કોરોનાની મહામારીને રોકવા માટે લોકડાઉન વચ્ચે પણ તબીબી સેવા અવિરત રહે તે માટે શહેરની હોસ્પિટલમાં સેવા થઇ રહી છે. હોસ્પિટલોમાં વાયરસનો ફેલાવો રોકવાની સાથો સાથ દર્દી સુરક્ષીત રહે તેવા પગલા લેવાય છે. સ્વચ્છતા, કર્મચારીને તાલીમ, આધુનિક ઉપકરણોનો ઉપયોગ સહિતની તકેદારી રાખવાના આવી રહી છે. વીડીયો કોન્ફરેન્ટ અને ટેલી મેડીસીન જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી દર્દીઓના ઘરે જ નિદાન થાય તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે વર્તમાન સમથને ઘ્યાને રાખીને શહેરની વિવિધ હોસ્પિટલોના નિષ્ણાંત તબીબો નિદાન સારવાર માટે ઉપલબ્ધ છે.
નોંધનીય છે કે દેશમાં લોકડાઉનના કારણે અનેક નાના કલીનકો બંધ હોવાનું ચર્ચાય છે. લોકો પણ નાની બિમારી તકલીફોની સારવાર માટે તબીબો પાસે ઓછા જઇ રહ્યાં છે. માત્ર ઇમરજન્સી કેસમાં જ દર્દીઓ હોસ્પિટલમાં જવાનો આગ્રહ રાખી રહ્યાં છે.
દર્દીઓના ઈલાજ માટે ટેલીમેડિસીન સેવા અમે શરૂ કરી: ડો.જીતેન્દ્ર અમલાણી
ડો. જીતેન્દ્ર અમલાણીએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે, લોક ડાઉનમાં જે યૂરોલોજીના દર્દીઓ છે.જેમને પતરીને લગતી તેમજ યૂરોલોજીને લગતી વિવિધ તકલીફ છે. તેવા દર્દીઓને તેમના ઈલાજ માટે અમે ટેલીમેડીશન અમે ચાલુ કરી છે. આવા બધા જ દર્દીઓને અમે ટેલીફોન વિડીયો ફોન દ્વારા તે લોકો તે ઘરે બેઠા સારવાર મળે તે રીતનું અમે આયોજન કરેલું છે. મોટાભાગના અમારા ડોકટરો દ્વારા આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં દર્દીઓને માસ્ક પહેરવું ફરજીયાત તેમજ સોશ્યલ ડીસ્ટન્સમાં રહીને હોસ્પિટલમાં બેસવાનું રહે છે. હોસ્પિટલના કર્મચારીઓને ત્રણ ભાગમાં વહેચીને રોટેશન પ્રમાણે કામ કરવા બોલાવામાં આવે છે. તંત્રની પણ કામગીરી સરાહનીય છે. પ્રજાને મૂશ્કેલીઓ ના પહે તેમજ બહારગામના દર્દીઓ ને પણ સાચી વિગત પ્રાપ્ત થતા તુરંત જવાદેવામાં આવે છે. હોસ્પિટલમાં પણ બહારગામના દર્દીઓનું ચોકસાઈ પૂર્વક નિદાન કરવામાં આવે છે.
હોસ્પિટલમાં કર્મચારીઓ રોટેશન પ્રમાણે કામ કરે છે: ડો. ચિંતન કણસાગરા
શહેરની પ્રાઈમ હોસ્પિટલના ડો. ચિંતન કણસાગરા એ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું કે અમારી ડોકટરની ટીમ લોકડાઉન પહેલાથી જ વિચાર કરતી હતી કે આ કોરોના સામેની તકલીફ વધે છે. તો આ સમસ્યામાં કઈ રીતે આપણે આપણી જાતને બચાવશું અને દર્દીઓની પણ સલામતી તેમજ ઘરના સભ્યોની સલામતી તકેદારી રાખી શકીએ આ રોગ સામેની લડતમાં તકેદારી રાખશું તેમજ દર્દીઓની પણ સારવાર અને નિદાન જવાબદારી રાખી શકીએ, ડોકટરની ટીમ રોટેશન પ્રમાણે કામ કરે છે. તેમજ કર્મચારીઓને પર રોટેશન પ્રમાણે બોલાવીને હોસ્પિટલની તમામ કામગીરી, સ્વચ્છતાની તકેદારી રાખે છે. દર્દીઓમાં પણ સમય સર નિદાનની દેખરેખ રાખીએ છીએ. બહાર ગામના દર્દીઓ માટે ટાઈમ પહેલાથી ફોન દ્વારા વાતચીત કરી સમયસર બોલાવીને નિદાન કરાવી છીએ. બહાર ગામના દર્દીઓને હાલાકી પડે નહી તેવા હેતુથી ઓપીડી પણ સમયસર કરી છે. ઘસારો થવા દેતા નથી.
હાલ કોવિડ ૧૯ ના કારણે તમામ પ્રકારના દર્દીઓમાં ભયનો માહોલ : ડો. પ્રફુલ કમાણી
આ વિશે વોકહાર્ટ હોસ્પિટલના તબીબી નિષ્ણાંત ડો. પ્રફુલ કમાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલના સમયમાં હોસ્પિટલ ખાતે સામાન્ય ચેકઅપ કે કોઈ સામાન્ય બીમારીની સારવાર માટે આવતા દર્દીઓમાં ભયનો માહોલ છે, દર્દીઓ વેઇટિંગ એરિયામાં બેસતા પણ ખચકાટ અનુભવે છે, તેમને ચેપ લાગી જવાનો ડર સતાવતો હોય છે તેવા સંજોગોમાં પ્રથમ તો અમે દર્દીઓને જાગૃત કરીએ છીએ, સમજણ આપીએ છીએ અને ફક્ત સાવચેતીના પગલાં લેવા સૂચન કરીએ છીએ. આ પરિસ્થિતિ અમે પણ સામાન્ય બીમારીનો ભોગ બનેલા દર્દીઓને ટેલિફોનિક માધ્યમથી વિડીયો કોલ કરી તેમની તપાસ અને સારવાર કરીએ છીએ, પ્રિસ્ક્રિપ્શન પણ ટેલિફોનિક આપીએ છીએ જેથી કરીને તેમણે ક્યાંય બહાર ન જવું પડે. તેમણે ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ વિશે જણાવતા કહ્યું હતું કે આ પ્રકારના દર્દીઓની તપાસ પણ અમે મોટા ભાગે વિડીયો કોલ થી કરીએ છીએ, ઘણીવાર ગ્રામ્ય સ્તરે એવું પણ બને છે કે ત્યાંના મેડિકલ સ્ટોર ખાતે તબીબે લખી આપેલી દવા ઉપલબ્ધ નથી હોતી તેવા સંજોગોમાં અમે ફાર્મસીસ્ટ ને પણ વૈકલ્પિક દવા વિશે માર્ગદર્શન પૂરું પાડીએ છીએ. તેમણે હાલના સમયમાં અગવડતા – સગવડતા વિશે જણાવતા કહ્યું હતું કે ગઇકાલની જ વાત કરું તો એક તાલાળાના દર્દીને ઇન્જેક્શનની જરૂર હતી પણ તે નહીં મળતા તેમને ઝાડામાં લોહી પડવાની શરૂઆત થઈ ગઈ હતી જેના કારણે તેઓ ખૂબ ચિંતામાં મુકાઈ ગયા હતા. તેમણે મને ફોન કરીને વ્યથા ઠાલવતા કહ્યું હતું કે તેઓ રાજકોટ આવી શકે તેમ નથી જો તેઓ આવવાનો પ્રયત્ન કરશે તો તેમને જૂનાગઢ ખાતે જ અટકાવી દેવામાં આવશે અને જો તેઓ યેનકેન પ્રકારે રાજકોટ પોચી પણ જશે તો પરત ફરતા સમયે તેમને જૂનાગઢ ખાતે જ અટકાવી દેવાય અને બની શકે કે તેમને ત્યાં જ કવોરંટાઇ કરી દેવામાં આવે કેમકે અગાઉ આવા કિસ્સા બની ચુક્યા છે ત્યારે મેં એમને કહ્યું કે આપ ચિંતા ન કરો. મેં મારુતિ કુરિયરના માલીક રામભાઈ મોકરિયા સાથે વેટ કરી તો તેમણે હકારાત્મક અભિગમ દાખવતા કહ્યું હતું કે કોઈ છાપાની ગાડીમાં તેઓ ઇન્જેક્શન મોકલવાની વ્યવસ્થા કરી આપશે અને આ પ્રકારે અમે દર્દી સુધી ઇન્જેક્શન મોકલ્યું હતું. તેમણે કહ્યું હતું કે હાલના સંજોગોમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે બધા કોરોના તરફ દોડી રહ્યા છે જેના કારણે અન્ય બીમારિના દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે, ઘણા ખરા મૃત્યુ પણ સારવારના અભાવે નોંધાઇ રહ્યા છે તો આવી ઘટના ન બને તે માટે તબીબોએ ખાસ કાળજી રાખવાની જરૂર છે.
ફક્ત કોવિડ – ૧૯ ના દર્દીઓ માટે ૭૦ તબીબી કર્મચારીઓ ખડેપગે : ડો. જીતેન કક્કડ
ક્રાઈસ્ટ હોસ્પિટલના તબીબી નિષ્ણાંત ડો. જીતેન કક્કડે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ક્રાઈસ્ટ હોસ્પિટલ સૌરાષ્ટ્રની એકમાત્ર ખાનગી હોસ્પિટલ છે જેને સ્પેશ્યલી કોવિડ ૧૯ ની હોસ્પિટલ તરીકે પસંદગી આપવામાં આવી છે. હાલ હોસ્પિટલ ખાતે ફક્ત કોવિડ ૧૯ માટે ૫૦ બેડ નો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે જેના માટે ખાસ ૭૦ કર્મચારીઓની ટીમની અલગ ફાળવણી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે તે ઉપરાંત ૧૦૦ જનરલ બેડ છે જેમાં સામાન્ય પ્રકારની સારવાર કરવામાં આવે છે. કોવિડ ના દર્દીઓ અથવા શંકાસ્પદ દર્દીઓ માટે ખાસ ઓપીડી બનાવવામાં આવી છે જેથી ચેપ લાગવાનો ભય ના રહે. તમામ કર્મચારીઓ ને હાલ પર્સનલ પરસ્પેકટિવ ઈકવિપમેન્ટ કીટ આપવામાં આવી છે જેથી તેઓને પણ ચેપ ન લાગે. તેમણે કહ્યું હતું કે હાલ ના સમયમાં સ્પષ્ટ કહી શકાય કે દર્દીઓના ધસારામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેનું કારણ એ છે કે સામાન્ય બીમારી માં હાલ દર્દીઓ ઘરની બહાર નહીં નીકળીને ટેલિફોનિક મદદ લે છે જેમાં અમે દર્દીઓ ને ટેલિફોનિક માર્ગદર્શન આપીએ છીએ. તેમણે બહારગામ થી આવતા દર્દીઓની પરિસ્થિતિ વિશે જણાવતા કહ્યું હતું કે તેવા દર્દીઓની સંખ્યા પણ ખૂબ જ ઘટી છે કેમકે તેમના માટે પરિવહન એક મોટો પડકાર છે તેવા સંજોગો અમે તેમને ટેલિફોનિક માર્ગદર્શન આપીએ છીએ, તેમના સ્થાનિક તબીબ સાથે સંકલન કરી સમસ્યાનું નિવારણ કરીએ છીએ તેમ છતાં જો ઇમરજન્સી જણાય તો હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ મોકલી વૈકલ્પિક વ્યવસ્થા કરી હોસ્પિટલ લઇ આવવામાં આવે છે. તેમણે આ સમય દરમિયાન અગવડતા – સગવડતા વિશે જણાવતા કહ્યું હતું કે હાલ કહી શકાય આ સમય કટોકટીનો સમય છે ત્યારે અમુક બાબતોમાં એડજસ્ટમેન્ટ કરવું પડતું હોય છે.
હોસ્પિટલને સ્વચ્છતાથી માંડી દર્દીઓમાં ડિસ્ટન્સિંગની કાળજી રખાય છે: ડો.અમીત હપાણી
પ્રગતિ હોસ્પિટલનાં ડો. અમિત હાપાણીએ જણાવ્યું કે, હાલમાં કોરોનાનો કહેર સમગ્ર વિશ્ર્વમાં છવાયો છે. ત્યારે પ્રગતિ હોસ્પિટલ ચાલુ રાખવામા આવી છે. સરકારનાં નિયમોનું સંપૂર્ણ પાલન કરી હોસ્પિટલનાં સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. લોકો આવે ત્યારે પહેલા એપોઈન્ટમેન્ટ લઈને આવે છે. જેથી એક સાથે દર્દીનો ઘસારો ન થાય સાથોસાથ જે દર્દી આવે તેને સોશ્યલ ડિસટન્સ રાખીને બેસાડવામાં આવે છે. પરાતં તેઓના હાથને પણ સેનેટાઈઝ કરાવવામાં આવે છે. આ ઉપરાંત ડોકટરની ટીમ સહિતના સ્ટાફ પણ બે ભાગમાં કાર્ય કરી રહ્યા છે. ઉપરાંત હોસ્પિટલના સ્ટાફ પુરી સાવચેતી રાખી દર્દીની તપાસ કરે છે. હાલમાં બંને ત્યાં સુધી દર્દીઓને ઘરે બેસી દવા મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથોસાથ સોડીયમ હાઈપ્રો કલોરાઈડથી હોસ્પિટલના વિવિધ ભાગોને સાફ કરવામાં આવે છે.
સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે મેડીકલ ડિસ્ટન્સિંગ જરૂરી: ડો.અમીત રાજ
પ્લેકસેસ કાર્ડિયાક કેરના એમ.ડી. ડો. અમિત રાજએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોરોનાને રોકવા માટે લોકડાઉનનો નિર્ણય સરાહનીય છે. હાલમાં સોશ્યલ ડિસટન્સ જરૂરી છે. તેમજ મેડીકલ ડિસટેન્સ રાખવાનું નકકી કર્યું છે. કે જેમાં ડોકટરો સહિતના સ્ટાફ પૂર્ણ તકેદારી રાખી લોકોની સારવાર કરે ખાસ તો દૂર ગામડાઓનાં દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. તેઓ ફોન પર વાત કરે છે. ત્યારે શકય તેટલા દર્દીઓને ફોન પર જ જાણ કરવામાં આવે છે.
હાલમાં ઈમરજન્સી સેવાઓ શરૂ રાખવામાં આવી છે. તેના માટે હોસ્પિટલમાં દાખલ થતાની સાથે જ સ્ક્રનીંગ કરવામાં આવે છે. હાલમાં જે દર્દીઓને તાત્કાલીક સારવારથી જરૂર નથી તેઓને હાલ ઘરે જ રહેવા કહેવામાં આવ્યું છે. જેથી કોરોનાને મ્હાત આપી શકાશે.
રાજકોટનો ત્રીજો માતા પુત્રનો કેસ હતો તેઓ ચેકઅપ માટે સાત્વિકમાં આવ્યા હતા: ડો. યજ્ઞેશ પૂરોહિત
સાત્વીક્ષ હોસ્પિટલના ડો. યજ્ઞેશ પૂરોહિતએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોરોનામાં મુખ્યત્વે ફેફસામાં અસર થતી હોવાથી હાલમાં દર્દીનાં ફોન અને દર્દીઓ પણ વધારે આવે છે. લોકડાઉનનો ભંગ ન થાય તે માટે જે દર્દીનો ઈલાજ ઘરે બેઠા થઈ શકે તેવો ને બોલાવાનું ટાળવામાં આવે છે. ફોનથી જ સારવાર આપવામાં આવે છે. સાત્વીકમાં તેવો ત્રણ ડોકટરો કાર્યરત છે.તેઓ એક પછી એક આવી ને સારવાર આપે છે. રોજે દશથી પંદર દર્દીઓ આવે છે. ઓની સાવચેતી પૂર્વક સારવાર કરવામાં આવે છે. ખાસ તો રાજકોટનો પહેલો કેસ આવ્યો ત્યારથીજ તમામ સાવચેતીનાં પગલાઓ લેવામાં આવી રહ્યા છે. પરાંત રાજકોટમાં માતા, પુત્રનો કેસ જે આવ્યો હતો તે પણ પહેલા સાત્વિક હોસ્પિટલમાં આવ્યા હતા. તેથી સાત્વીકમાં પુરી સાવચેતી સાથે સારવાર આપવામાં આવે છે.
હોસ્પિટલનો તબીબી અને મેનેજમેન્ટ સ્ટાફ કોરોના સામે લડાઈમાં સરકારની પડખે: ડો. વલ્લભભાઈ કથીરીયા
ડો. વલ્લભભાઈ કથીરીયાએ અબતકની મુલાકાતમાં જણાવ્યું હતુ કે, સમગ્ર દેશના ડોકટરો કોરોના વાયરસ સામે કોરોના વોરીયર્સ તરીકે પોતાની રજ નિભાવી રહ્યા છે. પોતાનાક જાનના જોખમે ડોકટરો પેરામેડીકલ સ્ટાફ, નર્સીંગ સ્ટાફ તેમજ હોસ્પિટલ મેનેજમેન્ટો સ્ટાફ ખૂબ સારી રીતે કોરોના સામેની લડાઈમાં સરકારને મદદ કરી રહ્યા છે. ત્યારે પ્રજાનો સહયાગે પણ ખૂબ જરૂરી છે. ડોકટરો રોટેશન કામ કરી રહ્યા છે. હોસ્પિટલની વાત કરીતો હાલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો થવા દેવામાં આવતો નથી. ઈમરજન્સી દર્દીને જ તપાસી નિદાન આપવામા આવે છે. સ્ટાફને પણ રોટેશનમાં કામ આપવામાં આવ્યું છે. હોસ્પિટલમાં કોઈ એવી તકલીફ વાળી વ્યકિત આવે જેને કોરોનાના સિમટમ હોય તો તેને તુરત આઈસોલેશન વોર્ડમાં ભરતી કરાવામાં આવે છે.દર્દીઓ પણ સારો સહયોગ આવી રહ્યા છે. હોસ્પિટલમાં તેમજ હોસ્પિટલમાં સફાઈ અને સેનેટાઈઝ સતત ચાલુ રાખવામાં આવે છે.