સાબરકાંઠાના હિંમતનગરની સાબર ડેરીમાં ગુજરાત રાજ્ય સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે 11 કરોડથી વધારેની રકમના હોસ્ટેલ તેમજ પશુ દવાખાનાઓનું લોકાર્પણ કરાયું હતું. સાથોસાથ વરસાદી માહોલમાં મગફળી બગડતા સર્વે બાદ કિસાનો માટે સકારાત્મક વિચારવાની રજૂઆત કરી હતી.આ પ્રસંગે યુનિવર્સિટીના ચાન્સલર સહિત ઉત્તર ગુજરાતમાં કામદીનું યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત સાબરકાંઠા લોકસભા સાંસદ તેમજ સ્થાનિક ધારાસભ્યોને સંગઠનના લોકો ખાસ હાજર રહ્યા હતા
મળતી માહિતી મુજબ, સાબરકાંઠાના હિંમતનગરની સાબર ડેરીમાં ગુજરાત રાજ્ય સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે 11 કરોડથી વધારેની રકમના હોસ્ટેલ તેમજ પશુ દવાખાનાઓનું એ લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના ચાન્સલર સહિત ઉત્તર ગુજરાતમાં કામદીનું યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત સાબરકાંઠા લોકસભા સાંસદ તેમજ સ્થાનિક ધારાસભ્યોને સંગઠનના લોકો ખાસ હાજર રહ્યા હતા. ત્યારે આપણા અંગે બોલતા રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના થયા બાદ કેટલાય ફેરફારો કરાયા છે. આ સાથોસાથ કૃષિ તેમજ પશુપાલનમાં ગત સરકારોની સરખામણીએ હજારો ગણો દૂધ તેમજ કૃષિમાં વધારો નોંધાયો છે
એક તરફ ગ્લોબલ વોર્મિંગના પગલે કૃષિ તેમજ પશુપાલનમાં વિવિધ વાયરસ સહિત કેટલાય રોગો બિનપ્રતિદિન વધી રહ્યા છે, જો કે હાલના સમયમાં રાજ્ય સરકાર દ્વારા અત્યાધુનિક સંશોધનો સહિત વૈજ્ઞાનિક અભિગમના આધારે પાયારુ ફેરફારો થઈ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં વિકાસની દ્રષ્ટિએ સમગ્ર દેશ કક્ષાએ પ્રથમ ક્રમાંકિત બની રહ્યું છે. જો કે આ તબક્કે તેમને જણાવ્યું હતું કે તાજેતરમાં થયેલા વરસાદના પગલે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મગફળીનો તૈયાર થયેલો પાક બગડવાની આશંકાઓ સેવાય રહી છે. ત્યારે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા તમામે રાજ્ય કક્ષાએ સર્વે હાથ ધરાશે. તેમજ ગુજરાત સરકાર દ્વારા પોઝિટિવ એપરોજ થકી કિસાનોને મદદરૂપ થવાનો પ્રયાસ થઈ શકે છે.
આ દરમિયાન જો કે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા વરસાદ મામલે ખેડૂતોને કેટલો સહયોગ મળે છે એ તો આગામી સમય જ બતાવશે.
સંજય દીક્ષિત