હાલ 70% બાંધકામ પૂર્ણ, પ્લાસ્ટર અને કલર જ બાકી: જિલ્લા કલેક્ટરનું સતત મોનીટરીંગ

રાજકોટની ભાગોળે નિર્માણ પામી રહેલ એઇમ્સમાં આ મહીનેથી જ હોસ્ટેલ શરૂ થઈ જશે. જ્યારે ડિસેમ્બરમાં આઇપીડી ચાલું કરવામાં આવશે. તેમ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર પરાપીપળીયા નજીક  200 એકર વિશાળ જગ્યા પર અંદાજે 1195 કરોડના ખર્ચે એઈમ્સનું નિર્માણ થઈ રહ્યું છે. આ અંગે વિગતો આપતા જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે એઇમ્સનું બાંધકામ હાલ 70 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે. હાલ બિલ્ડીંગોમાં કલર અને પ્લાસ્ટર બાકી છે.વધુમાં કલેકટરે ઉમેર્યું કે ચાલુ મહિને એઇમ્સ ખાતે હોસ્ટેલ શરૂ થઈ જશે. હાલ જે છાત્રો પીડિયું કોલેજની હોસ્ટેલમાં રહે છે. તેઓને ત્યાં શિફ્ટ કરવામાં આવશે.

arun mahes babu 1

હોસ્પિટલની વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોર પર ડોક્ટર્સ રૂમ, લેબોરેટરી, ક્ધસલ્ટન્ટ રૂમ હશે. પ્રથમ માળે આઇસીયું સહિતના વોર્ડ એચડિયું, ઓપરેશન થિયેટર હશે. બીજા માળ પર લેક્ચર રૂમ, વોડ્સ, સ્ટાફ લોન્જ હશે. જ્યારે ત્રીજા, ચોથા અને પાંચમાં માળમાં વિવિધ વોર્ડસ, ડોક્ટર્સ રૂમની સુવિધાઓ હશે. એઇમ્સ શરૂ થતા જ ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રને ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર રાજકોટમાં મળી શકશે. મહત્વનું એઇમ્સને કારણે મોટી સંખ્યામાં આરોગ્ય કાર્યકરો અને તબીબો સૌરાષ્ટ્રને મળવા લાગશે. નવી મેડિકલ કોલેજને કારણે નવા તબીબોની સંખ્યા વધશે. 20 સુપર સ્પેશિયાલિટી વિભાગો હોવાથી દરેક પ્રકારના દર્દની સારવાર અને ઓપરેશન થઇ શકશે.

પીડિયું હોસ્પિટલને વધુ 162 બેડ મળશે

જિલ્લા કલેક્ટર કચેરી સામે આવેલ ઢેબરભાઇ સોનિટોરિયમનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. અહીં અંદાજે 162 જેટલા બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.જે બાદમાં પીડિયું હોસ્પિટલને સોંપી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ અગાઉ રાજકોટમાં 2000 બેડ ઉપલબ્ધ કરાવવાની નેમ વ્યક્ત કરી હતી. જે દિશામાં તેઓ સરાહનીય કામગીરી કરી રહ્યા છે.

આગામી માર્ચમાં સંપૂર્ણ સજ્જ થઈ જશે એઇમ્સ

રાજકોટની ભાગોળે એઇમ્સનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. બીજી તરફ અહીં ઘણા સમયથી ઓપીડી ચાલુ થઈ ગઈ છે. જેમ જેમ કામ પૂર્ણ થતું જશે તેમ સવલતો વધારવામાં આવશે. વધુમાં આગામી માર્ચ મહિનામાં એઇમ્સનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી દેવામાં આવશે. એટલે માર્ચથી એઇમ્સમાં તમામ સવલતો મળતી થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.