ફિફા વર્લ્ડ કપ ૨૦૧૮માં યજમાન રશિયાને ૩-૦થી પરાસ્ત કરી ઉગ્વે ગ્રુપ-એમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરી ચૂકયું છે. જયારે રશિયા ત્રણ મેચમાં બે વિજય અને એક હાર સાથે ૬ પોઈન્ટ ધરાવે છે. અને બીજા સ્થાને છે. ઉગ્વેએ તમામ મેચ જીતીને કલીનચીટનો રેકોર્ડ બનાવ્યો છે.
ઉગ્વેના ખેલાડી લુઈસ સુઆરેઝે ૧૦મી મીનીટે મળેલી ફ્રી કીકમાં ગોલ ફટકારી ટીમને ૧-૦થી લીડ અપાવી હતી. સુઆરેજનો આ પરમો આંતરરાષ્ટ્રીય ગોલ હતો. રશિયાના જ એક ખેલાડી ડેનિસચેરિશેવેએ મીસ ગોલ ફટકારી ઉગ્વેને ૨-૦થી આગળ લાવી દીધું હતુ. અંતે ઉગ્વેના એડિલ્સન કાવાનીએ ૯૦મી મીનીટમાં કોર્નર રીબાઉન્ડ ગોલ કરીને ૩-૦થી વિજય અપાવ્યો હતો.