મહાબળેશ્વર ઘણું જ પોપ્યુલર હિલ સ્ટેશન છે. મુંબઈ અને પુનાના લોકો જ્યારે પણ પોતાની હેક્ટિક લાઈફમાંથી નાનકડો બ્રેક લેવા માંગતા હોય તો મહાબળેશ્વર પહોંચી જતા હોય છે. ભારતના બેસ્ટ હિલ સ્ટેશનન્સી જ્યારે વાત કરવામાં આવે ત્યારે મહાબળેશ્વરનું નામ ચોક્કસપણે લઈ શકાય. જો તમે પણ હિલ સ્ટેશન પર જવાનું વિચારતા હોવ તો મહાબળેશ્વરની એક વાર મુલાકાત લઈ આવજો.
મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં આવેલા મહાબળેશ્વરમાં તમને અદ્દભુત લેન્ડસ્કેપ જોવા મળશે. હરિયાળીથી ભરપૂર ખીણો, વાદળછાયું આકાશ, તમારા વ્યસ્ત જીવનનો થાક ઉતારવા માટે પૂરતાં છે. અહીં તમે જ્યાં નજર કરશો ત્યાં અદ્દભુત નજારો જોવા મળશે.
વેન્ના એક શાંત અને સુંદર તળાવ છે. આ એક પર્ફેક્ટ પિક્નિક સ્પોટ છે. અહીં તમે બોટિંગની મજા લઈ શકો છો. તાળવનાર કિનારે તમે ઘોડેસવારી પણ કરી શકો છો.
કુદરતી સુંદરતાની સાથે સાથે અહીં તમને આધ્યાત્મના પણ દર્શન થશે. ક્રિષ્ના, વીણા, સાવિત્રી, કોયના અને ગાયત્રિ નદીના સંગમ સ્થાને અહીં પંચગંગા મંદિર આવેલું છે. તમે આ પ્રસિદ્ધ મંદિરની મુલાકાત લઈ શકો છો.
મહાબળેશ્વરમાં આખા વર્ષ દરમિયાન હવામાન ઘણું સારું હોય છે. તમે વર્ષ દરમિયાન અહીં ગમે ત્યારે આવી શકો છો, પરંતુ શિયાળામાં અહીંની મજા ચાર ગણી વધી જાય છે.
ચંદારાઓ મોરે દ્વારા બંધાવવામાં આવેલા પ્રસિદ્ધ મહાબળેશ્વર મંદિરની પણ મુલાકાત લઈ શકો છો. અહીં વર્ષ દરમિયાન શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે.
મહાબળેશ્વરની આસપાસ ઘણાં બધા સ્ટ્રોબેરીના બગીચા છે. અહીંથી મોટા પ્રમાણમાં સ્ટ્રોબેરી એક્સપોર્ટ કરવામાં આવે છે. તમે પણ સ્ટ્રોબેરી ગાર્ડનની મુલાકાત લઈ શકો છો.