સામગ્રી :
- ૧ કપ ચણા દાળ
- થોડુ ઝીણુ વાટેલુ અદરક
- અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી
- ૮ ફુદીના પાન
- ૩ લસણની કળી
- કઢી લીમડાના ૧૦ પાન
- મીઠુ
- ઝીણા સમારેલા ધાણા
- ૧ લીલુુ મરચુ
- તેલ
રીત :ચણાની દાળને થોડા કલાક માટે પલાળી લો. જેનાથી તે નરમ સોફ્ટ થઇ જાય પલાળેલી દાળમાં આદુ, લસણ,લીલા મરચા, કઢી લીમડો, ફુદીનાના પાન અને થોડુ પાણી નાખીને કકરુ વાટી લો.
ત્યારબાદ એક કઢાઇમાં તેલ ગરમ કરી હાથ ભીના કરીને તેમા દાળનું મિશ્રણ લો અને ૨-૩ ઇંચ ચપટા વડાનો આકાર આપો આ રીતે બધા વડા બનાવી લો. હવે આ વડાને તળવા કઢાઇમાં નાખી તેને ધીમા તાપ પર બંને બાજુથી સોનેરી રંગ થાય ત્યાં સુધી તળો. કઢાઇમાંથી નિતારીને કાઢીલો અને તેને લીલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો