ્લેવર મળશે.ફ્રુટ એક્ઝોટિકા કાજુના બેઝ પર બનાવવામાં આવી છે સાથે ફ્રુટનું મિશ્રણ રહેશે. માવા કળશ નવી મીઠાઈ લોન્ચ કરી છે.

ડ્રાયફ્રુટ લડ્ડુ, કાજુ પિસ્તા કેક ડ્રાયફ્રુટ ના મિશ્રણ અને કાજુના બેઝ સાથે પિસ્તાની ફ્લેવર બનાવવામાં આવી છે.તદુપરાંત દૂધની મીઠાઈ માં કેસર બાટી બનાવવામાં આવી છે.લોકોને સારી ડેકોરેટિવ અને સ્વાદિષ્ટ મીઠાઈ પીરસવાનો હર હંમેશ તાત્પર્ય રહ્યો છે.

Screenshot 4 29

ભાઈના નામવાળી રાખડીની ગિફ્ટનું ધૂમ વેંચાણ: ગૌરવભાઈ

મિતેશ આર્ટ એન્ડ ગિફ્ટ ના ઓનર ગૌરવભાઈએ જણાવ્યું કે, રક્ષાબંધનના પર્વ પર પર્સનલાઈઝ ગિફ્ટ કરવાનું ચલણ વધુ છે કોમ્બો ઓફર નું વધુ વેચાણ થઈ રહ્યું છે આ વર્ષે ભાઈના નામની રાખડીવાળી પર્સનલાઈઝ ગિફ્ટ તથા બ્રેસલેટ નું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

એક કોમ્બો પેક માં રાખડી ભાઈ ના નામવાળી કિચન ભાઈ ના નામવાળું વોલેટ ચોકલેટ આવે છે આવી રીતના ત્રણથી ચાર અલગ અલગ કોમ્બો ગિફ્ટ પેક મળી રહે છે.પર્ફ્યુમ ડિયોના હેમપર બનાવવામાં આવે છે. આ ઉપરાંત બહેનને ઉપયોગી હોય એ તમામ ગિફ્ટ અમારે ત્યાંથી મળી રહે છે!

પર્સનલાઈઝ ગિફ્ટનું ચલણ વધ્યું: હસનેનભાઈ જોહર

Screenshot 3 38

જોહર કાર્ડના હસનેનભાઈ જોહરે જણાવ્યું કે, રક્ષાબંધનના પર્વ પર ભાઈ મોટાભાગે બહેનને સારી વોચ ગિફ્ટ કરે છે આ ઉપરાંત ચોકલેટ ભાઈ-બહેન ના ગિફ્ટ કાર્ડ બ્રેસલેટ પર્ફ્યુમ સહિતની સારી એવી ગિફ્ટ કાર્ડ માંથી પસંદ કરી અને બહેનને ગિફ્ટ કરે છે. હાલ ભાઈ બહેન ના નામ નું બ્રેસલેટ બનાવવાની ગિફ્ટ વધારે પસંદ કરી રહ્યા છે ભાઈ અને બહેન બંને એકબીજાના પર્સનલાઈઝ નામ બનાવાની ગિફ્ટ ભેટ આપવાની વધુ પસંદ કરે છે.કોમ્બો ગિફ્ટ આવે છે જેમાં ઘડિયાળ,જ્વેલરી,ગિફ્ટ પેક કરીને આપવામાં આવે છે.વોલેટ પર પણ નામ પ્રિન્ટ કરી આપવામાં આવે છે. ઝેડએમ નોન આલ્કોહોલિક પર્ફ્યુમ લોંગ પ્લાસ્ટિક આવે છે તેનું પણ વેચાણ વધુ થઈ રહ્યું છે ગ્રાહકોને ખૂબ પસંદ પડી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.